________________
૧૫૨
ભાવતીર્થ અનુષ્ઠાન શકે. પૂર્ણ ધર્માનુષ્ઠાનની શાસ્ત્રમાં સંક્ષેપમાં ઓળખ એ જ આપી કે સમગ્રતાથી સમિતિગુપ્તિવાળું અનુષ્ઠાન તે જ પૂર્ણ ધર્માનુષ્ઠાન છે. તેથી જ સમિતિ-ગુપ્તિને પ્રવચનમાતા કહી. પ્રવચન એટલે ભાવતીર્થ. જેમ મા બાળકને જન્મ આપનારી જન્મદાત્રી કહેવાય, બાળકનું લાલન-પાલન પણ માતાથી જ શ્રેષ્ઠ થાય; તેમ ચારિત્રધર્મરૂપ ભાવતીર્થની પ્રસૂતિનો હેતુ આ પ્રવચનમાતા છે. તેનું પરિપૂર્ણ આચરણ તે જ પૂર્ણધર્મ છે. તેવો ધર્મ જૈનશાસનને છોડીને બીજે ક્યાંય નથી. એટલે બીજા ધર્મોનાં અનુષ્ઠાનો મુમુક્ષુને કદાચ આંશિક ધર્મ બની શકે, પણ ભવચક્રનો અંત કરવાની તાકાત તો આ જૈનશાસનના અનુષ્ઠાનમાં જ છે; કેમ કે બીજે સંપૂર્ણ ધર્મમય બને તેવું અનુષ્ઠાન જ નથી. જે ધર્માનુષ્ઠાનો છે તે પણ અધૂરાં છે. કદાચ લાયકને મોક્ષમાર્ગમાં ચડાવે, પણ સર્વ કર્મના ઉચ્છેદરૂપ ભવચક્રનો પાર નહીં પમાડે. પાર પમાડવાની શક્તિ તો તીર્થકર કથિત ધર્માનુષ્ઠાનમાં જ છે.
સભા : અન્ય લિગે મોક્ષે જાય છે, તો ત્યાં પૂર્ણ ધર્માનુષ્ઠાન કેમ નથી ? ..
સાહેબજી : તે તો નિસર્ગથી અન્યલિંગમાં રહેલો મોક્ષ પામે છે, અધિગમથી નહિ. તેના વિકાસમાં અન્યલિંગનું અનુષ્ઠાન કારણ નથી કહ્યું, પરંતુ આંતરિક ક્ષયોપશમથી પ્રગટેલ શુદ્ધ સમતાનો ભાવ જ કારણ કહ્યો છે. તેવા નૈસર્ગિક સમતાના ભાવથી તો જંગલનો આદિવાસી પણ મોક્ષ પામી શકે છે. આર્યધર્મોમાં ઉપદેશેલાં ધર્માનુષ્ઠાનોનો મહિમા તો એટલો જ છે કે તે મુમુક્ષુને મોક્ષમાર્ગમાં ચડાવી શકે, પરંતુ છેક મોક્ષ સુધી પહોંચાડવાની તાકાત તે અનુષ્ઠાનમાં છે જ નહીં. અરે ! સમકિત પમાડવાની પણ ક્ષમતા નથી. અગાધ સમુદ્રની મધ્યમાંથી કાંઠે પહોંચવા સાધન તો મજબૂત જોઈએ. માઈલોના માઈલો પાણીનો પ્રવાહ કાપી શકે, પ્રચંડ મોજાં કે વમળોને પણ વધી શકે તેવું સાધન જોઈએ, તો જ પાર પમાય. ગમે તેવો તરવૈયો પણ મહાસમુદ્રમાં બે હાથથી તરવાનો પ્રયત્ન કરશે તો અધવચ્ચે લોથપોથ થઈ મરી જશે. તેથી સાધન જોઈએ, પણ ભાંગ્યું-તૂટ્યું સાધન લઈને આખો દરિયો પાર કરવો અશક્ય છે. તેમ અન્યધર્મમાં જે ધર્માનુષ્ઠાન છે, તેમાં અવિરતિ-અજયણા આદિની ત્રુટિઓ છે. તેથી ત્યાં તપત્યાગ-સંયમમય અનુષ્ઠાનો પણ ભાંગ્યા-તૂટ્યાં છે. તેમનામાં ઠેઠ કાંઠે પહોંચવાડવાની શક્તિ નથી. દરિયો તરવો હોય તો કાણાંવાળી નાવ ન ચાલે, અખંડ નાવ જોઈએ.
૧. “જૈનની ક્રિયાઇ અપુનબંધક હુઇ, પણિ અન્યદર્શનની ક્રિયાઇ ન હુઇ જ' એવું જિ કહઇ છઇ, તે ન માનવું, જે માટ6 સમ્યગ્દષ્ટિ સ્વશાસ્ત્રની જ ક્રિયાઇ હુઇ, અનઇ અપુનબંધ (ક) અનેક બૌદ્ધાદિક શાસ્ત્રની ક્રિયાઇ અનેક પ્રકારનો હુઇ એહવું યોગબિંદુ પ્રમુખ ગ્રંથરું કહિઉં છઠારા
(૧૦૮ બોલ સંગ્રહ) २. परः सहस्राः शरदस्तपांसि, युगान्तरं योगमुपासतां वा। तथापि ते मार्गमनापतन्तो, न मोक्ष्यमाणा अपि यान्ति મોક્ષ ૨૪T
(प. पू. हेमचंद्राचार्य विरचित अयोगव्यवच्छेदद्वात्रिंशिका मूल)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org