________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૫૧ શસ્ત્રને તું ધર્મબુદ્ધિએ ગોઠવીને બેઠો છે. વળી આ હોળીમાં શુભભાવ પેદા થાય તેવો કોઈ scope નથી.
જેમ તમારા ઘરમાં ચૂલો સળગાવો તો તે ક્રિયાથી કોઈ શુભભાવ થતો નથી; પરંતુ સાધર્મિકની ભક્તિ માટે ચૂલો સળગાવશો તે વખતે શુભભાવ સ્વાભાવિક આવશે. તમે બંગલો બંધાવો તો તે ક્રિયા મમતા આદિની સ્વાભાવિક વૃદ્ધિ કરનાર હોવાથી અધર્માનુષ્ઠાન છે; પરંતુ ઉપાશ્રય બંધાવવાની ક્રિયા સ્વાભાવિક રીતે મમતાને તોડનાર હોવાથી શુભભાવ દ્વારા ધર્માનુષ્ઠાન બનશે.
સભા : માનપાન માટે ઉપાશ્રય બંધાવે તો ?
સાહેબજી : તે તો વાંકો કહેવાય. ઉપાશ્રય બંધાવવા ખરેખર ધન આદિની મમતાના ત્યાગની અને આરાધના કરવા-કરાવવાના શુભભાવની જરૂર છે, છતાં કોઈ વ્યક્તિવિશેષ તેને મચડીને અશુભભાવનું કારણ બનાવે તો તે તેની વક્રતા કહેવાય. મંદિરમાં જવા માટે શુભભાવની જરૂર છે, તેથી મંદિરમાં જવાની ક્રિયા ધર્માનુષ્ઠાન છે; પરંતુ કોઈ ચોરી કરવા મંદિરમાં પેસી ગયો તો તે તેની દુષ્ટતા છે, ક્રિયા naturally તેનું કારણ નથી. જે ક્રિયામાં સ્વાભાવિક અશુભભાવની પોષકતા હોય, તેને જ અધર્મની ક્રિયા કહેવાય. વિરતાવિરત ગૃહસ્થનાં બધાં ધર્માનુષ્ઠાન આંશિક ધર્મસ્વરૂપ :
કમઠ તાપસે ધૂણી સળગાવી તે અધર્મક્રિયા છે, જ્યારે તમે સાધર્મિકભક્તિ માટે જયણાથી અગ્નિ સળગાવી રસોઈ કરો તે શુભભાવનું સાધન હોવાથી ધર્મક્રિયા છે. વળી તે સાધર્મિક ભક્તિ પણ આરંભ-સમારંભમાં રહેલા ગૃહસ્થ કરવાની છે, સાધુએ નહીં; કારણ કે ગૃહસ્થનાં તમામ ધર્માનુષ્ઠાન અવિરતિરૂપ અધર્મથી યુક્ત છે. ગૃહસ્થ ક્યારેય એક ક્ષણ માટે પણ સંપૂર્ણ ધર્મ આચરી શકતો નથી. તેના માટે એકલા ધર્મમાં રહેવું શક્ય જ નથી. તમે સંસારમાં એવાં પાપનાં જાળાં ફેલાવ્યાં છે જેમાં કરોળિયાની જેમ ફસાઈને બેઠા છો. તેથી તમે એક પણ પાપનો સંપૂર્ણ ત્યાગ કરી શકો તેમ નથી. સમિતિ-ગુપ્તિયુક્ત સાધુનું અનુષ્ઠાન તે પૂર્ણ ધર્માનુષ્ઠાન છે ?
તમારા અનુષ્ઠાનને અમે સંપૂર્ણ ધર્માનુષ્ઠાન કહેતા જ નથી. જૈનશાસનમાં સાધુના અનુષ્ઠાનને જ મોક્ષસાધક પૂર્ણ ધર્માનુષ્ઠાન કહ્યું છે. તેથી જ શ્રાવકનું અનુષ્ઠાન ટકશે તો ભાવધર્મતીર્થ ટકશે તેવું શાસ્ત્રમાં નથી લખ્યું. વાસ્તવમાં ભાવતીર્થ એ સાધુનું ધર્માનુષ્ઠાન છે. જ્યાં સુધી સર્વવિરતિરૂપ ચારિત્રના અનુષ્ઠાનનો પ્રવાહ ટકશે ત્યાં સુધી જ શાસન ટકશે; કેમ કે શ્રાવકનાં અનુષ્ઠાન તો અધૂરાં છે, આંશિક ધર્મ જ છે, તેનાથી પૂર્ણધર્મની ઓળખ પણ સંપૂર્ણ નહિ થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org