________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૨૭
જગાડવાની શક્તિ છે. ઉપાશ્રય બંધાવવાની ક્રિયાને ધર્માનુષ્ઠાન કહીશું; કેમ કે તેમાં શુભભાવ જગાડવાની શક્તિ છે. બંને મકાન છે. બંને ઇંટ-ચૂનો-પત્થરથી જ બને છે. બંનેમાં પાયો ખોદવો પડશે. માલ-સામાન-બાંધકામની પ્રક્રિયા બધું સરખું હોવા છતાં, એક પાપની ક્રિયા, બીજી ધર્મની ક્રિયા; કારણ કે બંગલામાં મમત્વ વધારવાની શક્તિ છે, ઉપાશ્રયમાં મમત્વ તોડવાની શક્તિ છે. ઉપાશ્રય બાંધવા શુભભાવ જરૂરી છે, બંગલો બંધાવવા અશુભભાવ જરૂરી છે. બંગલો મોજ-મજાના સાધન તરીકે બંધાવાય છે. તમારી સુખ-સગવડની સ્વાર્થી ચિંતા તેમાં સમાયેલી છે. જ્યારે ઉપાશ્રય મોજ-મજા કરવા માટે નથી, ધર્મારાધનાના સાધન તરીકે નિર્માણ કરાય છે. ભાવોનો જ મોટો તફાવત છે. તેથી ક્રિયા ભાવોથી વિભાજિત કરાય છે. સંક્લિષ્ટ પરિણામજનક ક્રિયા અધર્માનુષ્ઠાન, શુભભાવજનક ક્રિયા ધર્માનુષ્ઠાન ઃ
સંક્લિષ્ટ પરિણામ જગાડે તેવી સર્વ ક્રિયાઓને શાસ્ત્રે અધર્મક્રિયા કહી, અને શુભભાવ જગાડે તેવી તમામ ક્રિયાઓને શાસ્ત્રમાં ધર્માનુષ્ઠાન કહ્યાં. એટલે ધર્મક્રિયા અને અધર્મક્રિયાનાં ધોરણ નક્કી છે. આ standard universal (ધોરણ સાર્વત્રિક) છે, ક્રિયાઓની natural propertyને (સ્વાભાવિક ગુણધર્મને) આધારે વાત છે. તેથી ગમે તે ધર્મનાં અનુષ્ઠાન લો, આ માપદંડથી જૈનધર્મ તેનું ધર્મ-અધર્મમાં વિભાજન ક૨શે. અનુષ્ઠાનનો આ માપદંડ જૈનધર્મ કે બીજા ધર્મવાળા માટે જુદો નથી. સમાન તોલ-માપથી વર્ગીકરણ કરવું તટસ્થતા છે. તેમાં ભેદભાવ કે પૂર્વગ્રહ નથી. 'અરે ! સંસારની ક્રિયાઓને પણ પાપક્રિયા આ ધોરણથી જ કહી છે. તેમાં કંઈ સાંસારિક ક્રિયાઓ પ્રત્યે હલકાઈની બુદ્ધિ નથી. વાસ્તવમાં તમે વેપાર કરો, કુટુંબ ચલાવો, સંતાનોનું પાલન-પોષણ કરો, હરો-ફરો, ઇન્દ્રિયોની મોજ-મજા કરો તે સર્વ ક્રિયાને પાપક્રિયા કહી; કેમ કે તે ક્રિયાઓમાં કુદરતી રીતે અશુભભાવ પેદા કરવાની શક્તિ છે. અરે તે ક્રિયાઓનું driving force (પ્રેરકબળ) જ મમતા વગેરે અશુભભાવ હોય છે. દીકરાને ઉછે૨વા મમતા જોઈએ. મમતાથી જ તમે તમારા દીકરાને વહાલથી ઉછેરી શકો છો, પરંતુ પાડોશીના દીકરાને ઉછે૨ી નથી શકતા; કેમ કે ત્યાં મમતા નથી. એટલે જ તમે પાડોશીના દીકરાને ઉછે૨ો તો અમે પરોપકાર કર્યો તેમ કહીએ, કારણ કે પારકા દીકરાને ઉછે૨વા શુભપરિણામ જોઈએ.
१. अथ कथमशुभपरिणामबीजता ग्रामादिपरिग्रहतत्फलपरिभोगादेरित्यत आह
णियमेण य असुहो च्चिय परिणामो तम्मि सइ मुणेयव्वो । किं दाहगोवि अग्गी सन्निहितं न डहई कट्ठे ?
||૧૦૧૨||
नियमेन - अवश्यंतया अशुभ एव परिणामस्तस्मिन् ग्रामादिपरिग्रहादौ सति ज्ञातव्यः तस्य तथास्वभावत्वात् । एतदेव प्रतिवस्तूपमया निर्दिशति - 'किं दाहेत्यादि' किं दाहकोऽप्यग्निः सन्निहितं काष्ठं न दहति ?, दहत्येवेतिभावः । एवमत्रापि अग्निसमो ग्रामादिपरिग्रहादिर्दाहतुल्यश्चाशुभपरिणामः स कथं ग्रामादिपरिग्रहे सति न भवतीति ? । । १०१२ । ।
(ધર્મસંપ્રદળી માન-૨, શ્લો-૨૦૧૨, મૂત્ર-ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org