________________
૧૨૭
ક્રિયા અનુરૂપ ભાવની જન્મદાત્રી છે :
આ દુનિયામાં ક્રિયાઓનું વર્ગીકરણ કરવું હોય તો બે વિભાગમાં કરી શકાય. ઘણી ક્રિયાઓ એવી છે કે જે ક૨વાથી આપમેળે તમારા હૃદયમાં આવેશ, અજંપો પેદા થાય. તમારું માનસ ક્રૂર, કઠોર, સ્વાર્થી, સંકુચિત થાય. આ ક્રિયાઓ ગુણધર્મથી જ અશુભ ક્રિયાઓ છે. જેમ પોપ મ્યુઝિક સાંભળવામાત્રથી તમારી નસો ધમ-ધમ થવા લાગે, હાથ-પગમાં ઉન્માદ આવે, આવેગ સાથે નાચવા લાગો. તે વખતે મનોભાવો શાંત રહેતા નથી. ક્રિયાની માત્ર હલનચલનરૂપે શરીર ઉપર જ અસર છે તેમ નથી, મન પણ પ્રભાવિત થાય છે. ક્રિયાઓનો ભાવ સાથે સંબંધ છે. જેવી ક્રિયા હોય તેવા ભાવ થવાની ૯૯ % સંભાવના છે. હિંસાની ક્રિયા કરે અને કોમળતાનો ભાવ પ્રગટે તેવું પ્રાયઃ બનતું નથી. હોટલમાં જાતજાતની વાનગીઓ ખાવાની ક્રિયા કરો અને અનાસક્તિનો ભાવ પ્રગટે તેવું બનતું નથી. ત્યાં આસક્તિનાં ભાવ જ. થવાના. લગ્નનો વરઘોડો ચડે ત્યારે તમારા મનમાં મોહના ભાવો આપમેળે ઊછળે છે. ક્રિયા હોય તેવા ભાવ થાય. અનુષ્ઠાન અને ભાવનો પરસ્પર સંબંધ છે. તેનું અવલોકન કરો તો સમજાશે કે જીવનમાં બધી ક્રિયાઓ, બધાં અનુષ્ઠાનો સ૨ખાં નથી. અમુક અનુષ્ઠાન એવાં છે કે જે તમારા આત્મામાં સહજતાથી શુભભાવ પેદા કરે, જ્યારે અમુક અનુષ્ઠાન એવાં કે જે તમારા મનમાં અશુભભાવ પેદા કરે. જે શુભભાવ પેદા કરે તેને ધર્માનુષ્ઠાન કહીએ છીએ અને જે અશુભભાવ પેદા કરે તેને અધર્માનુષ્ઠાન કહીએ છીએ.
ધર્માનુષ્ઠાન અને અધર્માનુષ્ઠાન ઃ
ક્રિયા અને મનોભાવોનો ઘનિષ્ઠ સંબંધ છે. ભાવ અને ક્રિયા એકબીજાથી સંપૂર્ણ વિખૂટા નથી. ભાવ અને ક્રિયાનું કુદરતી અનુસંધાન સમજવા જેવું છે. જ્ઞાનીઓએ સંસા૨ની ક્રિયાને અધર્માનુષ્ઠાન કહ્યું; કેમ કે તેનામાં અશુભભાવ જગાડવાની તાકાત છે. સાંસારિક ક્રિયાઓથી વિરોધી ક્રિયા તે ધર્માનુષ્ઠાન કહ્યાં; કેમ કે તેમાં શુભભાવ જગાડવાની શક્તિ છે. બંગલો બંધાવવાની ક્રિયાને અધર્માનુષ્ઠાન કહ્યું; કારણ કે તે ક્રિયામાં તમારા મનમાં આસક્તિ-મોહ १. तस्मिन् - वाक्कायनिरोधे कृते सति प्रायः शुभ एव भावो जायते नाशुभ: । अशुभवाक्कायप्रवृत्तिलक्षणसहकारिकारणाभावात् । परिणामो हि कर्म्मविपाकोदयवशादुदितोऽपि सातत्येन प्रवृत्तौ स्वानुकूलवाक्कायचेष्टादिसहकारिकारणमपेक्षते यथा પ્રીપો નિર્વાતસ્થાનાવીતિ(નિ??),
ભાવતીર્થ –અનુષ્ઠાન
(ધર્મસંપ્રદળી માન-૨, શ્લો-૨૪, ટીજા)
२. गेहापणाङ्गसत्कार-कुटुम्बोद्वाहवस्त्रजाः । षडारम्भा विना प्रत्यारम्भं पापाय गेहिनाम् । १३६ ।। प्रासादः पौषधागारं, देवार्चाऽऽस्तिकगौरवम् । तीर्थयात्रा सङ्घपूजा, प्रत्यारम्भाः शुभाय षट् । । १३७ । ।
(पं. सुमतिविजय गणि कृता उपदेशकल्पवल्लिः)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org