________________
૧૨૮
ભાવતીર્થ-અનુષ્ઠાન અહં અને મમ'થી થતી ક્રિયાઓ અધર્માનુષ્ઠાન :
સંસારની બધી જ ક્રિયાઓ સ્વાર્થ કે અહ, મમથી થાય છે. જેમાં સ્વાર્થ કે અહં, મમ ભરાયા, તેવી બધી ક્રિયાઓ અશુભભાવ પ્રેરિત હોવાથી પાપક્રિયા જ છે, માટે અમે સંસારી ક્રિયાઓને અધર્મ-પાપક્રિયા કહીએ છીએ; જ્યારે ધર્માનુષ્ઠાનમાં કુદરતી શુભભાવ જગાડવાની તાકાત છે. આ વ્યાખ્યા જૈનધર્મે કોઈ ચોક્કસ વ્યક્તિ કે ચોક્કસ સંપ્રદાયને સામે રાખીને કરી નથી, આ universal (સર્વવ્યાપી) વાત છે. ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે અનુષ્ઠાન ધર્મ છે કે અધર્મ છે તેનું મૂલ્યાંકન કરવાનો આ માપદંડ છે. માત્ર શુભભાવ પ્રેરક કે અશુભભાવ પ્રેરક તે જ ક્રિયામાં નક્કી કરવાનું છે.
સભા : કોઈ પાડોશીના બાળકને પણ મમતાથી ઉછેરે તો ?
સાહેબજીઃ જો બાળક પ્રત્યે સુંદરતા આદિના કારણે વહાલ જાગ્યું હોય, છતાં ભવિષ્યમાં મને ઉપયોગી થશે, મારો બનશે, તેવી સંભાવના ન હોય તો ઉછેરમાં ભોગ આપવાનો આવશે, જે માટે ઉદારતાનો પરિણામ જરૂરી છે; પરંતુ મને ઉપયોગી પણ થશે જ તેવી આશા હોય, અને પુણ્યશાળી પાડોશીના દીકરાને મમતાથી ઉછેરો, તો ત્યાં પણ પાપ બંધાય; પણ તે ક્યારેક બનતી ઘટના છે. સામાન્ય રીતે સંબંધ વિના પારકા માટે ભોગ આપવા પરોપકારનો ભાવ જોઈએ, તેથી તેને શુભક્રિયા કહેવાય છે. આ જ દલીલથી તમારા દીકરાને જમાડો તે પાપક્રિયા છે, અને સાધર્મિકને જમાડો તો તે ધર્મક્રિયા છે.
સભા : પોતાના છોકરાનું પાલન કરે તે અધર્મ છે, તો તેમાં ઘર્મને જોડવો હોય તો શું કરવું ?
સાહેબજી : હા, તે કેમ જોડવો તે ભગવાને બતાવ્યું છે. સંતાન પ્રત્યે પણ મમતા, સ્વાર્થવૃત્તિ સંપૂર્ણ ત્યાગીને માત્ર શુભભાવથી તેના હિત માટે ઉછેર કરે, તો તેવાને પાપ ન બંધાય, પુણ્ય જ બંધાય, તેની ના નથી; પણ તે તેની વ્યક્તિગત વિશેષતા થઈ, હકીકતમાં અનુષ્ઠાન તો પાપનું જ છે. અરે ! કોઈ બાપ એવો હોય કે દીકરાનાં લગ્ન કરીને પણ પુણ્ય બાંધે, તો તે બાપની વિશેષતા છે, એટલામાત્રથી લગ્નની ક્રિયાને ધર્માનુષ્ઠાન ન કહેવાય; કારણ કે લગ્નની ક્રિયામાં તો સ્વાભાવિક રીતે જ મોહવૃદ્ધિ કરવાનો ગુણ છે. જે જે ક્રિયાઓ ધર્માનુષ્ઠાનની વ્યાખ્યામાં આવી શકે, તેને જ શાસ્ત્ર ધર્માનુષ્ઠાન કહેવા તૈયાર છે. જેમ ખાદ્યપદાર્થોમાં મિઠાઈ વગેરે અમુક વાનગીઓ એવી હોય છે કે જે શરીરને પોષણ, શક્તિ, બળ આપે; જ્યારે અમુક કડવી વસ્તુઓ એવી હોય છે કે જે ખાવાથી શરીરના બળનો ક્ષય થાય. આ તે તે વાનગીઓના સ્વાભાવિક ગુણ થયા. તેમ ક્રિયાઓમાં પણ સ્વભાવિક ગુણકારિતા, દોષકારિતા હોય છે, જે કોઈએ પેદા કરી નથી. અનાદિકાળથી આ વિશ્વમાં ક્રિયાઓના ગુણધર્મ ક્રિયાઓ સાથે જોડાયેલા છે. ઈશ્વરસ્થાને રહેલા તીર્થંકરો પણ ક્રિયાઓને પેદા કરતા નથી, માત્ર તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org