________________
ભાવતીર્થ - અનુષ્ઠાન
જ તમારો જાત અને જગત માટેનો પક્ષપાત છે. આ ભેદભાવ જ બધા પાપનું મૂળ છે. તમારો જીવ તમને વહાલામાં વહાલો છે, જ્યારે બીજાનો જીવ તો જાણે નકામો છે. તમને તમારા જીવનની જ કિંમત છે, બીજાના જીવનનું કોઈ મૂલ્ય નથી. તમે માનો છો કે મારું જીવન ખૂબ જ મહત્ત્વનું છે, મારું જીવવું અતિ આવશ્યક છે, પરંતુ બીજાને જીવવું જરૂરી નથી. જે દિવસે તમે તટસ્થતાથી કહેશો કે બધાનાં જીવન પ્રત્યે મારે સમાન દૃષ્ટિ છે, પછી જે વર્તન કરશો તે આપમેળે સમિતિ-ગુપ્તિરૂપે હશે. જો તમે માનો કે પડી જવાથી મારા પગને fracture થાય તો પોસાય નહિ, તો બીજા જીવોને માત્ર મારી બેદરકારીના કારણે fracture થાય તે કેમ પોસાય? આવું વિચારો તો બીજાના માટે પણ સાવધાન રહેવાનું મન થાય. જે દિવસે સૃષ્ટિના જીવમાત્ર પ્રત્યે તટસ્થતાથી હિતકારી વર્તન કરશો, તે દિવસે આપમેળે તમારા જીવનમાં ન્યાય આવી જશે.
કોઈ વ્યક્તિ તમારા માટે માત્ર મનમાં ખરાબ વિચાર કરે, તેની તમને જો દૂર-દૂરથી પણ જાણકારી થાય તો દુઃખ લાગે છે, હકીકતમાં તમને તેણે કોઈ ભૌતિક નુકસાન પહોંચાડ્યું નથી, છતાં માત્ર મનમાં તમારા માટે હલકો અભિપ્રાય બાંધ્યો તેની ખબર પડે, તો પણ તમારું હૈયું ઘવાય છે; તો માત્ર તમારી તુચ્છ વાસનારૂપી સ્વાર્થની પૂર્તિ માટે બીજાને આખા ને આખા પીંખી નાંખો તોપણ કાંઈ નહીં ? તે કેમ ચાલે ? પહેલાં જીવનમાં નક્કી કરો કે સમગ્ર જીવસૃષ્ટિમાં સરખા અધિકાર, સરખો ન્યાય છે. તમે તમારી જાતને દુનિયાના દાદા તરીકે માનતા હો તો વાત જુદી છે, તો ન્યાય-અન્યાયનો પ્રશ્ન નથી. જેમ ગુંડો ગુંડાગીરી કરી કહે કે “અમે નબળાનું પડાવી લઈએ છીએ તે બરાબર જ છે, એ જ અમારા શૌર્ય-પરાક્રમ-બળનો ઉપયોગ છે,” તેવા સાથે ન્યાયની વાત કરવાનો મતલબ નથી, પરંતુ જે સમાન અધિકાર માનવા તૈયાર છે, તેણે તો કબૂલ કરવું જ પડે કે તીર્થકરોએ કહેલું સમિતિ-ગુપ્તિવાળું જીવન તે જ સાચું જીવન છે.
સભા : દીક્ષા લીધા વગર સમિતિ-ગુપ્તિનું પાલન થાય ?
સાહેબજી : શ્રાવકના તમામ અનુષ્ઠાનોમાં સમિતિ-ગુપ્તિનું આંશિક આચરણ છે; કારણ કે કોઈ ને કોઈ પાપવ્યાપારના ત્યાગ વિના નાનું પણ ધર્માનુષ્ઠાન કરી શકાતું નથી. દેરાસરમાં પ્રવેશ કરતાં કરાતો નિશીહિનો ભાવ કે ખમાસમણની ક્રિયામાં બોલાતું “જાવણિજ્જાએ નિસ્સીરિઆએ'માં પણ આંશિક સમિતિ-ગુપ્તિ સમાયેલી જ છે; છતાં શ્રાવકજીવનમાં ઉત્કટ સમિતિ-ગુપ્તિનું પાલન સામાયિક-પૌષધ આદિ ઊંચાં વિરતિનાં અનુષ્ઠાનોમાં જ છે. જોકે તેનું પરિપૂર્ણ પાલન તો સાધુજીવનમાં જ શક્ય છે.
સભા : ધંધે જઈએ ત્યારે રસ્તામાં જયણા પાળીએ તો ઈર્યાસમિતિ કહેવાય ને ? સાહેબજીઃ તમે ધંધે જાઓ ત્યારે રસ્તામાં જયણા પાળો તે સારું છે. જયણાના શુભભાવથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org