________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૩૧ વાસનાની પૂર્તિ જ કરવી છે. તેથી આ બધાં અનુષ્ઠાન અશુભ જ છે. આગળ-પાછળ અને વચ્ચે બધે જ ગરબડ છે. ધર્મ તો શોધ્યો પણ જડે નહીં. ક્રિયા જુઓ તો તેમાં શુભભાવનું નામ-નિશાન મળે નહીં. કોઈને ક્યારેક તેવા અનુષ્ઠાનમાં શુભભાવ થાય, તોપણ તે ક્રિયાના પ્રતાપ નથી, માત્ર તે વ્યક્તિની પોતાની લાયકાતના કારણે છે. હોળી આદિ અનુષ્ઠાનો પણ તેવાં જ છે, જેમાં માત્ર ધીંગામસ્તી, તોફાન, વિકારપોષક પ્રવૃત્તિઓ, મર્યાદાનો ભંગ હોય છે. ગુણકારી ક્રિયા દેખાય જ નહીં. આવાં અનુષ્ઠાન સ્પષ્ટ અધર્મનાં અનુષ્ઠાન છે.
સભા : વેદમાં કહ્યું છે કે યજ્ઞ કરવા. માટે શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધાથી યજ્ઞ-યાગ કરે તો ?
સાહેબજી : વેદમાં જ સ્વર્ગની કામના માટે યજ્ઞ કરવાના કહ્યા છે, છતાં શાસ્ત્રની આંધળી શ્રદ્ધાથી કરવા હોય તો યજ્ઞમાં પહેલાં પોતે જ હોમાય ને ? નિર્દોષ પશુઓને ભોગ બનાવવાની જરૂર નથી. અરે ! વેદાંતીઓ પણ આવા વેદવાક્યોને અમાન્ય કરતાં જણાવે છે કે “પશુઓને હોમવાથી ધર્મની વિચારણા તે અજ્ઞાનરૂપી ઘોર અંધકારમાં ગરકાવ થવા જેવું છે. કારણ કે હિંસાથી ધર્મ' એ ત્રણ કાળમાં અસંભવિત છે. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ લખ્યું કે “જે શાસ્ત્રો તર્ક અને પ્રત્યક્ષથી વિરુદ્ધ વાત કરે છે, તે શાસ્ત્રોને દરિયામાં પધરાવી દેવાનાં'. અહીં પ્રામાણિકતાથી વિશ્લેષણ કસ્તાની વાત છે, પૂર્વગ્રહથી સમીક્ષા નથી કરવાની. તટસ્થતા ગુમાવીને કોઈ ધર્મ પ્રત્યે આક્ષેપ કરવો તે પણ પાપ જ છે. તટસ્થ સજ્જન માણસ પણ ક્રિયાનું મૂલ્યાંકન કરીને નક્કી કરી શકે કે આવાં અનુષ્ઠાન તે અધર્મ જ છે, ધર્મના નામે પાપાચાર છે. કોઈ
१. णय कुच्छिया तई जं भणियं तं सव्वहा अजुत्तं तु। नाणीहिं कुच्छियच्चिय तहेव वेदंतवादीहिं।।८९३।। न च कुत्सिता-जुगुप्सिता 'तईत्ति सका हिंसेति यद्भणितं तत्सर्वथा अयुक्तमेव। तुरेवकारार्थः। यस्मात् ज्ञानिभिःयथावस्थितसकलवस्तुतत्त्ववेदिभिः सा कुत्सितैव-जुगुप्सितैव, तथैव वेदान्तवादिभिरपि।।८९३।। एतदेव भावयतिअंधम्मि तमम्मि खलु मज्जामो पसुहिं जे जयामोत्ति। एमादि बहुविहं किं भणितं वेदंतवादीहिं।।८९४ ।। यदि हिंसा न कुत्सिता ततः अन्धे तमसि खल्विति गाथापूरणे मज्जामो वयं ये पशुभिर्यजामहे इत्येवमादिकं किं कस्माद्भणितं वेदान्तवादिभिः?, तथा च तद्ग्रन्थः- "अन्धे तमसि मज्जामः, पशुभिर्ये यजामहे। हिंसा नाम भवेद्धो, न भूतो न भविष्यति।।१।।" इति।। आदिशब्दात् "अग्निर्मामेतस्मात् हिंसाकृतादेनसो मुञ्चतु"। छान्दसत्वान्मोचयतु इत्यर्थः, इत्यादिपरिग्रहः ।।८९४ ।।
(થસંપ્રદoft મા-૨, સ્નો-૮૨૩-૮૨૪, મૂત-ટીવા) २. आगमेत्यादि। आगमतत्त्वं ज्ञेयं भवति। तत्कथं ज्ञेयं?। दृष्टं प्रत्यक्षानुमानप्रमाणोपलब्धम्, इष्टम्-आगमेन स्ववचनैरेवाभ्युपगतं, ताभ्यामविरुद्धानि वाक्यानि यस्मिन्नागमतत्त्वे तत् दृष्टेष्टाविरुद्धवाक्यं तद्भावस्तया। योऽर्थः प्रत्यक्षानुमानाभ्यां परिच्छिद्यते तस्मिन् यदि आगमतत्त्वमप्यविरोधि भवति तद्विरुद्धस्य प्रत्यक्षानुमानाभ्यामेव निराकरणात्, प्रत्यक्षानुमान-विरुद्धस्यागमस्याप्रमाण[णि प्र.]त्वात्, स्ववचनैरेवागमेनाभ्युपगतेऽर्थे प्रदेशांतरवर्तिनाऽस्यैवागमस्य वचनं यदि विरोधि न भवेदित्यर्थतस्तत् आगमतत्त्वमिष्टदृष्टाविरोधिवाक्यं भवति, परस्पराविरोधिवचनमित्यर्थः।
(ષોડશવ-૨, સ્નોવર-૨૦, યશોભદ્રસૂરિ કૃત ટીવઠા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org