________________
ભાવતીર્થ – અનુષ્ઠાન
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમયવિસામાં, સામળ નિબાનું મનિબાનું ||૧||
(सन्मतितर्क प्रकरण० श्लोक-१)
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
પૂર્ણ સમિતિ-ગુપ્તિનું આચરણ એ જ ભાવતીર્થ :
કેવું ધર્માનુષ્ઠાન ભાવતીર્થ બને ? ૧જે આચરણ સંપૂર્ણ નિર્દોષ હોય, જેમાં સર્વ જીવો પ્રત્યે ન્યાયી વર્તન સમાયેલું હોય, તેવા પરિપૂર્ણ આચરણને જ ભાવતીર્થ કહી શકાય; કારણ કે સંસારના પરિભ્રમણની આધારશિલા અન્યાય છે. અન્ય જીવો પ્રત્યેના અન્યાયી વર્તનથી પાપકર્મ બાંધી જીવ સંસારમાં ભટકે છે. એ સંસારથી પાર ઉતારનાર પ્રવહણ નાવ સમાન ધર્માનુષ્ઠાન સમિતિ-ગુપ્તિ જ છે; કારણ કે તેમાં જ સર્વ જીવો પ્રત્યે ન્યાયી વર્તન, ઉચિત વર્તન સમાયેલું છે. માટે જ તે સાચા અર્થમાં ભાવતીર્થ છે. શ્રાવકધર્મમાં પૂર્ણ ધર્માનુષ્ઠાન છે જ નહીં. પૂર્ણ ધર્માનુષ્ઠાન કરવા માટે ગૃહસ્થજીવન જ બાધક છે. ગૃહસ્થજીવનનો ઢાંચો જ એવો છે કે અધર્મને સંપૂર્ણપણે છોડી શકાતો નથી. જે સંપૂર્ણ અધર્મને છોડી ન શકે તે પૂર્ણપણે ધર્મને સ્વીકારી ન શકે. આ જગતમાં ધર્મ અને અધર્મનો શાશ્વત વિરોધ છે. જેને ધર્મ અપનાવવો હોય તેણે અધર્મનો ત્યાગ કરવો પડે. થોડો અધર્મનો ત્યાગ કરો તો થોડા ધર્મમાં પ્રવેશ પામો, વધારે અધર્મનો ત્યાગ કરો તો વધારે ધર્મ પાળી શકો. જો સંપૂર્ણ અધર્મનો ત્યાગ કરો તો સંપૂર્ણ ધર્મનો સ્વીકાર શક્ય બને; પરંતુ ધર્મ અને અધર્મ બંને આત્મામાં એક સમયે પૂર્ણ માત્રામાં ન રહી શકે. જેમ રોગ થોડા પ્રમાણમાં જાય તો થોડું આરોગ્ય આવે, અને સંપૂર્ણ જાય તો પૂર્ણ આરોગ્ય આવે; પરંતુ રોગ અને પૂર્ણ આરોગ્ય સાથે ન રહે; કેમ કે પરસ્પર વિરોધી છે. તેમ ધર્મ-અધર્મ પણ પરસ્પર વિરોધી છે.
Jain Education International
૧૫૭
१. 'तिविहं तिविहेणं'ति अयमत्र भावार्थ:-त्रिविधं त्रिविधेनेत्यनेन सर्वसावद्ययोगप्रत्याख्यानादर्थतः सप्तविंशतिभेदानाह-ते चैवं भवन्ति-इह सावद्ययोगः प्रसिद्ध एवं हिंसादिः, तं स्वयं सर्वं न करोति न कारयति कुर्वन्तमप्यन्यं न समनुजानाति, एकैकं करणत्रिकेन मनसा वाचा कायेनेति नव भेदाः, अतीतानागतवर्तमानकालत्रयसम्बद्धाश्च सप्तविंशतिरिति, इदं च प्रत्याख्याने भेदजालं 'समिइगुत्तीहिं 'ति समितिगुप्तिषु सतीषु भवति, समितिगुप्तिभिर्वा निष्पद्यते, तत्रेर्यासमितिप्रमुखाः प्रवीचाररूपाः समितयः पञ्च गुप्तयश्च प्रवीचाराप्रवीचाररूपा मनोगुप्त्याद्यास्तिस्र इति, उक्तं च- 'समिओ नियमा गुत्तो गुत्तो समियत्तणंमि भइयव्वो । कुसलवइमुदीरंतो जं वइगुत्तोऽवि समिओऽवि । । १ । । अन्ये तु व्याचक्षते - किलैता अष्टौ प्रवचनमातरः सामायिकसूत्रसङ्ग्रहः, तत्र 'करेमि भंते! सामाइयंति पंच समिईओ गहिआओ, 'सव्वं सावज्जं जोगं पच्चक्खामि'त्ति तिण्णि गुत्तीओ गहियाओ, एत्थ समिईओ पवत्तणे निग्गहे य गुत्तीओत्ति, एयाओ अट्ठ पवयणमायाओ जाहिं सामाइयं चोद्दसय पुव्वाणि मायाणि, माउगाओत्ति मूलं भणियंति होइ ।।
(આવશ્યનિર્યુક્તિ વં માન્ય ભાગ-૨, શ્ર્લો-૨૦૪૬, ટીવા)
For Personal & Private Use Only
www.jainelibrary.org