________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૩૩ ભગવદ્ગીતા આદિ વૈદિક શાસ્ત્રોમાં પણ ઉપદેશરૂપે ઘણી સારી વાતો મળે છે. કહ્યું છે કે જે આત્મા સાચો સાધક બનવા માગતો હોય તેણે ઇન્દ્રિયોનો વિજય કરવો, સતત વૈરાગ્યનું સેવન કરવું, આસક્તિ-મોહ તોડવા, કર્મના બંધનથી મુક્ત થવા અધ્યાત્મ વારંવાર સેવવું. વળી તેને અનુરૂપ અહિંસા, સત્ય આદિની ક્રિયાઓ આચારરૂપે દર્શાવી. આ સર્વ ધર્મઅનુષ્ઠાન છે. કોઈ શંકરનો ભક્ત થઈને પણ ઇન્દ્રિયોનો જય કરે, વિકારોનો ત્યાગ કરે, તો તેની સાથે અમારે વિરોધ નથી. તેનો તે પુરુષાર્થ ગુણકારી ક્રિયારૂપ જ છે.
સભા : ત્યાં ઇન્દ્રિયોના દમનમાં મોક્ષનું લક્ષ્ય છે ?
સાહેબજી : હા, આ આર્યધર્મની વાત છે. અનાર્ય ધર્મોમાં મોક્ષનું લક્ષ્ય નથી. આર્યદર્શન બધાં મોક્ષલક્ષી છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મઉપનિષદ્ ગ્રંથના પ્રથમ અધિકારમાં લખ્યું કે “જે આર્યદર્શનોને મોક્ષલક્ષી નથી સમજતો તે શાસ્ત્ર ભણ્યો જ નથી'. અત્યારે પણ મળતાં છ એ દર્શનના ગ્રંથોનો અભ્યાસ કર્યા પછી કહી શકાય કે તેઓ અનુયાયીને અંતિમ લક્ષ્ય મોક્ષ જ દર્શાવે છે. તેમના પર ખોટો આક્ષેપ ન થાય, તે કરીએ તો પાપ લાગે. પારકાના ગુણ ઢાંકવા અને દોષ ન હોય તો ઊભા કરવા, તેને એક પ્રકારનું માત્સર્ય-દ્વેષબુદ્ધિ કહેલ છે, જે મહાપાપબંધનું કારણ છે. અન્યધર્મની ગુણકારી વાતો ધર્મઅનુષ્ઠાનરૂપે માન્ય કરવી જ રહી. જેમ કે પાંચ ઇન્દ્રિયોના જયપૂર્વક વૈરાગ્યથી વાસિત થઈને મુમુક્ષુએ ચાંદ્રાયણતપ, મૃત્યુંજયતપ, નક્કોરડા ઉપવાસ આદિ કરવા, અહિંસા-સત્યની ક્રિયાઓનું સંન્યાસધર્મમાં સેવન કરવું, १. तेन स्याद्वादमालम्ब्य, सर्वदर्शनतुल्यताम्। मोक्षोद्देशावि(द्वि)शेषेण, यः पश्यति स शास्त्रवित्।।७०।।
(મધ્યામોનિષદ્ ધિર-૨) २. मग्गाणुसारि किच्चं तेसिमणुमोअणिज्जमुवइटुं। सिवमग्गकारणं तं गम्मं लिंगेहिं धीरेहिं । ।३७ ।। ननु मार्गानुसारिकृत्यं न जैनाभिमतधार्मिकानुष्ठानानुकारिमिथ्यादृष्टिमार्गपतितं क्षमादिकं, किन्तु सम्यक्त्वाभिमुखगतं जैनाभिमतमेव, तच्च सम्यग्दृष्टिगतानुष्ठानान्न पार्थक्येन गणयितुं शक्यम् इत्याशङ्कायामाह तन्मार्गानुसारिकृत्यं शिवमार्गस्य ज्ञानदर्शनचारित्रलक्षणस्य कारणं धीरैनिश्चितागमतत्त्वैः लिङ्गः 'पावं ण तिव्वभावा कुणई' इत्याद्यपुनर्बन्धकादिलक्षणैर्गम्यम्। ... अयं भावः-सम्यग्दृष्टिकृत्यं यथा वस्तुतश्चारित्रानुकूलमेवानुमोदनीयं तथा मार्गानुसारिकृत्यमपि सम्यक्त्वानुकूलमेव, ... न च-अत्रापि तपसः सकामनिर्जरारूपत्वप्रतिपादनाद् मिथ्यादृशां च तदभावान्न सकामनिर्जरेतिवाच्यं, मिथ्यादृशामपि मार्गानुसारिणां 'तच्च चान्द्रायणं कृच्छ्' इत्यादिना (योगबिन्दु० १३१) तपसः प्रतिपादनात्। ...
| (થર્નપરીક્ષા, સ્નો-રૂ૭, મૂન-ટીવા) * 'नन्वेवं मिथ्यादृशां गुणानुमोदनेन परपाखण्डिप्रशंसालक्षणः सम्यक्त्वातिचारः स्याद्' इत्याशङ्कां परिहर्तुमाहपरपाखंडिपसंसा इहई खलु कोवि णेवमइआरो। सो तम्मयगुणमोहा अणवत्थाए व होज्जाहि।।३८।। परपाखंडिपसंसत्ति। एवमुक्तप्रकारेण, इह मार्गानुसारिगुणानुमोदने परपाखंडिप्रशंसाऽतिचारः कोऽपि न स्यात्, यतः स પરપાવંડપ્રશંસતવાર: I ...
(પરીક્ષા, સ્નો-૨૮, મૂત્ર-ટી) (નોંધ : પ્રસ્તુત સંદર્ભમાં અધિક જિજ્ઞાસુએ ધર્મપરીક્ષા ગ્રંથના શ્લોક ૩૭-૩૮ની પૂર્ણ ટીકા જોવી.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org