________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૨૨ જૈન ક્રિયાકલાપનો મહિમા :
જૈનશાસ્ત્રોમાં કહેલી ક્રિયા જ્યાં સુધી જીવંત છે, ત્યાં સુધી આ જગતમાં રત્નત્રયી પામવાનો માર્ગ અવિચ્છિન્ન છે, અને તેથી ક્રિયાથી જ શાસન અવિચ્છિન્ન છે. આ ક્રિયાના વિચ્છેદમાં ભાવતીર્થનો વિચ્છેદ સમજવો. શાસ્ત્રીય ક્રિયાનો સંઘમાં અભાવ થાય પછી સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમુદાય રહે તોપણ તીર્થ નાશ પામ્યું કહેવાય. તે માત્ર પ્રાણ વિનાનું કલેવર, ખોખું ગણાય. પ્રથમ ત્રણેય ભાવતીર્થ ગીતાર્થ ગુરુ, દ્વાદશાંગી અને ચતુર્વિધ શ્રીસંઘના પ્રાણરૂપ આ રત્નત્રયી અને સૂત્રોક્ત ક્રિયાકલાપ છે. રત્નત્રયી પ્રાણ છે તે આગળ સમજાવ્યું. તેમ જિનશાસનની ક્રિયાઓમાં એવું શું રહસ્ય છે કે જેના કારણે તેને પણ અન્ય ભાવતીર્થોના પ્રાણ કહી શકાય ? આ વાત સમજવા જેવી છે. જગતમાં જેટલા ધર્મો છે, તે દરેક ધર્મોમાં અનુષ્ઠાન તો છે જ. એવો કોઈ ધર્મ દુનિયામાં જોયો નથી કે જેમાં ધર્માનુષ્ઠાનો ન હોય. અનુષ્ઠાન વિનાનો, આચાર વિનાનો, ક્રિયા વિનાનો ધર્મ સંભવે નહીં. તેથી અનુષ્ઠાન, ક્રિયાકલાપ એ કોઈ નવી વસ્તુ નથી; પરંતુ જૈનશાસ્ત્રનાં અનુષ્ઠાનો અંગે દાવો એ છે કે મોક્ષસાધક સર્વાગ પરિશુદ્ધ અનુષ્ઠાન અહીં જ છે, બીજે ક્યાંય નથી. આ boasting (બડાઈ) નથી, જ્ઞાની પુરુષોએ તર્કપૂર્વક સ્થાપિત કર્યું છે. સર્વ ધર્મોમાં પવિત્ર અનુષ્ઠાનો છે, પોતપોતાની પવિત્ર ક્રિયાઓ છે, જે અનુયાયીને ગુણોની પોષક છે. તે ક્રિયા કરવાથી તે તે ધર્મના અનુયાયીઓને
१. स्थानाद्ययोगिनस्तीर्थोच्छेदाद्यालम्बनादपि। सूत्रदाने महादोष, इत्याचार्याः प्रचक्षते।।८।। તીર્થનો ઉચ્છેદ થશે' ઇત્યાદિ આલંબન પણ આ અવિધિ અનુષ્ઠાનમાં લેવું યોગ્ય નથી. એટલે “તીર્થનો વિચ્છેદ ન થાય તે માટે અવિધિ અનુષ્ઠાન કરવા યોગ્ય છે' એ આલમ્બન ગ્રહણ કરવા યોગ્ય નથી, કારણ કે એ પ્રમાણે સૂત્ર વિરુદ્ધ કરવાથી અશુદ્ધ ક્રિયાની પરંપરા ચાલુ રહે, અને તેથી સૂત્રોક્ત ક્રિયાનો વિચ્છેદ થાય, તે જ તીર્થનો ઉચ્છેદ છે. કારણ કે આજ્ઞારહિત જનનો સમુદાય તે તીર્થ નથી, પણ શાસ્ત્રવિહિત ઉચિત ક્રિયાવિશિષ્ટ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમુદાય તે તીર્થ છે. તેથી અવિધિનું સ્થાપન કરવામાં શાસ્ત્રોક્ત ક્રિયાનો ઉચ્છેદ થવાથી પરમાર્થથી તીર્થનો ઉચ્છેદ થાય છે. શાસ્ત્રવિહિત ક્રિયાનો લોપ કરવો એ કડવાં ફળ આપનાર છે.
(જ્ઞાનસાર, અષ્ટક-૨૭, શ્લોક-૮, મૂલ-ટબો) २. एगो साहू इगा य साहुणी सावओ य सड्डी य। आणाजुत्तो संघो सेसो पुण अट्ठिसंघाओ।।१३।।
| (સંયસ્વરૂપન) 3. मण्डूकचूर्णसदृशविलक्षणतद्भस्मसदृशक्लेशक्षयस्य प्रवचनाधिगमप्रयोजनत्वमुपदर्शितमाचार्येणेति।
(तत्त्वार्थसूत्र संबंधकारिका श्लोक-१९, उ. यशोविजयजी टीका) * 'द्वितीयं तु'-क्रमप्रामाण्यात्स्वरूपशुद्धानुष्ठानं पुनः, 'यमाद्येव-पञ्चयमपञ्चनियमरूपमेव तत् कीदृशमित्याह-'लोकदृष्ट्या'स्थूलव्यवहारिणो लोकस्य मतेन, व्यवस्थितं-प्रसिद्धम्। अत एव न-नैव, यथाशास्त्रमेव, शास्त्रसद्भावः शासनाद् दुःखत्राणाच्चोच्यते, तच्च जैनमेव। यथोक्तम् - "शासनसामर्थ्येन तु, संत्राणबलेन चानवद्येन। युक्तं यत्तच्छास्त्रं, તતત્સર્વિવિવિયન" | કિ.રતિ ૧૮૮]
(ગોળવિવું, શ્નો-ર૩, ટીવ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org