________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૩૯ અહીં તો એ વાત છે કે જે ક્રિયા શુભભાવ પેદા કરી શકે તેમ નથી તેવી હિંસાદિ ક્રિયા, જો ધર્મઅનુષ્ઠાનમાં ભળી ગયેલ હોય તો તેને ભેળસેળ કહેવી પડે. જૈનશાસનના અનુષ્ઠાનમાં આવું મિશ્રણ નહીં મળે, તે ખૂબી સમજવા જેવી છે. પંચાગ્નિતપમાં પણ ચોવિહાર ઉપવાસ કરે તે ધર્મક્રિયા જ છે; કારણ કે ઉપવાસથી આસક્તિ પર કાપ આવે. અન્ન એ એક પ્રકારનું વિકારને પોષવાનું સાધન છે. તેમાં પણ જેટલું વિગઈઓ, મસાલા આદિથી વધારે સંસ્કારિત કરેલું હોય એટલું વધારે વિકારપોષક થાય. તેનો ત્યાગ કરાવનાર હોવાથી ઉપવાસ વિકારવાસનાને તોડવાનું સાધન છે. વળી ઉપવાસમાં ભગવાનનું ધ્યાન કરે, આત્માનું અવલંબન લે, શુભ જાપ-ચિંતન કરે, તે બધી ધર્મક્રિયા જ છે; પરંતુ ચારે બાજુ અગ્નિની હોળી સળગાવી બેસવું તે માત્ર અજ્ઞાન-કાયાકષ્ટ સિવાય બીજા કોઈ ગુણને પોષતું નથી. આગ તો કેટલાય જીવોનો કચ્ચરઘાણ કરે. અરે ! અડફેટમાં આવે તો માનવને પણ મારી નાંખે. આગ માટે શાસ્ત્રમાં સર્વભક્ષી શબ્દ વાપર્યો છે. આખા ને આખા નગરને આગ ભરખી જાય, જંગલમાં આગ લાગે તો જંગલને ભરખી જાય. તે મહાહિંસક શસ્ત્ર છે. અરે ! ભક્તિ માટે પાપમાં રહેલા ગૃહસ્થ પણ દીવો પ્રગટાવવો હોય તો જયણાપૂર્વક કરવાની આજ્ઞા છે. વળી, પૂર્ણધર્મમાં આવેલ સાધુને તેની જરૂર નથી. ત્યાં સંપૂર્ણ હિંસા ત્યાગીને બેઠેલા સંન્યાસીને આ ક્રિયા બતાવી છે, તેથી ધર્મના નામે અધર્મનું મિશ્રણ છે.
સભા : કર્મની ઉદીરણા માટે કાયાકષ્ટ સહન કરીએ તો ?
સાહેબજીઃ તે પણ બીજા જીવોને ઘાતક ન હોવું જોઈએ, વળી, ગુણપોષક હોવું જોઈએ. જે ગુણપોષક ન હોય તેવા કાયાકષ્ટને ધર્મ સ્વીકારીએ તો શરીર પર બેઠા-બેઠા ઉઝરડા પાડવા, ચિંટીયા ભરવા, હાથ-પગ પછાડવા તે પણ ધર્મ કહેવાશે. સહન કરવાની બુદ્ધિથી પણ દેહ-ઇન્દ્રિયોને ઉપઘાત થાય અને કોઈ ગુણની વૃદ્ધિ ન થાય, તેવા કાયાકષ્ટને આત્મહિંસારૂપે પણ પાપ જ કહ્યું છે, તે ધર્મઅનુષ્ઠાન તરીકે જૈનધર્મે કહ્યું નથી.
સભા : પરિષહ ઊભા કરવાના છે.
સાહેબજી : બાવીસ પરિષદમાં ઇન્દ્રિયોને, શરીરને કારણ વિના ત્રાસ આપવો કે આપઘાત કરવો તેવી પ્રેરણા નથી. હા, ૨૨ પરિષદમાંથી ૨૦ પરિષહો શક્તિસંપન્ને સામે ચાલીને ઊભા કરીને સહન કરવાના છે; પરંતુ તે માત્ર કષ્ટદાયક ક્રિયા નથી, પણ ગુણપોષક ક્રિયા છે. તેથી શુભક્રિયા-ધર્મઅનુષ્ઠાન છે.
સભા : મચ્છર કરડે તો ક્યો ગુણ વિકસે ?
સાહેબજી : મચ્છરને ન ઉડાડવામાં તે જીવને ભોજનમાં અંતરાય ન કરવારૂપ અહિંસાનું પાલન થાય છે. મચ્છર ભૂખ્યો છે. ધારો કે તમે ભૂખ્યા ડાંસ જેવા જમવા બેઠા હો, અને ત્યારે જ કોઈ તમને તરછોડીને ઉઠાડે તો તમને કેવું દુઃખ થાય ? તેવું જ વર્તન તમે ખાવા માટે વલખા મારતાં મચ્છર પ્રત્યે કરો છો, જે તેને દુઃખ આપવા દ્વારા પાપનું કારણ છે. તેના બદલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org