________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૪૭
સ્વીકારીએ તો પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે મુનિ કરતાં બળદ વગેરે પશુઓ ઊંચાં ધર્માત્મા બને. માત્ર કષ્ટ વેઠવાથી મુનિ મોક્ષમાર્ગમાં પ્રગતિ કરતા હોય તો મુનિ થવા કરતાં બળદ થવું જ વધારે સારું; કારણ કે અમે તો કપડાં પહેરીએ છીએ, જ્યારે પેલા બળદ તો નાગા જ ફરે છે. અમે મકાનમાં રહીએ છીએ, પેલા તો નિરાશ્રિત રહે છે. વળી સાધુ બહુ બહુ તો ખુલ્લા પગે ચાલશે, પણ ચાલતી વખતે માથા પર ભાર નથી; જ્યારે ગાડામાં જોડાયેલ બળદ તો ખુલ્લા પગે ચાલે અને ભાર પણ વહે છે. ઉપરાંત સૂર્યની પ્રખર ગરમીમાં પણ ચાલે છે. હજુ તે પણ ઓછું હોય તેમ ઉપરથી માલિકની ચાબૂકનો માર પણ સહે છે. ખરેખર જૈનધર્મમાં કાયાકષ્ટથી અનુષ્ઠાનનું મૂલ્ય નથી. સૌથી વધારે દુઃખ-કષ્ટ નારકીના જીવો વેઠે છે. કાયાકષ્ટના નિયમથી તો દુનિયામાં ઉત્કૃષ્ટ ધર્માત્માઓ સાતમી નરકમાં છે, એમ જ કહેવું પડે. હકીકતમાં આ રીતે ધર્મ થતો નથી. જૈનશાસનનું આવું ધર્મનું માળખું જ નથી. તીર્થંકરો તો પૂર્ણ જ્ઞાની હતા. જ્ઞાનીમાં તો શ્રેષ્ઠ વિવેક હોય. તે જે પણ ક્રિયા બતાવે તે તમારા આત્માના ગુણોને ધ્યાનમાં રાખીને જ બતાવે. તેમને તો ખબર જ હોય કે આ ક્રિયામાં તમારા આત્માના ગુણો પ્રગટાવવાની તાકાત છે.
સભા : અત્યારે કોઈને ઉપવાસમાં માત્ર કષ્ટ લાગતું હોય તો ?
સાહેબજી : તેમાં વ્યક્તિની ગેરસમજ કારણ છે. ઘણા ઉપસર્ગ-પરિષહને પણ કાયાકષ્ટ જ માને છે.
સભા : ઉપવાસમાં ગુણોનો વિકાસ ન થતો હોય તો ?
સાહેબજી : કોઈ એવું નહિ કહી શકે કે ઉપવાસ કરું ત્યારે મારાં વાસના-વિકારો વધે છે. ઉપવાસથી વિકાર-વાસના વધે કે શાંત થાય ? ઉપવાસ કરવાથી માનસિક આવેગો તો ઘટવાના જ છે. અરે ! ઉપવાસથી દેહશુદ્ધિ પણ થાય છે, તે આયુર્વેદ હજારો વર્ષોથી કહેતું આવ્યું છે, અને હવે આજનું medical science પણ સ્વીકારે છે. યોગ્ય રીતે કરાયેલા ઉપવાસમાં દેહશુદ્ધિ અને મનશુદ્ધિ બંને ક૨વાની તાકાત છે. ભગવાને ગમે તેમ અનુષ્ઠાનો બતાવ્યાં નથી, પરંતુ પદાર્થવિજ્ઞાન અનુસારે છે, માત્ર તમે તેનું વિધિપૂર્વક સેવન નથી કરતાં.
સભા : ઘણાને ઉપવાસના દિવસે ખાવાનું વધારે યાદ આવે છે.
સાહેબજી : ઉપવાસથી ખાવાની વાસના વધી ગઈ તેવું નથી, હકીકતમાં વાસના તો અંદર પડી જ હતી. માત્ર તે ઉશ્કેરાય તે પહેલાં ખાવાનું મળી જતું હોવાથી તેનું ભાન નહોતું. આજે નિમિત્ત મળતાં બહાર આવવાનું ચાલુ થયું. રોજ તો વાસના જાગે તે પહેલાં જ તેની પૂર્તિ કરી લો છો. એટલે અંદરમાં લાલસા કેટલી છે તેનો ખ્યાલ ઉપવાસના દિવસે આવે છે. આ તો તમને વાસનાનો ક્યાસ નહોતો તે ક્યાસ મળ્યો. ઉપવાસના દિવસે વાસના accumulate કે multiply નથી થતી ભેગી થતી નથી કે તેનો ગુણાકાર થતો નથી. માત્ર અંદર પડેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org