________________
૧૪)
ભાવતીર્થ-અનુષ્ઠાન
મચ્છર કરડે ત્યારે શાંતિથી સહન કરો તો દયા, ઉદારતા, સહિષ્ણુતા, નિર્મમત્વ આદિ અનેક ગુણો કેળવાય છે. જૈનશાસનમાં ક્યારેય એવું કષ્ટ નહિ બતાવે કે જે વેઠો છતાં તમારા ગુણો ન વિકસે.
સભા : લોચમાં કયા ગુણો પોષાય છે ?
સાહેબજી : લોચમાં બ્રહ્મચર્ય ગુણ પોષાય છે. જેમ શરીરશાસ્ત્રની દૃષ્ટિએ શિર્ષાસનમાં blood circulation reverseમાં થાય છે, જેથી શરીરનું સત્ત્વ ઊર્ધ્વગામી બને છે; તેથી આયુર્વેદમાં પણ શિર્ષાસનને એક ઉત્તમ આસન તરીકે સ્વીકાર્યું છે. તેમ લોચમાં તેના કરતાં કઈ ગણું રક્તનું સંચરણ મસ્તિષ્ક તરફ ઊર્ધ્વગામી થાય છે. તેથી લોચ એ બ્રહ્મચર્યની પુષ્ટિનું ઉત્તમ કારણ છે. ઉપરાંત અહિંસાનો આચાર પાળવા પણ લોચ સાધન છે. અસ્ત્રા દ્વારા મસ્તક મુંડન કરવામાં વાળમાં રહેલા જીવજંતુ કપાઈ જાય, હજામ પણ આગળ-પાછળ હિંસાઓ કરે, જે બધાનો પરિહાર લોચમાં છે. જૈનશાસનની દરેક ક્રિયામાં ગુણનું પોષણ હોય જ છે. અહીં તરંગ-તુક્કાથી કોઈ ક્રિયા બતાવી નથી. તમામ ક્રિયાઓમાં શુભભાવપોષતા જોઈએ જ. અનુષ્ઠાનમાત્ર ગુણપોષક હોવું જોઈએ. તે ન હોય તો, માત્ર જૈનધર્મના અનુષ્ઠાનનો કે અન્યધર્મના અનુષ્ઠાનનો સિક્કો ન ચાલે. જે ક્રિયામાં ગુણવૃદ્ધિ, ગુણપોષકતા, ગુણની સુરક્ષાનો આચાર નથી, તે ક્રિયાને ધર્મ કહેવાય જ નહીં. ગમે તે અનુષ્ઠાનને તારક તીર્થ સ્વીકારવાનું નથી. અનુષ્ઠાનને અજોડ ભાવતીર્થ બતાવ્યું તે તેની તારકતાના આધારે છે. જેમાં તારકતા જીવંત છે તે જ ભાવતીર્થ છે. આવાં ગુણપોષક ધર્મઅનુષ્ઠાનોને જોતાં અહોભાવ-બહુમાન થવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org