________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૨૧ ભવોમાં સુરક્ષિત થયેલા ગુણો અભિવર્ધિત થાય છે. એક પછી એક ગુણો સિદ્ધ થવાના ચાલુ છે. શાસ્ત્રમાં તેમને સિદ્ધયોગી કહ્યા છે. આત્મામાં ગુણ સિદ્ધ થાય ત્યારે by-product (આનુષંગિક ફળ) તરીકે અનેક લબ્ધિઓ સ્વાભાવિક પેદા થાય છે; પરંતુ આવા સમભાવમાં રહેલા મહાત્માઓને તેવી લબ્ધિઓની કોઈ ઇચ્છા પણ હોતી નથી. અરે ! ઇચ્છા તો શું, તેને ચકાસવાની ઉત્સુકતા કે આતુરતા પણ નથી હોતી. એકદમ સમતામાં રમે છે. નિરતિચાર ચારિત્ર કરતાં પણ આ ઊંચું સ્તર છે. આખા જીવન દરમિયાન તેમણે એક પણ લબ્ધિનો કુતૂહલતાથી પણ પ્રયોગ કર્યો નથી. આ પરથી તેમની સમભાવની મનોદશા અંદાજી શકાય છે. સત્ત્વ, વૈર્ય, ગાંભીર્ય આદિ ગુણો પણ સિદ્ધ જ છે. હવે જે ક્રિયા છે તે સહજ અભિવ્યક્તિરૂપે છે. અહીં તેમના આત્માએ વિશસ્થાનકનાં વિશે સ્થાનકોની ઉત્કૃષ્ટ ભાવથી આરાધના કરી શ્રેષ્ઠ તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. ભરત ચક્રવર્તીના આત્મા એવા બાહુમુનિએ મહાત્માઓની વૈયાવચ્ચના ઉત્તમ યોગથી ભોગાયક ચક્રવર્તીનામકર્મ પુણ્યાનુબંધીપુણ્યરૂપે બાંધ્યું. જ્યારે બાહુબલીના આત્મા એવા સુબાહુમુનિએ મુનિઓની વિશ્રામણારૂપ શુભયોગ દ્વારા અદ્વિતીય બલ, ઐશ્વર્યદાયક પુણ્યાનુબંધી પુણ્યકર્મ બાંધ્યું. બ્રાહ્મી-સુંદરીના આત્મા એવા પીઠ-મહાપીઠ મુનિ દ્વારા થોડી ભૂલ થઈ, તેથી તેમણે સ્ત્રીવેદ બાંધ્યો. થોકબંધ પુણ્યાનુબંધી પુણ્ય બાંધેલા છએ આત્માઓ અંતે અણસણપૂર્વક સમાધિથી કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. સંસારના છેલ્લા મહેમાનો કર્મસત્તાની છેલ્લી સરભરા ભોગવવા અહીં આવનારા જીવો હોય છે. તેમનું મન એટલું પ્રશાંત થઈ ગયું હોય છે કે તેમને કોઈ જાતના શુભ કે અશુભ આવેગો, ઇચ્છાઓ રહી નથી. સર્વાર્થસિદ્ધવિમાનના દેવોને શાસ્ત્રમાં વિતરાગટ્રાય કહ્યા છે, ગૃહસ્થ છતાં વીતરાગ જેવું મન. ભૌતિક જગતના ઉત્કૃષ્ટ ભોગોની વચ્ચે રહેવા છતાં, પાંચ ઇન્દ્રિયોના ભોગો સતત ભોગવવા છતાં, ઉત્કટ કક્ષાની પૌદ્ગલિક તૃપ્તિ માણવા છતાં, તેમનું મન જરા પણ વિકારગ્રસ્ત થતું નથી; કારણ કે આગલા ભવમાં અખંડ પંચાચાર સેવીને ગુણો આત્મસાત્ કર્યા પછી જ ત્યાં જન્મે છે. હવે તેમના આત્માને ભૌતિક જગતનું કોઈ પણ ઐશ્વર્ય અંશમાત્ર આકર્ષણ પેદા કરી શકે તેમ નથી. આ મહાસાધકો આટલે સુધી પહોંચ્યા તેમાં ભાવતીર્થનો સહારો લીધો છે. આગલા ભવોમાં પાંચ-પાંચ ભાવતીર્થોને સુંદર રીતે સેવ્યાં છે. એક પણ તીર્થને અવગણ્યું છે તેવું નથી. ઋષભદેવના ભવમાં તો જન્મથી સિદ્ધયોગી છે. દીક્ષા લે ત્યારથી સહજ સમતામાં છે. હવે ગુણો મેળવવા તેમને સાધના કરવી પડે તેમ નથી. તેની તો સહજ અભિવ્યક્તિ જ ક્રિયારૂપે છે. માત્ર એ ગુણોરૂપે આત્મભાવમાં રમતાં રમતાં સત્તામાં બાકી રહેલાં અવરોધક કર્મો ખપાવવાનાં છે. આ પરથી સમજી શકાય કે ગુણવિકાસના તમામ તબક્કાઓમાં ક્રિયા પ્રાણરૂપ છે જ.
इतश्च तीर्थकृन्नामगोत्रकर्मार्जितं दृढम्। स्वामिना वज्रनाभेन, विंशत्या स्थानकैरिति।।८८२।।
(ત્રિષષ્ટિશલ્લાવાપુરુષચરિત્ર પર્વ-૨, સ-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org