________________
૧૫૩
ભાવતીર્થ-અનુષ્ઠાન અગ્નિનો આરંભ શુભભાવનું સાધન બને તો જ આંશિક ધર્માનુષ્ઠાન :
કમઠ તાપસે ધર્મબુદ્ધિએ અગ્નિની ધૂણી ધખાવી, જેને પાર્શ્વકુમાર અધર્મ કહે છે. ગમે તેવો શ્રેષ્ઠ મુમુક્ષુ હોય તેને તપ-જપ-ધ્યાન આદિથી ગુણોનો વિકાસ શક્ય છે, પરંતુ આવો અગ્નિ પ્રગટાવવાથી કોઈ ગુણોનો વિકાસ થતો નથી. ઊલટું અવિરતિ-અજયણા-હિંસા વગેરે પાપો પોષાય છે. લાકડામાં ઝીણા-ઝીણા અનેક જીવો હોય. અરે ! નાગ જેવો મોટો નાગ આવી ગયો; તેથી જ પ્રભુ તેને અજ્ઞાનકષ્ટ કહે છે, જેમાં કોઈ ગુણવૃદ્ધિ નથી. પૂજાની ઢાળમાં પણ આવે છે કે “વનવાસી પશુ-પંખિયા ..” અજ્ઞાન કષ્ટ તો પશુ-પંખી પણ સહન કરે છે, તેથી તે ધર્મ નથી બનતો. જ્યારે તમે આરતીમાં દીવો પ્રગટાવો તો શુભ પરિણામ કે ગુણનો વિકાસ નથી થતો તેમ નહીં કહી શકાય; કારણ કે આરતી વખતે માત્ર કષ્ટ સહન કે હિંસા કરવાની ભાવના નથી, પણ પ્રભુ પરનો ભક્તિનો ભાવ છે, પ્રભુના જ્ઞાનગુણનું બહુમાન છે. “અમે અજ્ઞાનના અંધકારમાં બેઠા છીએ, અમારે અંતરમાં ભાવપ્રકાશની જરૂર છે, આપ જ્ઞાનરૂપી પ્રકાશના પૂંજ છો, તો અમને પણ આ દ્રવ્યપ્રકાશના પ્રતીકને અર્પણ કરવાની ક્રિયાથી ભાવપ્રકાશ આપો.” આ ભાવથી આરતી ઉતારવાની છે. વીરપ્રભુ જ્યારે નિર્વાણ પામ્યા ત્યારે પાવાપુરીના સમવસરણમાં ૧૮ મલ્લવી અને લિચ્છવી રાજાઓ હતા, તેઓ ઉત્તમ શ્રાવકો હતા. તેમને થયું કે ભાવઉદ્યોત ગયો, તેની સ્મૃતિમાં પ્રતીકરૂપે દ્રવ્યઉદ્યોત કરો. તેથી તેમણે વીરનિર્વાણ નિમિત્તે દીવા પ્રગટાવ્યા. આ ક્રિયામાં કોઈ અશુભભાવ નથી. જો દોષપોષકતા હોય તો અનુષ્ઠાનને ખોટું કહેવું પડે; પરંતુ રાજાઓના મનમાં કોઈ દોષ કે અશુભભાવ નથી. શ્રાવક શુભભાવથી જયણાપૂર્વક ભક્તિમાં દીવા પ્રગટાવી શકે, છતાં શાસ્ત્ર તેને આંશિક ધર્માનુષ્ઠાન કહ્યું, પણ સંપૂર્ણ ધર્માનુષ્ઠાન નથી કહ્યું, અધર્મમાં રહેલાએ જ કરવાનું છે. આ પારદર્શી analysis (વિશ્લેષણ) છે, કોઈ ઘાલમેલની વાત જ નથી.
૧. કમઠ કહે સુણ રાજવી, તુમે અશ્વ ખેલાઓ; યોગીકે ઘર હૈ બડે, મતકો બતલાઓllel તેરા ગુરૂ કોન હૈ બડા, જિને યોગ ધરાયા; નહિ ઓળખાયા ધર્મકું, તનુ કષ્ટ બતાયll૧ ll હમગુરુ ધર્મ પિછાનતે, નહિ કવડી પાસે; ભૂલ ગયે દુનિયા દિશા, રહેતે વનવાસી/૧૧|| વનવાસી પશુ પંખીયા, એસે તુમ યોગી, યોગી નહી પણ ભોગીયા, સંસાર કે સંગીll૧૨ા સંસાર બૂરા છોરકે, સુણ હો લઘુ રાજા; યોગી જંગલ સેવતે લેઇ ધર્મ અવાજાll૧૩ી દયા ધર્મકો મૂલ હૈ, ક્યા કાન ફુકાયા; જીવદયા નહૂ જાનત, તપ ફોગટ માયll૧૪ll બાત દયાકી દાખિયે, ભૂલચૂક હમારા; બેર બેર ક્યાં બોલણા, ઐસા ડાકડમાલાllઉપા
. (પં. શ્રી વીરવિજયજી વિરચિત પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ઢાળ-૫) २. नवमल्लकिज्ञातीया, लेच्छकिज्ञातयो नव। दशाष्टौ गणराजानः, काशीकोशलभूभृतः ।।३६८ ।। अमावास्यादिने कृत्वा, ह्यपवासं सपौषध। भावोद्योते गते द्रव्यो-द्योतदीपानिशिव्यधुः ।।३६९।।
(નિનસુંદરસૂરિ વિરચિત રીપાવત્નીત્વ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org