________________
૧૫
ભાવતીર્થ-અનુષ્ઠાન શ્રાવકનાં બધાં અનુષ્ઠાનોમાં ઓછેવત્તે અંશે અવિરતિ તો જોડાયેલી જ છે. તેથી જ શ્રાવકને શાસ્ત્રમાં વિરતાવિરત કહ્યો છે. સંસારમાં અનેક રીતનાં પાપનાં connection (જોડાણ) ચાલુ જ છે. તમે માનો છો કે બીજા પાસે કરાવીએ તો આપણને પાપ ન લાગે. હકીકતમાં આગળપાછળની બધી વ્યવસ્થા ગોઠવીને સામાયિક-પૌષધમાં આવો છો. તમારી જાણકારીપૂર્વક, તમારા માટે જ પાપ થતું હોય, વળી તમે તેનો ભોગ-ઉપભોગ પણ કરો, છતાં પાપ ન લાગે, તેવું જૈનધર્મમાં નથી. બીજાના ખભા પર પાપ ચડે અને પોતે છૂટી જાય, તેવી અન્યાયી વ્યવસ્થા મંજૂર નથી. અહીં તો પાપ કરે, કરાવે કે અનુમતિ આપે, સીધી કે આડકતરી રીતે, મનથીવચનથી કે કાયાથી, તેને contribution પ્રમાણે પાપ લાગે, તેમ જૈનશાસન કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org