________________
૧૭૩
ભાવતીર્થ-અનુષ્ઠાન ગમે તેવો વિસંવાદ સમ્યગ્દષ્ટિમાં શક્ય નથી. તેના મનમાં આદર્શ આચારમય જીવન આ અનુષ્ઠાનરૂપે જ હુરે છે. તેથી જ સમ્યગ્દષ્ટિ આત્મા સમિતિ-ગુપ્તિના જ્ઞાન દ્વારા કોઈ પણ ધર્મના અનુષ્ઠાનનું મૂલ્યાંકન કરી શકે. જેને સમિતિ-ગુપ્તિનો વિશદ બોધ છે, તે તો તમામ અનુષ્ઠાનોની catagory સમિતિ-ગુપ્તિના ધોરણ વડે નિશ્ચિત કરી શકે. જે આચરણમાં સમિતિગુપ્તિ વધારે તે ઊંચો ધર્મ, જેમાં તેનું ઓછું પાલન તે હલકો ધર્મ, જેમાં સંપૂર્ણ સમિતિ-ગુપ્તિનું પાલન તે સંપૂર્ણ ધર્મ. આ સિવાય બીજો કોઈ criteria (માપદંડ) નથી. જેમ તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોમાં ભેળસેળ શક્ય નથી, તેમ અનુષ્ઠાનમાં પણ ભેળસેળ શક્ય નથી. તમે કોઈપણ નવો આચાર શોધી લાવો તો તેમાં ક્યાં ત્રુટિ કે ગરબડ છે, અને ક્યાં પાપનો પ્રવેશ છે, તે સમિતિગુપ્તિની જાણકાર વ્યક્તિ ક્ષણમાં કહી શકે. વાસ્તવમાં જૈનધર્મના પ્રત્યેક અનુષ્ઠાનમાં વત્તેઓછે અંશે સમિતિ-ગુપ્તિ વણાયેલી છે. જેમાં અંશમાત્ર સમિતિ-ગુપ્તિનું આચરણ ન હોય તેવું ધર્માનુષ્ઠાન જૈનધર્મ સ્વીકારતો જ નથી. તમે દેરાસરમાં જાઓ ત્યારે પ્રવેશ કરતાં નિસીહિ કરો, તે એક ગુપ્તિની ક્રિયા છે. સ્તુતિ-ચૈત્યવંદન આદિ બોલતાં ભાષાસમિતિ પણ જોઈશે. જયણાથી ખમાસમણ આદિ દેતાં ઇર્યાસમિતિ પણ જરૂરી છે. અરે ! ઘરેથી દેરાસર જ જયણાપૂર્વક આવવાનું છે. રસ્તામાં આડી-અવળી વાતો-વિચારો પણ કરવાના નથી. સગાં-સંબંધી મળે તો ગપ્પાં-પંચાત પણ કરવાનાં નથી. એક-એક ક્રિયા કરતી વખતે તેમાં જે જે જયણાની વિધિ કહી છે, તે જાળવવાની છે. તેથી ઇર્યાસમિતિ આદિ થોડાં થોડાં તો ડગલે ને પગલે આવે જ.
સભા : ફૂલ ચડાવે તેમાં સમિતિ-ગુપ્તિ કઈ રીતે આવે ?
સાહેબજી : સૌ પ્રથમ ગુપ્તિમાં રહેલો શ્રાવક જ ફૂલ ચડાવે છે. ગુપ્તિની બહાર રહેલો શ્રાવક ફૂલ ચડાવે તેની કિંમત નથી. તે કાળે અશુભભાવ, અશુભવાણી અને અશુભકાયાનો ત્યાગ તે ગુપ્તિ છે. વળી ફૂલ ચડાવનારે ફૂલની થાળી પણ જયણાથી લેવાની છે. ફૂલમાં બીજાં જીવજંતુઓ નથી તે પણ નિરીક્ષણ કરવાનું છે. ચડાવતી વખતે ફૂલના જીવને બિનજરૂરી કિલામણા ન થાય તેની સાવચેતી રાખવાની છે. આ બધું આંશિક સમિતિ વિના ન જ સંભવે. મેં તો જૈનશાસનની એક પણ એવી ક્રિયા નથી જોઈ જેમાં આગળ-પાછળ અને વચ્ચે આંશિક પણ સમિતિ-ગુપ્તિ ન હોય. હા, જેટલો સમિતિ-ગુપ્તિનો વ્યાપ અનુષ્ઠાનમાં વધારે હોય, તેટલું તે તે ધર્માનુષ્ઠાન superior (વધારે ઊંચું) થતું જાય.
સભા : ગુપ્તિ સમજાતી નથી.
સાહેબજી : ગુપ્ત એટલે સુરક્ષિત. Protection cell (રક્ષણાત્મક કવચ) નીચે રહેવું હોય તો ગુપ્તિ જરૂરી છે. તમે રાત્રે સૂઓ છો ત્યારે અંદરથી તાળું મારીને સૂઓ છો; કેમ કે ગુપ્ત ૧. જુડનતિ પ્તિ, સંરક્યતેડનત્યર્થ:,
(तत्त्वार्थसूत्र, अध्याय ९, सूत्र २, आ. हरिभद्रसूरि टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org