________________
૧૯૭
ભાવતીર્થ-અનુષ્ઠાન પુણ્ય ચોક્કસ બંધાય, પરંતુ તમે ધંધો કરો છો તે પાપ જ છે. પાપ કરવા જાઓ છો, તમારી પ્રવૃત્તિનો ઉદ્દેશ પાપ હોય તો માત્ર રસ્તામાં જયણા પાળો તેટલામાત્રથી સમિતિ ન આવે; કારણ કે સમિતિ-ગુપ્તિની પૂર્વશરત જ “લક્ષ્ય પવિત્ર જોઈએ તે છે. અપવિત્ર ઉદ્દેશ હોય અને ક્રિયા કરો તો તેમાં જયણા હોવા છતાં સમિતિ શબ્દ યોગ્ય નથી.
સભા : ધંધો ધંધાના સ્થાને દુકાનમાં કરે છે, અને જયણાપૂર્વક ઈર્યાસમિતિથી રસ્તામાં ચાલે છે. બંનેને જોડવાની ક્યાં જરૂર છે ?
સાહેબજી : ધંધો અને જયણા બંનેના ભાવ ચાલવાની એક ક્રિયા સાથે જોડાયેલા જ છે. દા. ત. એક માણસ ખૂન કરવા જાય છે, અને જુએ છે કે રસ્તામાં કોઈ ઘરડો માણસ પડી ગયો છે, તે ઊભો થઈ શકતો નથી. તે વખતે પેલાને સૌહાર્દનો ભાવ જાગ્યો, તેથી ડોસાને નિઃસ્વાર્થભાવે ઊભો કર્યો. ડોસાને હમદર્દીથી કે સૌજન્યતાથી ટેકો આપવા બે-પાંચ મિનિટ થોભી જવું પડે તો થોભી જાય, તો તે પ્રવૃત્તિ સારી છે. આ રીતે સહાય કરવાથી તેને પણ થોડું પુણ્ય બંધાય, પરંતુ દુશ્મનના ખૂનના મેલા ભાવથી જઈ રહ્યો છે તો તેનું પણ રસ્તામાં પાપ બંધાય જ. ખૂન કરવાની ઇચ્છા મનમાં સતત પડી છે, તો તે નિમિત્તનું પાપ પણ અવશ્ય બંધાશે. તેમ તમે ઘરેથી ધંધો કરવાની ઇચ્છાથી નીકળ્યા, તો તે ઇચ્છાને કારણે થતો પાપબંધ ચાલુ રહેશે. હા, જયણાનો પણ લાભ ચોક્કસ છે.
તમે તો જૈનકુળમાં જન્મ્યા છો. જૈનધર્મના આચારથી થોડા પરિચિત છો, પરંતુ કોઈ ધર્મવિહૂણો મનુષ્ય આવે અને શાસ્ત્રજ્ઞ મહાત્માને પૂછે, તો તે વખતે જ્ઞાની મહાત્મા કહેશે કે નિર્દોષ વર્તન એ જ ધર્મ છે. તે નિર્દોષ વર્તનનું તમામ પાસાંથી વર્ણન કરો તો જે વર્તન આવે તે સમિતિ-ગુપ્તિ જ હશે. પછી તેને સંજ્ઞારૂપે જે નામ આપવું હોય તે આપી શકાય છે. ગમે તે ક્ષેત્ર છે. ગમે તે કાળમાં જાઓ પણ સો ટચનું સોનું, સો ટચનું સોનું જ રહે છે, ઓછા ટચનું નથી થતું. તેમ આ જગતમાં કોઈ પણ કાળે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિએ પૂર્ણ શુદ્ધ આચરણ સ્વીકારવું હોય તો સમિતિ-ગુપ્તિ સિવાય બીજો વિકલ્પ નથી. જૈનધર્મે શબ્દોનો આગ્રહ નથી રાખ્યો, પણ સદ્વર્તનનો આગ્રહ તો ચોક્કસ રાખ્યો છે. અરે ! નાનામાં નાની જીવનજરૂરિયાત
૧. તિવાદી अष्टौ साधुभिरनिशं मातर इव मातरः प्रवचनस्य। नियमेन न मोक्तव्याः, परमं कल्याणमिच्छद्भिः । । ८ ।। य0 अष्टावित्यादि। अष्टौ साधुभिरनिशं प्रवचनस्य मातरो न मोक्तव्या इति संबंधः । ताश्च मातर इव पुत्रस्येति गम्यते। प्रवचनस्य प्रसूतिहेतुत्वेन हितकारित्वेन च मातृत्वमवसेयं। नियमेन-अवश्यंभावेन। कीदृक्षः साधुभिः? परमं-निरुपम कल्याणमिच्छद्भिः ऐहलौकिकपारलौकिकपरमकल्याणकामैः ।।८।।
(પોશ-૨, સ્નો-૮, મૂન, . યશોમદ્રસૂરિ ટીવા) * कायिकाद्यपि कुर्वीत, गुप्तश्च समितो मुनिः। कृत्ये ज्यायसि किं वाच्यमित्युक्तं समये यथा।।२२।।
(જથ્થાત્મોપનિષત, ગવાર-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org