________________
૧૩૨
ભાવતીર્થ- અનુષ્ઠાન પણ બીજા પ્રત્યે ગેરવર્તન કરું તો અવશ્ય અપરાધી છું. બીજા જીવો પ્રત્યે અપરાધમય જીવનને નિર્દોષ જીવન ન કહેવાય. નિર્દોષ જીવન બનાવવું હોય તો સમગ્ર જીવસૃષ્ટિ સાથે ન્યાયી વર્તન, યોગ્ય આચરણને જ નિર્દોષ આચરણ કહેવાય. તેવું જીવન જીવવાની સુસંગત પદ્ધતિ તે જ સમિતિ-ગુપ્તિ છે. તેથી નવ તત્ત્વની ભાવથી શ્રદ્ધા પણ અષ્ટપ્રવચનમાતાના સમ્યજ્ઞાનથી જ આવે. તમે મોક્ષે જવા ઇચ્છતા હો, તમારા આત્માનું શ્રેય કરવું હોય, પરંતુ વિશાળ ધર્મશાસ્ત્રો ભણવાનો પરિશ્રમ ન કરો તેવી પ્રકૃતિના હો, અને તમને તરવાનો ટૂંકો માર્ગ જોઈતો હોય તો સમિતિ-ગુપ્તિનું યથાર્થ જ્ઞાન મેળવશો તો તમારું કલ્યાણ થઈ શકશે. વળી જે વ્યક્તિ સમિતિગુપ્તિનું જ્ઞાન નહીં મેળવે તેનામાં સમ્યગ્દર્શન જ નહિ પ્રગટે. જંગલમાં પશુસૃષ્ટિમાં કોઈ સમકિત પામે તો તેનામાં પણ સમિતિ-ગુપ્તિનું જ્ઞાન તો અનિવાર્ય છે જ. તેના વિના તે આત્મા સમકિતનો વાહક બની શકે નહિ. સમકિત પ્રવચનમાતાના જ્ઞાન સાથે સંકળાયેલું છે.
સભા : પશુને સમિતિ-ગુપ્તિની કેવી રીતે ખબર પડે ?
સાહેબજી : પશુએ પણ પૂર્વભવમાં આરાધના કરેલી હોય, તેનું જાતિસ્મરણજ્ઞાન પ્રગટે, અથવા કોઈ જ્ઞાની મહાત્માના યોગથી ધર્મ પામેલ હોય, અથવા સ્વાભાવિક ઊહાપોહ કરતાં આવરણ ખસી ગયું હોય, તો એવા વાઘ-સિંહને પણ નિર્ણય થઈ જાય કે નિર્દોષ જીવન જ ધર્મ કહેવાય. દોષિત જીવનને અપરાધ-અધર્મ કહેવાય. તમારા મનમાં બીજાના વર્તનને મૂલવવાનાં અને તમારા વર્તનને મૂલવવાનાં કાટલાં જુદાં છે. મનમાં તટસ્થતા નથી. એટલે એ જ વર્તન બીજા કરે તો તમને અપરાધ લાગે, જ્યારે તમે કરો તો વાજબી લાગે. આથી જ તમને સમિતિ-ગુપ્તિને અનુરૂપ ન્યાયી આચરણ સ્વયં સ્ફરતું નથી. આજે અઢી દ્વીપમાં એવા વાઘ-સિંહ છે કે જે પોતાની કૂર પ્રકૃતિ છોડીને શાંત સ્વભાવના થઈ ગયા છે. તેઓ સવારના પહોરમાં
१. अलमित्यपसंगेणं, रक्खिज्ज महव्वयाइं जत्तेणं। अइदुसहमज्जियाई, रयणाई दरिद्दपुरिसुव्व।।१७० ।। ताणं च तत्थुवाओ, पंचय समिओ तिनिगुत्तीओ। जासु समप्पइ सव्वं, करणिज्जं संजयजणस्स।।१७१।।
(मलधारी हेमचंद्रसूरिजी विरचित पुष्पमाला प्रकरण)
२. वने तपस्यतस्तस्य धर्मदेशनयाग्रया। वासिता व्याघ्रसिंहाद्या बहवः प्रशमं ययुः ।।४९।। केऽपि श्रावकतां भेजुः केऽपि भद्रकतां पुनः । कायोत्सर्ग व्यधुः केऽपि केऽपि चानशनं तदा।।५० ।। मांसाहारान्निवृत्तास्ते बभूवुः पारिपार्श्विकाः । तिर्यग्रूपधराः शिष्या इव राममहामुनेः ।।५१।।
(ત્રિષષ્ટિશતાવાપુરવરિત્ર પર્વ-૮, સ-૨૨) * कुञ्जरः श्रावकः सोऽपि भूत्वा भावयतिः स्वयम्। ईर्यादिनिरतोऽचारीत् कुर्वन् षष्ठादिकं तपः ।।१९।। सूर्यतप्तांभसः पाता शुष्कपत्रादिपारणः। स करी करिणीकेलिविमुखोऽस्थाद्विरक्तधीः ।।१०० ।। स दध्यौ चेति धन्यास्ते मर्त्यत्वे प्रव्रजंति ये। पात्रे दानमिवार्थस्य मर्त्यत्वस्य फलं व्रतम्।।१०१।। द्रविणं धनिकेनेव मर्त्यत्वं धिङ्मया तदा। अहार्यनात्तदीक्षेण किं करोम्यधुना पशुः ।।१०२।। भावयन् भावनामेवं गुर्वाज्ञास्थिरमानसः । स कालं गमयन्नस्थात् सुस्थितः सुखदुःखयोः ।।१०३।।
(faષષ્ટિશન વાપુરષરિત્ર પર્વ-૨, સ-ર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org