________________
૧૪૪
ભાવતીર્થ-અનુષ્ઠાન મારીએ તો હિંસા કહેવાય, તેમ પોતાના જીવને મારીએ તે પણ હિંસા કહેવાય. જો માત્ર કાયાકષ્ટ જ ધર્મરૂપ હોય તો આપઘાત કરનાર પ્રાણત્યાગ સુધીનું કાયાકષ્ટ ભોગવે છે, પરંતુ આપઘાતથી કોઈ ધર્મ થતો નથી. ઊલટું અશુભ ભાવથી કરેલા આપઘાતને દુર્ગતિના જોખમવાળો કહ્યો છે. ટૂંકમાં, ખાલી સમજણ વિના ગમે તેમ જંગલીની જેમ દુઃખ વેઠવાથી સાચો ધર્મ કે ધર્માનુષ્ઠાન થતું નથી, તેવી ક્રિયાઓ જૈનધર્મમાં ઉપદેશેલી જ નથી. જૈનધર્મ તો શુભ પરિણામ અને આત્માના ગુણોનો વિકાસ થાય તેવી ક્રિયાઓને જ ધર્મ તરીકે પસંદ કરશે. અનશન આપઘાત નથી, જિનાજ્ઞા મુજબ અનશન લાખો ગુણપોષક ધર્માનુષ્ઠાન છે ?
સભા : સંથારો કરે છે તેમાં આત્માને દુઃખ કે આપઘાત નથી ?
સાહેબજીઃ ના, તે ધર્માનુષ્ઠાન છે, આપઘાત નથી. અનશન અને આપઘાત વચ્ચે જમીનઆસમાનનો તફાવત છે. 'જિનાજ્ઞા મુજબનું અનશન શ્રેષ્ઠ અનુષ્ઠાન છે, મહા નિર્જરાનું કારણ છે. આપઘાત અને અનશનના ઉદ્દેશો જ જુદા છે. દુઃખથી ડરેલ, જીવન પ્રત્યે હતાશ થયેલ, નિઃસાત્ત્વિક માણસ આપઘાતનો વિચાર કરે છે. વળી આપઘાતની પ્રક્રિયા પણ મોટે ભાગે હિંસક હોય છે, જેમાં બીજા જીવોનો પણ કચ્ચરઘાણ નીકળવાની સંભાવના છે. દા. ત. આગ લગાડીને બળી મર્યા, અથવા ઉપરથી ભૂસકો મારી નીચે પડ્યા. તેમાં કોઈ હડફેટમાં આવી જાય તો પંચેન્દ્રિયની પણ હિંસા શક્ય છે, જ્યારે અનશનમાં કોઈને બિનજરૂરી ત્રાસ ન થાય તે રીતે સમાધિપૂર્વક સ્વેચ્છાએ દેહત્યાગ કરવાનો હોય છે. આ કાળમાં સત્ત્વ ઓછું હોવાથી અનશન કરવાની ના પાડી છે, પણ પૂર્વમાં મહાપુરુષોએ અનશન કર્યાના દાખલા છે. શાસ્ત્રમાં તેને આપઘાત નથી કહ્યો, પરંતુ મહાન ધર્માનુષ્ઠાન કહ્યું છે. અનશનને કર્મનિર્જરાની ક્રિયા કહી, જ્યારે આપઘાતને પાપની ક્રિયા કહી; કારણ કે અનશન ગુણપોષક છે, જ્યારે આપઘાત દોષપોષક છે. સાધકે જ્યાં સુધી દેહ સાધના માટે ઉપયોગી હોય ત્યાં સુધી મન-વચન-કાયાની શક્તિનો ઉપયોગ કરીને આરાધનાના અસંખ્ય યોગો સાધવાના છે; પણ જ્યારે દેહ સાધના માટે નકામો બને અથવા આકસ્મિક મોત આવી ચડે ત્યારે અનશન કરવાની વિધિ છે. આવા સંયોગોમાં મૃત્યુ તો વહેલું મોડું નિશ્ચિત જ છે, તો ગમે તેમ કરવા કરતાં સ્વેચ્છાએ સમાધિના શુભ પરિણામપૂર્વક દેહનો ત્યાગ કરવો એ ધર્મ છે. જ્યારે મોત નક્કી હોય કે દેહ નિરુપયોગી બન્યો હોય ત્યારે સાધકે અનશન કરવાની આજ્ઞા છે. અનશનમાં વાસ્તવિક રીતે જીવતે જીવતાં દેહનો ત્યાગ છે. જેમ તમારે ઘરમાં પણ સામાયિક કરવું હોય તો ઘરને વોસિરાવીને સામાયિક કરવાનું છે, તેમ દેહમાં રહેવા છતાં અનશનમાં દેહને વોસિરાવી દેવાનો છે. તેથી દેહ છતાં १. इक्कं पंडियमरणं, छिंदइ जाई सयाइं बहुआई। इक्कंपि बालमरणं, कुणइ अणंताई दुक्खाई।।४८८।। धीरेणवि मरियव्वं, काउरिसेण वि अवस्स मरियव्वं । ता निच्छियंमि मरणे, वरं खु धीरत्तणे मरिउं।।४८९।। पाउवगमण-इंगिणि, भत्तपरिन्नाइ विबुहमरणेण। जंति महाकप्पेसु, अहवा पावंति सिद्धिसुहं।।४९०।।
(मलधारी हेमचंद्रसूरिजी विरचित पुष्पमाला प्रकरण)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org