________________
૧૩૬
ભાવતીર્થ-અનુષ્ઠાન જ કહેવાય. તેમાં વિરોધ કે વાંધો ઉઠાવાય જ નહીં. જેમ કે પાંચ મહાવ્રત, જેને પતંજલિ મહર્ષિએ અહિંસાયમ, સત્યયમ, અચૌર્યયમ, બ્રહ્મચર્યયમ અને અપરિગ્રહયમરૂપે વર્ણન કર્યા તો તેમાં વાંધો શું ઉઠાવાય ? જ્યાં મતભેદ નથી, ત્યાં માત્ર એ લોકોએ અનુષ્ઠાન કહ્યું, તેથી નકારાય નહીં. જે શુભક્રિયા બતાવી તેમાં શુભભાવ જગાડવાની તાકાત હોય તો તેને અધર્મઅનુષ્ઠાન ન જ કહેવાય. જે આવાં અનુષ્ઠાનોને વખોડે છે, તે ભગવાનના ઉપદેશને વખોડે છે. ત્યાં પણ કોઈ ચોવિહારો ઉપવાસ આત્માના લક્ષથી કરે તો વખાણવા લાયક છે.
સભા : મોક્ષની ઇચ્છાથી યજ્ઞ-યાગ કરે તો ?
સાહેબજી : તેમના શાસ્ત્રમાં જ લખ્યું કે મુમુક્ષુએ યજ્ઞ-યાગ કરવા નહીં, તે તો સ્વર્ગની ઇચ્છાવાળાએ જ કરવા.
સભા : ત્યાં જ્ઞાનયજ્ઞ કહ્યો છે ને ?
સાહેબજી : જ્ઞાનયજ્ઞ તો ભાવયજ્ઞ છે. તે તો આપણે ત્યાં પણ કહ્યો છે. અત્યારે હિંસક યજ્ઞની વાત ચાલે છે. ભાવયજ્ઞ તો ઉભયસંમત અનુષ્ઠાન થયું. હિંસક યજ્ઞ તો આપણને રતીભાર માન્ય નથી. તે તો ધર્મના નામે ફેલાવવામાં આવેલું અધર્મનું અનુષ્ઠાન છે. આચાર્યોએ કડક ટીકા કરી છે. કહ્યું છે કે તમે આવાં અનુષ્ઠાનો બતાવીને દુનિયાને છેતરો છો. ધર્મના નામથી ધર્મના લૂંટારા છો. ટૂંકમાં શુભભાવપોષક જ અન્યધર્મનાં અનુષ્ઠાનો આપણને માન્ય છે.
(૩) મિશ્રઅનુષ્ઠાન :
અમુક અનુષ્ઠાનો એવાં છે કે જેમાં ભેળસેળ છે. તે અનુષ્ઠાનો આખાં ને આખાં મંજૂર ન થાય. દા.ત. કમઠ તાપસ પંચાગ્નિતપ કરે છે, તે તપ-ત્યાગ-સંયમનું અનુષ્ઠાન છે. ચોવિહારો ઉપવાસ કરી પાંચ દિશામાં અગ્નિ પ્રગટાવી વચ્ચે પરમાત્માના ધ્યાનમાં લીન થઈને બેસવાનું. આ અનુષ્ઠાન કઠોર છે. તમે તો જોઈને જ ભાગી જાઓ. આવાં કઠોર અનુષ્ઠાન માટે પણ ऽकरणनियमादिप्रति-पादकोऽन्यागमो न समीचीन' इत्यस्य दुराग्रहत्वात्सर्वस्यापि सद्वचनस्य परसमयेऽपि स्वसमयानन्यत्वाद् । उक्तं चोपदेशपदे- "सव्वप्पवायमूलं दुवालसंगं जओ जिणक्खायं। रयणागरतुल्लं खलु तो सव्वं सुन्दरं तम्मीत्यन्यत्र વિતર:"IBIT.
(ષોડશવ-૪, શ્નોવ-૨૨, ૩૫. યશોવિજયની વૃત્તિ ટા) ૧. હિંસા સત્યાસ્તે બ્રહ્મપરિપ્રદા યHT: ાર-રૂપી શીવસંતોષતા:સ્વાધ્યાયેશ્વરપ્રણિધાનનિ નિયHI: પાર-રૂા.
(પતઝત્ર યોગદર્શન અધ્યાય-૨, સૂત્ર-૨૦, ૨૨) २. तथा मुक्त्यर्थमज्ञानवृतचेतसः पञ्चाग्नितपोऽनुष्ठानादिकेषु प्राण्युपमईकारिषु प्रवर्त्तमानाः कर्माददते,
(आचारांगसूत्र प्रथम श्रुतस्कंध शस्त्रपरिज्ञाअध्ययन, उद्देशक-१, सूत्र-११ टीका) * तथा मुक्त्यर्थमज्ञानावृत्तचेतसः पञ्चाग्नितपोऽनुष्ठानादिषु प्राण्युपमर्दकादिषु प्रवर्त्तमानाः कर्माददते।
(ત્તિનાશતા જ્ઞો-દર, ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org