________________
ભાવતીર્થ - અનુષ્ઠાન
૧૬૯ જોઈએ. આદર્શ સૌએ સમાન આપ્યા. કોઈ પૂછે કે આ આદર્શોને જીવનમાં implement (અમલ) કઈ રીતે કરવા ? વર્તન બતાવવાનું આવે ત્યારે જૈનધર્મ સિવાય બીજા ધર્મો નાસીપાસ થયા. તેનું કારણ એ છે કે સમિતિ-ગુપ્તિરૂપ નિર્દોષ જીવનપદ્ધતિ સાંગોપાંગ કોઈને સૂઝી નહિ. વળી, સમિતિ-ગુપ્તિમાં જીવનભર રહેવા માટે પણ સાધન તો નિર્દોષ ભિક્ષાધર્મ જ બને, જે કોઈ બતાવી નથી શક્યું. તીર્થકર જેવા અતુલબલીને પણ દીર્ઘ સાધના કરવી હોય તો જીવન ટકાવવું પડે. જીવન, દેહ ટકાવ્યા વિના ન ટકે. તેથી દેહનિર્વાહ પણ જરૂરી છે. દેહબળ માટે આહાર-પાણી જરૂરી છે. તેથી તેમને પણ નિર્દોષ ભિક્ષા જ સહાયક બને. તીર્થકર સિવાયના બીજા મુનિઓને તો વસ્ત્ર, પાત્ર, ઔષધ, વસતિ (આશ્રયસ્થાન) આદિ પ્રાથમિક જરૂરિયાત પણ રહેવાની જ, જે અહિંસા-સત્યના સંપૂર્ણ પાલનપૂર્વક મેળવવી હોય તો નિર્દોષ ભિક્ષાધર્મ જ એક શરણ છે. તે વિના પાપશુન્ય દેહનિર્વાહ શક્ય નથી. આર્યધર્મોએ પણ સંન્યાસ બતાવ્યો, સંન્યાસી જીવનનો આચાર ઉપદેશ્યો; પરંતુ કોઈની પાસે સાંગોપાંગ સમિતિ-ગુપ્તિ અને તેનું સાધન નિર્દોષ ભિક્ષાનો concept જ નથી. વ્યક્તિ ગમે તેટલી પવિત્રતાથી નિર્દોષ જીવવા માંગતી હોય, પરંતુ ભિક્ષાધર્મ વિના સંપૂર્ણ અહિંસક જીવન કદી જીવી નહિ શકે. તેથી જ ભિક્ષાને ચારિત્રધર્મનો પ્રાણ કહ્યો છે. અરે ! મુનિની ભિક્ષાચર્યાને જિનશાસનનું મૂળ કહ્યું છે.
અમારે (સાધુઓએ) જીવનની તમામ જરૂરિયાતો ભિક્ષાથી જ મેળવવાની છે. દીક્ષા લીધા પછી ભગવાને અમને અકિંચન રાખ્યા છે અર્થાતુ અમારી પાસે પૈસો કે સંપત્તિ પણ નથી. વળી અમારી માલિકીની કોઈ વસ્તુ જ રખાવી નથી. અરે ! પાણી જોઈતું હોય કે નાની સોય જોઈતી હોય તો પણ મારે ગૃહસ્થના ઘરે યાચવા જવું પડે. જૈનમુનિનો આ આચાર છે. સાચું મુનિજીવન જીવનાર ભિક્ષોપજીવી જ હોય.
સભા : અન્યધર્મમાં પણ પરિગ્રહનો ત્યાગ તો કરાય છે, તેમના સંન્યાસીઓ પણ ભિક્ષા તો માંગે જ છે. . '
સાહેબજી : ના, બધા સંન્યાસીઓ ભિક્ષોપજીવી જ છે તેવું નથી. ઘણાના તો બેંકમાં બેલેન્સ છે. ઘણા વેપાર-ધંધા પણ કરે છે. અત્યારે international marketમાં (આંતરરાષ્ટ્રીય બજારમાં) સૌથી વધારે investment વેટીકનનું છે. મૌલવીઓ પણ અનેક વ્યવસાયો ચલાવે છે. વૈદિક ધર્મમાં પણ એવા મઠાધીશો છે જ કે જે વિપુલ પ્રમાણમાં સંપત્તિ ધરાવે છે, વેપાર કરે છે, બીજા પાસે કરાવે છે. ત્યાં જે સંન્યાસીઓનું જીવન ગૃહસ્થતુલ્ય થઈ ગયું છે, તેમની તો અહીંયાં વાત જ નથી.
અન્યધર્મમાં એવા પણ સંન્યાસીઓ છે કે જેઓ કોઈ પરિગ્રહ રાખતા નથી, અને માત્ર ધર્મના સાધન તરીકે દેહ ટકાવવા ભિક્ષા પર આવે છે, તો તેમના આચારને-ભિલાને અમે १. जिणसासणस्स मूलं भिक्खायरिया जिणेहिं पनत्ता। इत्थ परितप्पमाणं, तं जाणसु मंदसद्धीअं।।१८५ ।।
(मलधारी हेमचंद्रसूरिजी विरचित पुष्पमाला प्रकरण)
જ નથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org