________________
૧૩૪
ભાવતીર્થ-અનુષ્ઠાન પાપાકરણનિયમ, પાંચ યમ વગેરે આચારોને સેવવા, આ બધી વાતો ધર્મઅનુષ્ઠાનના ઉપદેશરૂપ છે. ટૂંકમાં તે તે ધર્મમાં મુમુક્ષુજનયોગ્ય જે જે શુભક્રિયાઓનો ઉપદેશ છે, તે સર્વ ધર્મઅનુષ્ઠાન છે. તેને તેવા ભાવથી આચરનાર અનુયાયીઓ પણ પ્રશંસા-અનુમોદનાપાત્ર છે.
સભા : તેઓ તો વૈકુંઠને મોક્ષ માને છે ?
સાહેબજી : હા, ભલે વૈકુંઠને મોક્ષ માને, ત્યાં ભોગ-વિલાસ નથી, પરંતુ માત્ર આત્માનંદ છે તેમ સ્વીકારે છે, પછી વૈકુંઠ શબ્દ સાથે આપણે ઝઘડો ન હોય. પૂ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે “બે મૂર્ણા ભેગા થાય, એક કહે કે “આ ગંગા નદી છે અને બીજો કહે કે “આ ભાગીરથી જ છે', સવારથી સાંજ સુધી ઝઘડ્યા કરે. પછી કોઈ ડાહ્યો માણસ સમજાવવા વચ્ચે પડે, અને કહે કે આ બંનેનો અર્થ એક જ છે. ગંગા કહો, સુરનદી કહો, ભાગીરથી કહો, ભાવાર્થ એક જ છે”. તેમ કોઈ મોક્ષ કહે, કોઈ વૈકુંઠ કહે, કોઈ પરબ્રહ્મ કહે, કોઈ સદાશિવ કહે, તો આપણને વાંધો નથી. શબ્દભેદના ઝઘડા તો મૂર્ખાઓ કરે, ડાહ્યાઓ નહીં. સમજદાર તો તત્ત્વભેદના ઝઘડા કરે.
સભા : અન્યધર્મના અનુયાયી જે વ્યક્તિ મોક્ષે નથી ગઈ તે વ્યક્તિને મોક્ષે ગઈ છે તેમ પૂજે છે.
સાહેબજી : આપણે પણ ભાવિતીર્થકરો મોક્ષે નથી ગયા તોપણ તેમને પૂજીએ છીએ. સભા : આપણાં શાસ્ત્રો કહે છે કે તેઓ મોક્ષે જવાના છે.
સાહેબજી : ગયા, ન ગયાનું માત્ર વિધાન કરવાથી મતલબ નથી. વાસ્તવમાં જ્યારે પણ મોક્ષે ગયા, જાય છે કે જવાના છે, તે નિર્વિકારી થઈને મોક્ષે ગયા તેમ માને છે ? કે કામક્રોધ સાથે મોક્ષે ગયા તેમ માને છે ? જો વિકાર સાથેનો મોક્ષ સ્વીકારે, તો ભેળસેળ છે તેમ અમે કહીએ. બાકી નામ કે વ્યક્તિ કોણ છે તેનું મહત્ત્વ નથી. અન્યધર્મમાં અધર્મનાં અનુષ્ઠાનને અધર્મ કહ્યાં, ધર્મનાં અનુષ્ઠાનને ધર્મ કહ્યાં. હંસદષ્ટિથી ક્ષીરનીરના વિવેક જેવી વાત છે. આમાં માખણ લગાડવાનું નથી, સત્ય કહેવાનું છે. અન્યધર્મનાં જે અનુષ્ઠાનો ગુણકારી ક્રિયારૂપ છે, મુમુક્ષુ-સાધકને વિકાસનાં કારણ છે, તે અનુષ્ઠાન જૈનધર્મને પણ માન્ય છે. તેનું આપણે ખંડન કરતા નથી; કેમ કે તેનું ખંડન કરવું તે વાસ્તવમાં તીર્થકરોએ કહેલા ધર્મઅનુષ્ઠાનનું જ ખંડન કરવા બરાબર છે. ત્યાં રહેલા અનુયાયી પણ સારું વર્તન, શુભક્રિયા કરે, માર્ગાનુસારી આચાર પાળે, તેનાથી તેના આત્મામાં નિર્મળતા પેદા થાય, તેનો આત્મા અધ્યાત્મમાં આગળ વધે, તો તટસ્થને તેનો વાંધો ન હોઈ શકે..
૧. શબ્દભેદ ઝઘડો કિસ્યોજી ? પરમારથ જો એક; કહો ગંગા કહો સુરનદીજી, વસ્તુ ફિરે નહિ છેક. મન9
૨૧.
(આઠ યોગદૃષ્ટિની સ્વાધ્યાય, ઢાળ-૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org