________________
ભાવતીર્થ - અનુષ્ઠાન
૧૪૭
નહીં કે ધર્મરક્ષા આદિના ઉત્કટ શુભભાવોથી કરાતા જીવનત્યાગની નિંદા છે. 'ઉદાયી રાજાનું ખૂન કરી અડધી રાત્રે વિનયરત્ન ભાગી ગયો ત્યારે, ધર્મની હીલના અટકાવવા મહાગીતાર્થ, જ્ઞાની આચાર્ય જાતે જ આપઘાત કરીને મૃત્યુ પામ્યા. અહીં દીનતાથી નહીં, પણ ધર્મરક્ષા માટે આપઘાત છે, જે અપવાદિક છે; જ્યારે અનશન તો અવસરે ઉત્સર્ગની આરાધના છે. અપવાદે તો વિકટ સંયોગોમાં સાવઘ કાર્યો પણ કરવાં પડે. અરે ! જીવતાં આગમાં પણ કૂદી પડવું પડે. માત્ર કાયાકષ્ટ એ ધર્માનુષ્ઠાનની શ્રેષ્ઠતાનો માપદંડ નથી :
સભા : ઉપવાસ કરીએ તો આત્મા દુઃખી ન થાય ?
સાહેબજી ઃ તમારો આત્મા સખણો ન રહે તો દુ:ખી થાય. ભગવાને કહેલો ઉપવાસ કરો તો દુઃખી ન થાય તેની બાંહેધરી છે. આ વાત પૂ. ઉપાધ્યાયજી મહારાજે બૌદ્ધોની સામે તર્કબદ્ધ દલીલો આપીને પુરવાર કરી છે. તેથી શાસ્ત્રીય ઉપવાસ દુઃખનું કારણ નથી.
ધર્માનુષ્ઠાન કે અધર્માનુષ્ઠાન કહેવાનાં માપદંડ એટલાં જ છે કે ગુણપોષક હોય એ ધર્માનુષ્ઠાન અને દોષપોષક હોય તો અધર્માનુષ્ઠાન; પરંતુ કાયાકષ્ટ વધારે તો ઊંચું ધર્માનુષ્ઠાન, અને કાયાકષ્ટ ઓછું તો નીચું ધર્માનુષ્ઠાન, તેવો કોઈ માપદંડ નથી. જો તેવો કોઈ માપદંડ १. सा रुहिरेण विलग्गा पासेणं बीयगेण निक्खमइ । छिन्नो खणेण कंठो तो तीइ अकुंठधाराए । । ३० ।। उवचियतणुत्तणाओ रन्नो रुहिरछडाहिं वियडाहिं । सित्तो देहे सूरी सहसा निद्दक्खयं पत्तो । । ३१ ।। असमंजसं नियच्छइ सव्वं तं चिंतियं तओ तेण। णूण कुसीसेण कयं कहण्णहाऽदंसणं तस्स ।। ३२ ।। कह कल्लाणकलावेक्कमूलमुस्सप्पणा जिणमयस्स । पगया, कह मालिण्ण अखालणिज्जं इमं पत्तं । । ३३ ।। भणियं च - " अन्नह परिचिंतिज्जइ सहरिसकं दुज्जएण हियएण । परिणमइ अन्नहच्चिय कज्जारंभो विहिवसेण" ।। ३४ । । ता किं एत्तो उचियं नूणं नियपाणचागकरणेणं । एसो धम्मकलंको दुरंतओ मे समुत्तर ।। ३५ ।। काऊणं तक्कालोचियाइं कज्जाइं धीरचित्तेणं । दिन्ना सा नियकंठम्मि कत्तिया कंकलोहस्स ।। ३६ ।। (ઉપવેશપર મહાપ્રન્ટ, શ્લો-૦૮, ટીજા) * ततो रात्रौ सुप्ते प्रतिपन्नपोषधे उदायिराजे मुनिनायके च 'कंकं' इति कंकलोहकर्त्तिका कण्ठकर्त्तनाय राज्ञो गले दत्ता । निर्गतश्चासौ ततः स्थानात् । गुरुणापि लब्धवृत्तान्तेन भवः सुदीर्घो नूनं मे प्रवचनोड्डाहाद् भविष्यतीति विचिन्त्य विहिततत्कालोचितकृत्येन सैव कंकलोहकर्त्तिका निजकण्ठे नियोजिता । प्राप्तौ च द्वावपि देवलोकम् ।
(ઉપવેશપત્ મહાપ્રન્થ, શ્નો-૪૧૪, ટીવા) २. सदुपायप्रवृत्ताना-मुपेयमधुरत्वतः । ज्ञानिनां नित्यमानन्द - वृद्धिरेव तपस्विनाम् ।।४।। इत्थं च दुःखरूपत्वात्, तपो व्यर्थमितीच्छताम्। बौद्धानां निहता बुद्धि - बौद्धानन्दाऽपरिक्षयात् ।। ५ ।। यत्र ब्रह्म जिनाच च, कषायाणां तथा हतिः । सानुबन्धा जिनाज्ञा च, तत्तपः शुद्धमिष्यते ।।६।।
(જ્ઞાનસાર, ગષ્ટ-૩૧, મૂળ) ૩. કોઈ કહે લોચાદિક કષ્ટ, મારગ ભિક્ષાવૃત્તિ; તે મિથ્યા નવિ મારગ હોવે, જનમનની અનુવૃત્તિ રે. જિનજી ! ૧૫ જો કષ્ટે મુનિમારગ પાવે, બલદ થાએ તો સારો; ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢપ્રહારો રે. જિનજી ! ૧૬
(સિદ્ધાંતવિચાર રહસ્યગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org