________________
ભાવતીર્થ –અનુષ્ઠાન
૧૬૫
સંસારસાગરથી તારનાર હોવાથી આ સમિતિ-ગુપ્તિ ભાવતીર્થ છે. પૂર્ણધર્મની સાધનાની શરૂઆત સમિતિ-ગુપ્તિથી છે. ચૌદમા ગુણસ્થાનકે ગુપ્તિની પરાકાષ્ઠા છે, ત્યાં પ્રવૃત્તિરૂપ સમિતિની જરૂર નથી. સાધુને સમિતિનો પ્રવૃત્તિરૂપે પ્રયોગ કારણે જ છે, તે સિવાય સતત ગુપ્તિમાં રહેવાનું છે. તે ગુપ્તિની પરાકાષ્ઠા પ્રગટે એટલે આત્માનો મોક્ષ થાય. પરિપૂર્ણ ધર્મ પરાકાષ્ઠાએ પહોંચે એટલે મોક્ષરૂપ ફળની તત્કાળ પ્રાપ્તિ થાય. રત્નત્રયીમાં જેવી સંસાર પાર પમાડવાની શક્તિ છે, તેવી જ શક્તિ આ સમિતિ-ગુપ્તિરૂપ સંપૂર્ણ ધર્માનુષ્ઠાનના આચરણમાં છે. પૂર્ણ તારકશક્તિના કારણે તેને તીર્થ કહ્યું છે. વળી આચરણ જ એવું છે કે કોઈ પણ પ્રબુદ્ધ વ્યક્તિને નિર્દોષ જીવન તરીકે આદરણીય કહેવું પડે. આમાં કોઈ જૈનધર્મની સાંપ્રદાયિક વાત નથી. આ તો વિશ્વવ્યાપી નિર્દોષ જીવનનું માળખું છે. જેમ દશાંશ પદ્ધતિથી ગણતરી કરો તો ગણિતમાં છેલ્લો આંકડો મીંડામાં જ આવશે. દા. ત. ૧થી ૧૦, ૧૧થી ૨૦, એમ દરેક ૨કમનો અંતિમ આંકડો મીંડા વિના નહિ હોય, પછી ગણતરી ગમે ત્યાં કરો. તેમ ગમે તે ક્ષેત્ર, ગમે તે કાળમાં જાઓ, પણ પવિત્ર જીવન જીવવાની આધારશિલા તો આ મિતિ-ગુપ્તિ જ હોઈ શકે. બીજાના જીવનને નુકસાન થાય તેવું વાણીથી બોલો તો એ તમારા જીવનની ત્રુટિ જ ગણાશે. વાણીનો એ રીતે પ્રયોગ કરવાનો છે કે કારણ વિના કોઈના જીવનને આઘાતપ્રત્યાઘાત ન થાય, અને તે વાણી અહિતની તો ક્યારેય પ્રેરક ન જ બને. આવું તમામ પાસાંથી જીવન બનાવવું તે જ સમિતિ-ગુપ્તિનું આચરણ છે.
સભા : બીજા જીવોને મારવાની બુદ્ધિ ન હોય તો ?
સાહેબજી : કદાચ મારવાનો સીધો ઇરાદો ન હોય, પરંતુ તમારા સ્વાર્થ ખાતર મરે તો વાંધો નહીં તેવો ભાવ તો પડ્યો જ હોય છે. તમને હાથમાં ચપ્પુ આપીને કહીએ કે ભીંડાની જેમ તમારી આંગળી સમારી આપો, તો હાથ ચાલશે ? કે હાથમાંથી ચપ્પુ જ પડી જશે ? અરે ! ભૂલથી તમને ચપ્પુ વાગી જાય તોપણ ઠેકડા મારો છો; જ્યારે સામા જીવને તમારા સ્વાદની વાસનાપૂર્તિ માટે ચીરી નાંખતાં કે મસાલા ભરતાં કાંઈ થતું નથી. તે જ દર્શાવે છે કે તમારા સુખ ખાતર બીજાને મારવાના ભાવ છે જ. કોઈ કહે કે આજે સીડીમાં જરા લપસી જવાય તેવી ચીકાશ છે, અથવા રસ્તામાં કાચ વેરાયેલા છે, તો કેટલી સાવચેતીથી ચાલશો ? કારણ કે તમારા જીવનની ચિંતા છે. તમારા જીવનની સુરક્ષા માટે તમે ચોવીસે કલાક સાવધાન છો, પરંતુ બીજાના જીવનની રજમાત્ર પડી નથી, ઘોર ઉપેક્ષા છે. તેથી જ રસ્તામાં કીડીઓ ઘણી છે તેવું કહીએ તોપણ જયણાથી ચાલવાની તૈયારી નથી. તમારું હૈયું બીજાના દુઃખને સમજવા પત્થર જેવું કઠોર છે. બીજા પર ગમે તેટલું વીતે તેની એક ટકો પણ તમને અસર ન થાય, અને તેના સોમા ભાગનું પણ તમારા પર વીતે તો આખા ને આખા ઊછળી પડો. આ
૧. યા પવયળમાયા, ને સમાં આયરે મુળી મે વિનં સ–સંસારા, વિઘ્યમુદ્ પંડિ।।૨૭।। (उत्तराध्ययनसूत्र प्रवचनमाता नाम चतुर्विंशतितम अध्ययन श्लोक-२७ मूल)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org