________________
૧૩૭
ભાવતીર્થ-અનુષ્ઠાન કહેવું પડે કે આમાં રહેલ ધ્યાન, ઉપવાસ વગેરે શુદ્ધ લક્ષ્યથી મંજૂર છે, પરંતુ આજુબાજુ આગ લગાડીને ધૂણી ધખાવવારૂપ હિંસાની પ્રવૃત્તિ, તે કાંઈ ધર્મ નથી. આ મિશ્ર અનુષ્ઠાન છે.
સભા : લક્ષ્ય મોક્ષનું છે ?
સાહેબજી : હા, કોઈ મોક્ષના લક્ષ્યથી કરે તો પણ આખું અનુષ્ઠાન શુભભાવપોષક નથી. આગ એ તો મહાશસ્ત્ર છે. પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી મહારાજાએ આચારાંગસૂત્રમાં કહ્યું છે કે આ જગતમાં અગ્નિ જેવું કોઈ શસ્ત્ર નથી. તેની ઉત્પત્તિમાં પૃથ્વીકાય આદિ છએ પ્રકારના જીવોની હિંસા છે.
સભા : આપણે ત્યાં ૧૦૮ દીવાની આરતી કરે છે ને ?
સાહેબજી : તે ભક્તિરૂપે શ્રાવક કરે છે, સાધુ નથી કરતા. શ્રાવક હિંસામાં બેઠેલ છે. જે પાપ તેના જીવનમાં routine (રોજિંદું) છે, તે પાપથી થતો ધર્મ તેના માટે કર્તવ્ય છે, અમે તેને પૂર્ણ ધર્મ નથી કહેતા. શ્રાવકના બધા આચાર, અનુષ્ઠાનરૂપ ક્રિયાઓ ધર્માધર્મરૂપ જ છે. તેથી જ શ્રાવક માટે શાસ્ત્રમાં વિરતાવિરત શબ્દ વાપર્યો છે. તમે ઇચ્છામિ પડિક્કમિઉં સૂત્ર'માં પણ બોલો છો, “ચરિત્તાચરિત્તે.' અર્થાત્ શ્રાવકના જીવનમાં ચારિત્ર અને અચારિત્ર ભેગાં જ હોય છે. પુણિયો શ્રાવક સામાયિક કરતો હોય ત્યારે પણ તે અધર્મ સાથે ધર્મમાં બેઠો છે, એમ જ કહીએ છીએ. એકલો ધર્મ સ્વીકારે તેની પાસે આરતી ઉતરાવીએ જ નહીં.
સભા ઃ તો શ્રાવકનો ધર્મ ભેળસેળિયો છે ?
સાહેબજી : ના, ભેળસેળિયો ત્યારે કહેવાય કે આપનાર ચોખ્ખો માલ કહીને છેતરપીંડીપૂર્વક આપે તો. અહીં તો ચોખી વાત જ છે કે દેશવિરતિધર્મ છે. આપતી વખતે જ અંશથી અધર્મના ત્યાગરૂપ અનુષ્ઠાન છે, તેમ કહીને સ્પષ્ટતાપૂર્વક અપાય છે. દેશવિરતિ શબ્દનો અર્થ જ દેશરૂપ અંશથી અધર્મ કે પાપનો ત્યાગ છે. ભગવાને શ્રાવકને ક્યારેય તે એકલો ધર્મ કરે છે તેવું કહ્યું નથી. સંપૂર્ણ અધર્મ છોડી શકતા નથી, તો થોડા અધર્મના ત્યાગરૂપ ધર્મ દર્શાવું છું, તે પણ નહિ સ્વીકારો તો ચોવીસે કલાક માત્ર અધર્મમાં રહીને મરી જશો. પાપથી પૂર્ણ બચાવ શક્ય ન હોય તેને માટે પણ અંશથી બચાવનો આ માર્ગ છે. આરતીમાં દીવો તો ભગવાનની ભક્તિ માટે સળગાવો છો, જ્યારે પંચાગ્નિતપમાં અગ્નિ હોળીરૂપે કોના માટે સળગાવવાનો છે ?
સભા ઃ કાયક્લેશ માટે.
સાહેબજી : માત્ર કાયક્લેશ ધર્મ હોય તો આંગળી પર ખીલી ઠોકે, ભીંત સાથે માથું १. स बेमि-संति पाणा पुढवीनिस्सिया तणणिस्सिया पत्तणिस्सिया कट्ठनिस्सिया गोमयणिस्सिया कयवर-णिस्सिया, संति संपातिमा पाणा आहच्च संपयंति, अगणिं च खलु पुट्ठा एगे संघायमावज्जंति, जे तत्थ संघायमावज्जति ते तत्थ परियावज्जति, जे तत्थ परियावज्जति ते तत्थ उद्दायंति। (सू० ३८)
(आचारांगसूत्र प्रथम श्रुतस्कंध शस्त्रपरिज्ञाअध्ययन, उद्देशक-४, सूत्र-३८, मूल)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org