________________
૧૫૪
ભાવતીર્થ-અનુષ્ઠાન
યજ્ઞમાં પશુ હોમવા એ અધર્માનુષ્ઠાન છે, પ્રભુની પુષ્પપૂજા એ ધર્માનુષ્ઠાન છે :
વૈદિક ધર્મમાં ભૌતિક કામનાની પૂર્તિ માટે યજ્ઞયાગનો ઉપદેશ છે; તેમાં પણ અમુક યજ્ઞોમાં તો પશુઓને હોમવારૂપ હિંસાના વિધાનો છે, જેને જૈનાચાર્યોએ અધર્માનુષ્ઠાન કહીને વખોડ્યું છે. આની તુલના ફૂલપૂજા સાથે કરીને ઘણા કહે છે કે પશુ હોમે તો નિંદા કરો છો અને ફૂલોને હિંસા કરી હોમે તો ધર્મ કહો છો. તે કઈ રીતે? આના જવાબમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે પશુ હોમવાથી ગુણની વૃદ્ધિ નહીં થાય, પણ દોષોનું પોષણ થશે. જ્યારે શ્રાવક વનસ્પતિના આરંભ-સમારંભમાં બેઠેલો જ છે. તેને ફૂલપૂજાથી ગુણની પુષ્ટિ અવશ્ય થશે; કેમ કે ફૂલ ચડાવતી વખતે નવો કોઈ કઠોરતાનો ભાવ નથી. ગૃહસ્થજીવન સીધી પશુહત્યા કર્યા વગર જીવી શકાય તેમ છે. તેથી પશુ હોમવામાં નવી કઠોરતા જરૂરી છે. જ્યારે ગૃહસ્થને વનસ્પતિની હિંસા કર્યા વિના જીવી શકાય તેમ નથી. એટલે ફૂલ ચડાવતી વખતે નવી કઠોરતા ભળતી નથી, નવું પાપ કરવાનું નથી. વળી ક્રિયા એવી છે કે શુભભાવની વૃદ્ધિ થવાની છે, તો તેને ધર્માનુષ્ઠાન કેમ ન કહેવું ? જૈનધર્મે મારા-તારાનો ભેદ રાખ્યા વગર વિશ્લેષણ કર્યું છે. સાંસારિક કામનાથી યજ્ઞમાં પશુ હોમવાને કોઈ ગુણપોષક બતાવી શકે તો તેને પણ ધર્માનુષ્ઠાન માની શકાય, પરંતુ ગુણ તો બતાવવો જ પડે. સંપૂર્ણ ગુણપોષક અને આંશિક પણ દોષ ન હોય તેવું અનુષ્ઠાન એટલે સમિતિ-ગુપ્તિ
સ્વાભાવિક રીતે દોષપોષક ક્રિયાને અધર્માનુષ્ઠાન કહેવાય, તેમ થોડા ગુણને પોષે તેવી ક્રિયાને આંશિક ધર્માનુષ્ઠાન કહેવાય. તો સંપૂર્ણ ગુણપોષક ક્રિયા કેવી હોય ? તો તેના ઉત્તરમાં સમિતિ-ગુપ્તિ યુક્ત અનુષ્ઠાન એ સંપૂર્ણ ગુણપોષક ધર્માનુષ્ઠાન છે. તીર્થકરોએ દર્શાવેલું પૂર્ણ ધર્માનુષ્ઠાન તે સમિતિ-ગુપ્તિનું આચરણ જ છે. જૈન પરિભાષામાં તેનું બીજું નામ અષ્ટપ્રવચનમાતા છે. આ અનુષ્ઠાન એવું છે કે જેમાં સંપૂર્ણ ગુણપોષકતા સમાયેલી છે, અને આંશિક પણ દોષપોષકતા નથી. પ્રવચનમાતા એટલે ધર્મતીર્થની મા છે, ધર્મતીર્થના પ્રાણ છે. ચારિત્રરૂપ ભાવતીર્થના પ્રાણ તે ચારિત્રની માતા સમિતિ-ગુપ્તિને કહી છે. આ સૃષ્ટિમાં સંપૂર્ણ નિર્દોષ જીવન, સંપૂર્ણ નિર્દોષ આચરણ આ અષ્ટપ્રવચનમાતામાં સમાયેલ છે. ગમે તે કાળે, ગમે તે ક્ષેત્રમાં, ગમે તે મનુષ્યને જો પોતાના વર્તનમાં સંપૂર્ણ નિર્દોષ ક્રિયા પેદા કરવી હોય, નિર્દોષ ભાવવાળું જીવન બનાવવું હોય, તો આ જગતમાં એક જ સાધન છે - સમિતિ-ગુપ્તિ. કોઈ
१. अष्टौ प्रवचनस्य मातर ईर्यासमित्याद्याश्चारित्रात्मनः प्रसूतिहेतुत्वेन हितकारित्वेन च, मातर इव-जनन्य इव,
(ષોડશ-૨, શ્નો-૮, ૩. યશોવિનયની ટી) * આઠે પ્રવચન માવડી રે લાલ, પાલી લહ્યા વરના સુવ ભ0. ૧૩.
(જ્ઞાનવિમલસૂરિજી કૃત પ્રાતિહાર્ય સ્તવન)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org