________________
૧૬૦
ભાવતીર્થ-અનુષ્ઠાન કોઈને દુનિયામાં સ્કુરે કે કેમ તે પ્રશ્ન છે. સમિતિ-ગુપ્તિની ઓળખ એટલી જ છે કે સમગ્રતાથી નિર્દોષ વર્તન. સંપૂર્ણ નિષ્પાપ અને પવિત્ર જીવનનું આચરણ કેવું હોય તે શાંતિથી વિચારવાનું ચાલુ કરો, અને તેમાં જે conclusive opinion આવે તે આચરણને સમિતિ-ગુપ્તિ કહીએ છીએ. તટસ્થતાથી તમારા વર્તનમાં કયું વર્તન દોષિત ગણાય અને ક્યું વર્તન નિર્દોષ ગણાય તેનો વિચાર કરતાં જશો તો એક તબક્કે છેલ્લો જે નિર્ણય આવશે, તે સમિતિ-ગુપ્તિના આચરણરૂપ જ હશે. સમગ્ર જીવસૃષ્ટિ સાથે ઉચિત અને ન્યાયી વર્તન એટલે સમિતિ-ગુપ્તિનું પાલન :
કુદરતમાં ૮૪ લાખ જીવાયોનિમાં રહેલ વિશાળ જીવસૃષ્ટિ સાથે આપણો આત્મા રહે છે. આ સંસારમાં તમે એકલા જ નથી, બીજી પણ અનંતી જીવસૃષ્ટિ છે. સૌને જીવનનો સમાન અધિકાર છે, તેથી બીજાના જીવનમાં નુકસાન કરવાનો તમને અધિકાર નથી. સર્વ જીવો પ્રત્યે યોગ્ય ન્યાયપૂર્વકનું ઉચિત વર્તન કરવું તે તમારી ફરજ છે. તે પાળવા તમારે નિર્દોષ જીવનમાં આવવું પડે. લોકો બાળકને નિર્દોષ કહે છે, પણ વાસ્તવમાં તે નિર્દોષ નથી, અબૂઝ છે. અમે નિર્દોષ તેને કહીએ જે સમગ્ર જીવસૃષ્ટિ સાથે ન્યાયી વર્તન કરે. જે બીજાની સાથે દોષિત વર્તન કરે તેવી વ્યક્તિને નિર્દોષ કહો તો તે વાજબી નથી. જેના જીવનમાં અપરાધ છે તે નિર્દોષ કેવી રીતે ? જે નિર્દોષ છે તેના જીવનમાં અપરાધ કેવી રીતે ? બંને સાથે શક્ય નથી. તેથી જે વ્યક્તિ નિર્દોષ જીવન સ્વીકારવા તૈયાર હોય તેણે સમગ્ર જીવસૃષ્ટિ સાથેનું ન્યાયી વર્તન સમજવું અને આચરવું જોઈએ. સૌ સાથે ન્યાયી અને યોગ્ય વર્તન માટે જે ધોરણો પસંદ કરશો તે અંતે સમિતિ-ગુપ્તિના વર્તનમાં વિરામ પામશે.
સભા : એકલી સમિતિ કે એકલી ગુપ્તિ હોઈ શકે ?
સાહેબજી : ના, એકલી સમિતિ ન હોઈ શકે, ગુપ્તિ એકલી હોઈ શકે; કારણ કે સમિતિના આચરણ વખતે ગુપ્તિ અવશ્ય જાળવવાની છે, પરંતુ ગુપ્તિમાં હોય ત્યારે સમિતિ હોય પણ અને ન પણ હોય. સમકિતમાં પ્રવચનમાતાનું જ્ઞાન અનિવાર્ય :
જૈનશાસને સમિતિ-ગુપ્તિ પર એટલો ભાર મૂક્યો છે કે તેના બોધ વિના સમકિત પણ १. तथा चोक्तम्- "समिओ णियमा गुत्तो गुत्तो समियत्तणमि भइयव्यो। कुसलवइमुदीरितो जं वयगुत्तोऽवि समिओऽवि TRI"
(ાવયનિર્વવિર વં માણ મા-રૂ, સ્નો-૧૨૭૦, ટીવા) २. कस्मिंश्चिज्जीवे-मनुष्यादौ मत्यादीनां पञ्चानां ज्ञानानां एकं भवति, आद्यं मतिज्ञानमेव, एतच्च क्वचिन्निसर्गसम्यग्दर्शनस्यानवाप्ताक्षरश्रुतेः निसर्गतः प्रवचनमातृमात्रपरिज्ञानवति दृश्यं ।
(तत्त्वार्थसूत्र अध्याय-१, सूत्र-३१, आ. हरिभद्रसूरिकृत भाष्योपरि टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org