________________
૧૩૨
ભાવતીર્થ-અનુષ્ઠાન દારૂ પીવો તેને પણ ધર્મ કહે, આ દુનિયામાં એવા પણ મત-સંપ્રદાય છે કે જે દારૂ-વ્યભિચારને પણ ધર્મ સ્થાપિત કરે છે. જેમ વામપંથ, રજનીશ વગેરે. પુરાણોમાં પણ આવી વાતો છે, વાંચ્યા પછી કહું છું, વ્યભિચારને જ ધર્મ સ્થાપિત કર્યો હોય. ઇસ્લામની હિદત છે, જેમાં તેમના સામાજિક નીતિ-નિયમો દર્શાવ્યા છે. તેમાં આવે છે કે કોઈ સ્ત્રીએ દુરાચાર કર્યો હોય કે પતિ-પત્નીને છૂટાછેડા લેવા હોય, તો તેના ઉપાયમાં વ્યભિચારને ધર્મ બતાડ્યો છે. આવી વાતોને પણ સ્વીકારી લઈએ તો આ દુનિયામાં ધર્મઅનુષ્ઠાન અને અધર્મઅનુષ્ઠાનનું demarcation (સીમાંકન) રહેશે જ નહીં. માત્ર શાસ્ત્રનો ગમે તેવો બિલ્લો કે મહોરછાપ ન ચાલે. હિંસાઅસત્ય કે ચોરી-વ્યભિચારની ક્રિયાઓ અશુભભાવથી થતી હોય છે, તેમાં પ્રેરકબળ પણ અશુભ હોય છે, સ્વાર્થ કે વાસનાપૂર્તિ જ છે. તે બધાં ધર્મના નામથી નીકળેલાં તૂત છે. બુદ્ધિશાળીએ ધર્મના નામે તેમાં ફસાવું ન જોઈએ. ધર્મ આવો વિકૃત હોય તો અધર્મ કોને કહેવો ? તે શોધવા નીકળવું પડશે. અરે ! ગુંડા-બદમાશ-ખૂનીઓની પણ નિંદા કરવાની ન રહે, ઊલટા તેમને બિરદાવવા પડે. ધર્મનાં અનુષ્ઠાન ચોક્કસ છે, બુદ્ધિશાળી માણસ તેને જ ધર્મ તરીકે સ્વીકારે.
સભા : તે લોકો અધર્મ કોને કહે છે ?
સાહેબજી : તે તેમને પૂછી આવો. આ કોઈની વ્યક્તિગત ટીકા નથી. ધર્મ-અધર્મનો ભેદ શાશ્વત છે. તે ક્રિયાઓના ગુણધર્મથી જ નક્કી કરી શકાય, તેમાં ઊલટ-સુલટ કરનાર ધર્મસંપ્રદાયોનાં વખાણ ન કરી શકાય. તમામ ધર્મોને સમાન કહેવા, એક જ કક્ષામાં મૂકવા, સહુનો આદરસત્કાર કરવો, તેવી આધુનિક ઘેલછા ખોટી છે. સત્ય સમજવું હોય, દુનિયાને હિતકારી માર્ગે લઈ જવી હોય તો આવા અધર્મઅનુષ્ઠાનોની ટીકા કરવી જ પડે.
સભા : ઘણા મુસ્લિમ દેશોમાં વ્યભિચાર કરનારને કડક સજા કરે છે, તે કેમ ?
સાહેબજી : તે તો જે વ્યભિચારને તેમણે ખોટો કહ્યો હોય તે અંગે સજા કરે છે, પણ જે વ્યભિચારની શાસ્ત્રમાં મંજૂરી હોય તેની તે વાત નથી. મુસલમાનના હિદત અને હિંદુઓના પુરાણના સંદર્ભ જોયા પછી કહેવું પડે કે અમુક વ્યભિચારને તેમાં ધર્મ કહેલ છે; પરંતુ આવી ક્રિયાને ધર્મ સ્થાપિત કરવો તે ખોટું છે. આ અસલી ધર્મ છે જ નહીં.
(૨) ધર્મઅનુષ્ઠાન :
આ જ રીતે અવલોકન કરતાં તે તે ધર્મોમાં સુંદર ધર્મનાં અનુષ્ઠાનો પણ છે. વેદ-પુરાણો१. क्षान्तिमार्दवसन्तोषशौचार्जवविमुक्तयः । तपःसंयमसत्यानि, ब्रह्मचर्यं शमो दमः ।।१८७।। अहिंसास्तेयसद्ध्यानवैराग्यगुरुभक्तयः। अप्रमादसदैकाग्र्यनैर्ग्रन्थ्यपरतादयः ।।१८८।। ये चान्ये चित्तनैर्मल्यकारिणोऽमृतसनिभाः। सद्धर्मा जगदानन्दहेतवो भवसेतवः ।।१८९।।
(૩પતિ પ્રસ્તાવ-૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org