________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૫૫
તીર્થંકરનું શાસન એવું નહોતું કે જેમાં સમિતિ-ગુપ્તિની શ્રદ્ધા, સમજણ અને આચરણ ન હોય. ભવિષ્યમાં પણ એવું કોઈ શાસન નહિ હોય કે જેમાં સમિતિ-ગુપ્તિ નહિ હોય. તીર્થંકરનું શાસન સ્થપાય તે ક્ષણથી જ આ સમિતિ-ગુપ્તિનું અનુષ્ઠાન ચાલુ થાય, જે શાસન ટકે ત્યાં સુધી ચાલુ રહે. આ સમિતિ-ગુપ્તિનું સમ્યગ્ આચરણ હશે ત્યાં સુધી શાસન રહેવાનું છે, ટકવાનું છે અને આગળ-આગળ વહેવાનું છે. સમિતિ-ગુપ્તિનું સાંગોપાંગ આચરણ નહિ હોય અને બીજા ધર્માનુષ્ઠાનો રહ્યાં, તોપણ શાસ્ત્ર કહેશે કે શાસનનો વિલોપ થઈ ગયો. શ્રાવકના સમગ્ર આચારને શાસ્ત્રમાં સાધુપણાની training કહ્યો છે. તેનું લક્ષ્ય તો સમિતિ-ગુપ્તિના સાંગોપાંગ પાલનરૂપ સાધ્વાચાર છે. તમારે લક્ષ્ય જોઈતું નથી તો trainingનું કેટલું મૂલ્ય ?
સભા : પૌષધમાં અષ્ટપ્રવચનમાતા શ્રાવક પણ પાળે છે ને ?
સાહેબજી : હા, પણ તે આંશિક છે; કેમ કે ત્યાં પણ અનુમતિરૂપે પાપ તો ચાલુ જ છે. સભા : જરૂરી વસ્તુ જયણાપૂર્વક યાચના કરીને લઈએ તોપણ ?
સાહેબજી હા, તમારા માટે રાંધેલું એક ભાણે બેસીને જમો જ છો. વળી તમે અહીં પૌષધમાં હો અને તમારો દીકરો ઘ૨માં કાલ માટે શાક લાવીને મૂકે, જે તમે કાલે ખાશો. અથવા પૌષધના સમયમાં તમારી શ્રાવિકાએ ઘરમાં તમારા માટે મિઠાઈ આદિ બનાવેલી વાનગી પૌષધ પાર્યા પછી બીજે દિવસે તમે વાપરશો. પૌષધના સમયમાં વ્યવસાયમાં કરાયેલો નફો કે મૂડીનું વ્યાજ પૌષધમાંથી ઊઠ્યા પછી વાપરવાના. તેથી અનુમતિરૂપે પાપનું connection (જોડાણ) તો સ્વીકારવું જ પડે.
સભા : પૌષધમાં મૃત્યુ થાય તો ?
સાહેબજી : તોપણ શાસ્ત્ર કહે છે કે સંપૂર્ણ વિરતિ નથી, સાથે અમુક પ્રકારની અવિરતિ છે જ. આનંદશ્રાવક, કામદેવશ્રાવક, પુણિયોશ્રાવક હોય તોપણ શાસ્ત્ર કહે છે, તેને અનુમતિરૂપે દુનિયાનાં પાપ લાગી રહ્યાં છે.
સભા ઃ અગિયારમી પ્રતિમા માટે ?
સાહેબજી : તે તો શ્રમણતુલ્ય છે, તેમાં અનુમતિનો પણ ત્યાગ છે, છતાં આજીવન ત્યાગનો સંકલ્પ નથી. છ મહિને પ્રતિમા પાર્યા પછી સંસારમાં જવાની શક્યતા-તૈયારી રહેલી છે.
૧. વિશેષતો ગૃહસ્થસ્ય, ધર્મ હતો બિનોત્તમૈ:। પુર્વ સદ્ભાવનાસાર્:, પરં ચારિત્રાણમ્||૧૬|| તિા पदंपदेन मेधावी, यथारोहति पर्वतम् । सम्यक् तथैव नियमाद्धीरश्चारित्रपर्वतम् ।।१७।। स्तोकान् गुणान् समाराध्य, बहूनामपि जायते । यस्मादाराधनायोग्यस्तस्मादादावयं मतः । । १८ ।। इति । ।
(ધર્મવિન્તુ, અધ્યાય-રૂ મૂર્ત)
(નોંધ :- પ્રસ્તુત સંદર્ભમાં આ શ્લોકોની ટીકા પણ ઉપયોગી છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org