________________
૧૧૮
ભાવતીર્થ-અનુષ્ઠાન છે કે આ જીવો ગમે ત્યાં જાય, પરલોકમાં દેવભવમાં જાય, મનુષ્યભવમાં રાજા-મહારાજાચક્રવર્તી બને કે સામાન્ય માણસ બને; જો કે સામાન્ય માણસ તો બને જ નહીં, કેમ કે આત્મા પર પુણ્યના ઢગલા પડ્યા છે, છતાં તેમના આત્માને કોઈ જોખમ નહીં; કારણ કે મોહને અંદરમાં મૃતપ્રાય કરી નાંખ્યો છે. આ સંસારમાં પજવનાર તો મોહ જ છે, મોહને શાસ્ત્રમાં મૂળથી નાલાયક તરીકે વર્ણવ્યો છે; જ્યારે કર્મસત્તા બે બાજુ ભાગ ભજવે છે. અધર્મીને ધોકા મારે છે, જ્યારે ધર્મને અનુકૂળતા કરી આપે છે. કર્મસત્તા એકાંતે ખરાબ નથી, તેની પાસે ન્યાય છે. વળી આ જીવો તો સંસારના છેલ્લા મહેમાન છે. તેથી કર્મસત્તા હવે દરેક ભવમાં તેમનો આદર-સત્કાર જ કરશે. જે સંસારથી પ્રતિસ્ત્રોત (ઊલટા પ્રવાહ) જાય, તેને કર્મસત્તા ખમ્મા ખમ્મા કરે, તેવો કુદરતમાં નિયમ છે.
સભા : અમારે થોડો-ઘણો પુણ્યનો ઉદય છે, એટલે મોહનો વિચાર કરતા નથી. આ
સાહેબજી : પુણ્ય એ શુભ કર્મ છે, મોહ નથી. કર્મસત્તા સબડાવે કે પંપાળે, જેવો જીવ; જ્યારે મોહનું કામ તો દુનિયા આખીને ત્રાસ આપવાનું છે. આ દુનિયામાં મોટામાં મોટો ત્રાસવાદી મોહ જ છે. જો કે તમે તેની સાથે ગેલ કરો છો; કારણ કે ઉંદર ફૂંક મારી-મારીને કરડે, તેમ મોહ તમને અંદરથી આખા ને આખા ફોલી નાંખે તોપણ ખબર પડતી નથી. આખો સંસાર મોહના કબજા નીચે છે, તેના વર્ચસ્વમાંથી બહાર નીકળે તે જ મોક્ષે જવાનો અધિકારી છે.
છએ મિત્રો બારમા દેવલોકમાં સામાનિક દેવો ઃ
હવે આ છએ જીવો કર્મસત્તાના મોંઘેરા મહેમાન છે. કર્મસત્તા તેને હેરાન નહીં કરે. દરેક બાબતમાં જ્યાં હશે ત્યાં સરભરા કરશે. છએ મહાત્માઓ અંતે શુદ્ધભાવપૂર્વક સંખના-અણસણ કરી મૃત્યુ પામી બારમા અય્યત દેવલોકમાં ઇન્દ્રસામાનિક દેવો થયા, જ્યાં અસંખ્ય-અસંખ્ય વર્ષનાં વિશાળ આયુષ્ય છે, ચારે બાજુ ભોગ-વિલાસ-ઐશ્વર્યનો પાર નહીં, તેવા માત્ર પુણ્યને ભોગવવાના સ્થાનમાં જન્મ્યા, છતાં હવે ધર્મ ન ભૂલે; કારણ કે ક્રિયાઓના દઢ સેવનથી ગુણો આત્મસાત્ કર્યા છે. લલિતાંગના ભવમાં આના કરતાં હલકી ભોગની સામગ્રી હતી, છતાં જીવ ધર્મ ભૂલી ગયો, મિત્રે વારંવાર ટોકવો પડ્યો. જ્યારે હવે ગમે ત્યાં મૂકો, ધર્મના સંસ્કાર એટલા ગાઢ છે કે ધર્મ હૃદયથી વિખૂટો નહીં પડે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તો જન્માંતર અનુગામી ગુણો છે. તેથી દેવલોકમાં પણ સાથે રહેશે, અને ચારિત્રના સંસ્કાર પણ ભોગમાં રસપૂર્વક ડૂબવા નહીં દે. તમે અત્યારે ધર્મ કરો છો તે તમારા જીવનમાંથી ક્યારે વિખૂટો પડી જાય તે કહેવાય નહીં; કેમ કે ધર્મ સાથે તમે તાણાવાણા બાંધ્યા નથી. ગમે તેવા સત્તા-સંપત્તિ કે ભોગ લલચાવીને તમને ધર્મથી વિખૂટા ન પાડી શકે, ત્યારે સમજવાનું કે ધર્મ આત્મામાં વણાઈ ગયો છે. તેવા જીવોને દેવલોક પણ ધર્મથી શ્રુત ન કરાવે. નિરતિચાર ક્રિયાઓ કરનાર આત્માને કેવો લાભ થાય છે ! આવા જીવોને ગુણો તો બાપીકી મૂડી છે, જનમોજનમ સાથે આવશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org