________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૬૧ આવે નહીં. સમ્યગ્દર્શન ગુણ પામવા દુનિયાભરનું સાચું જ્ઞાન હોવું જરૂરી છે તેવો આગ્રહ નથી. હજારો શાસ્ત્રો ભણે, ભરપૂર તત્ત્વજ્ઞાનનો જાણકાર કે દૃષ્ટા બને, પછી જ સમકિત આવે, તેવો એકાંત નથી; પરંતુ સમકિત પામવા માટે minimum (લઘુતમ) અષ્ટપ્રવચનમાતાનું જ્ઞાન તો જરૂરી જ છે. જઘન્યથી અષ્ટપ્રવચનમાતાના સમ્યજ્ઞાનવાળો સમકિતી કહ્યો છે.
સભા : નવતત્ત્વ જાણે તેને સમકિત પ્રગટે ? સાહેબજી : નવતત્ત્વમાં જ આવે છે કે,
"जीवाइ नव पयत्थे, जो जाणई तस्स होई सम्मत्तं ।
भावेण सद्दहंतो अयाणमाणे वि सम्मत्तं" ।। આ પંડિતે (એક શ્રોતા) નવતત્ત્વની ગાથા ભણાવી છે, પણ પોતે જ અર્થ ભૂલી ગયા છે. “અયાણમાણે વિ સમ્મત્ત”નો અર્થ શું થાય ? નવતત્ત્વને શબ્દથી ન જાણતો હોય, છતાં જેના જીવનમાં નવતત્ત્વની ભાવથી શ્રદ્ધા છે, તેનામાં સમ્યગ્દર્શન અવશ્ય છે. એકેય તત્ત્વનું નામ આવડતું ન હોય, કદી જીવ-અજીવ વગેરે તત્ત્વને તેની વ્યાખ્યા, પ્રકારરૂપે વાંચ્યા, વિચાર્યા કે સાંભળ્યા પણ ન હોય, છતાં જેને જીવનમાં આ નવતત્ત્વની ભાવથી શ્રદ્ધા આવી ગઈ, તેને સમકિત આવી ગયું. તત્ત્વ ઘણું જાણ્યું હોય, પણ જો જીવનદૃષ્ટિ ન મળી તો વાસ્તવમાં તે જાણ્યું ધૂળ બરાબર છે. તત્ત્વ જાણીને જે જીવનદૃષ્ટિ કેળવવાની છે, તે આવી જાય તો કામ પૂરું થઈ જાય. અહીં નવતત્ત્વની ભાવથી શ્રદ્ધામાં સમિતિ-ગુપ્તિનું પણ ભાવથી જ્ઞાન આવી જ જાય.
આધુનિક વિજ્ઞાન આત્માને નથી સ્વીકારતું, છતાં તે પણ સજીવ-નિર્જીવનો ભેદ દર્શાવે છે. જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમાં જીવ છે તે સાબિત કર્યું, જે જૈનશાસ્ત્રોએ તો હજારો વર્ષો પહેલાં સ્થાપિત કર્યું જ છે. વિજ્ઞાને હાલમાં વનસ્પતિને સજીવ તરીકે સ્વીકારી, પરંતુ તે સ્વીકાર્યા પછી દુનિયામાં વનસ્પતિના જીવની ૦.૦૧ ટકો પણ હિંસા અટકી ખરી ? સજીવ જાણ્યાનો મતલબ શું ? આપણી જેમ પાંદડામાં પણ સુખ-દુઃખની લાગણી છે, તેને પણ હરખ-શોક થાય છે, આ બધું પ્રયોગથી પુરવાર કર્યું, પણ સાબિત કરીને અંતે કરવાનું શું ? એમાંથી કોઈ જીવનદષ્ટિ શોધી ? તો પછી જાણ્યું કે ન જાણ્યું તેનો મતલબ શું ? માત્ર માહિતી આત્મક જ્ઞાનને (informative knowledgeને) ભાવથી શ્રદ્ધા ન કહેવાય.
તમને જાણકારી છે કે જેવી ચેતના મારામાં છે તેવી બીજા બધા જીવોમાં છે, મને સુખદુઃખની અનુભૂતિ છે તેમ બીજા જીવોને પણ છે. આ જાણકારીના કારણે તમને એમ થવું જોઈએ કે મને ત્રાસ-દુઃખ બીજા આપે તો નથી ગમતું, તે વ્યક્તિ અપરાધી લાગે છે, તો હું * श्रुतसामायिकं जघन्योत्कृष्टभेदाद् द्विधा-जघन्यमष्टप्रवचनमातृपठनरूपं, इतरच्च द्वादशाङ्गीपठनरूपं ।
(મિદ્રસૂરિની વૃત્તિ સખ્યત્વસતિ, જ્ઞોવા ૨૮-૧૨-૨૦, સંયતિનવાર્થ વૃત ટીકા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org