________________
ભાવતીર્થ - અનુષ્ઠાન
૧૪૧
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મવિWિor, Joi લિMIf AqGOIi Ii.
(સતત પ્રgo સ્નો-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
ભાવનું સાધન અનુરૂપ ક્રિયાનું સેવન એ ભાવોત્પત્તિનું સાધન :
આ ધર્મતીર્થની ઉપાસનાનું ફળ મોક્ષ છે. તે મોક્ષ જેને મેળવવો હોય તેણે પાંચે ભાવતીર્થનું શરણું સ્વીકારી ઉપાસના કરવી જોઈએ. શ્રેષ્ઠ ગીતાર્થ ગુરુ, શ્રેષ્ઠ શાસ્ત્રો, ચતુર્વિધ શ્રીસંઘ આદિનું આલંબન મળે, પરંતુ આત્મા ગુણોથી વાસિત ન થાય તો તરે નહિ. આત્માને ગુણથી વાસિત કરવા ધર્મઅનુષ્ઠાનમય પુરુષાર્થ અનિવાર્ય છે. જે જીવ સદનુષ્ઠાનમાં પુરુષાર્થ કરવા તૈયાર નથી તેને ગુણ પ્રગટવા દુષ્કર છે. ગુણમય ભાવને ક્રિયા સાથે જોડાણ છે. જેવી ક્રિયા કરો તેવા ભાવ પ્રગટવા સુગમ છે. ભાવ પેદા કરવા માટે અનુરૂપ ક્રિયાની અનિવાર્યતાનો સારામાં સારો દાખલો આ તમારા actor-actress (અભિનેતા-અભિનેત્રીઓ) છે. તેઓ પોતે પણ જાણે છે કે હું જે પાઠ ભજવું છું તે માત્ર વ્યવસાય છે. ખરેખર જીવનમાં મારે તેની સાથે લેવા-દેવા નથી. ફિલ્મમાં જે પાત્ર મળ્યું તેનો તેણે અભિનય જ કરવાનો છે. વાસ્તવિક જીવનમાં તેને ઓતપ્રોત નથી કરવાનો. ખાલી શુટીંગ પૂરતો જ દેખાવ કરવાનો છે. છતાં કૃત્રિમ દેખાવ પણ તાદશ કરવો હોય તો તે માટે practiceરૂપે અનેકવાર તે ક્રિયા કરવી પડે છે. વળી તે પણ ભાવને અનુરૂપ. કરુણ દશ્ય ઉપજાવવું હોય તો actressને કરુણતાની ભાવના જગાડે એવી ક્રિયા rehersalમાં અનેકવાર કરવી પડે છે. જો કૃત્રિમ ભાવ જગાડવા પણ આટલી બધી ક્રિયાની અનિવાર્યતા હોય તો સાચો ભાવ જગાડવા ક્રિયા કેટલી જરૂરી હશે ? કૃત્રિમ ભાવ અભિવ્યક્ત કરવા માટે પણ એક જ ક્રિયાનું વારંવાર સેવન કરવું પડે છે, પુનઃ પુનઃ ક્રિયાનું સેવન કરીને તે ભાવથી કૃત્રિમ રીતે ભાવિત થવું પડે છે, તો સાચા ભાવ માટે ભાવને અનુરૂપ ક્રિયાનિષ્ઠ જીવન અત્યંત અનિવાર્ય જ છે. "દરેક ક્રિયા સાથે અનુરૂપ ભાવો જોડાયેલા છે ?
દરેક ભાવ સાથે ચોક્કસ પ્રકારની ક્રિયા જોડાયેલી છે. કામ, ક્રોધ, હાસ્ય, શૃંગાર, કઠોરતા,
१. अथ कस्माद्वन्दनायां मुद्राविन्यासादिरात्यन्तिकप्रयत्नो विधीयत इत्याहखाओवसमिगभावे दढजत्तकयं सुहं अणुट्ठाणं। परिवडियं पि हु जायइ पुणो वि तब्भावबुड्डिकरं ।।२४।। व्याख्या-क्षायोपशमिकभावे मिथ्यात्वमोहनीयादिकर्मविगमविशेषविहितात्मपरिणामे सति न तु लाभार्थित्वलक्षणोदयिकभावे।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org