________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૧૭ કાળના કુસંસ્કારો ભૂંસી શકે છે. આ વિચારી તમારામાં પ્રચંડ સાધનાનું પૂર આવવું જોઈએ, જેથી ધર્મ આરાધના કરતાં કદી સંતોષ ન થાય. જેટલું વધુ કર્યું એટલું ઉત્તમ જ છે, લાભમાં જ છે, એવી ભાવના જોઈએ. આવા જીવો જ ક્રમશઃ સાધનામાં આગળ વધી ગણતરીના ભવોમાં પરમપદને પ્રાપ્ત કરે છે. છ મિત્રોનું લાખો વર્ષો સુધી અપ્રમત્તપણે પંચાચારનું સેવન :
ભગવાન ઋષભદેવના આત્માનો લાંબો સમય શ્રેયાંસકુમાર સાથે છે. ભરત ચક્રવર્તી, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી આ ચાર સાથે પૂર્વભવનો સંબંધ છે, પણ તે પછીનો છે. શ્રેયાંસકુમારને નવ ભવનો સંબંધ છે. અનુરાગથી બંનેને દરેક ભવમાં મળવાનું થયું છે, પરંતુ બંને લાયક જીવ છે, એટલે એકબીજાના અહિતનું કારણ નથી બન્યા. અવસરે હિતમાં પોષક બને છે; છતાં શરૂઆતના ભવોમાં રાગ આદિ વશ કામ-ભોગની પ્રવૃત્તિ પણ હતી, તે જેમ આગળ વધ્યા તેમ ઘટવા લાગી. ઋષભદેવ ભગવાનના પ્રારંભના આઠ ભાવોમાં શાસ્ત્રદૃષ્ટિએ ઘણી મંદ સાધના છે, છતાં તમારા કરતાં આગળ છે. તેમની સાધનાનો peak period (સર્વોચ્ચ તબક્કો) જીવાનંદ વંદના ભવથી શરૂ થયો. પ્રભુના નવમા ભાવમાં છએ મિત્રો ભેગા થયા છે. એકબીજાને પરસ્પર ધર્મમાં પ્રેરણા આપે છે, હિતબુદ્ધિ કરાવે છે. ભેગા થાય ત્યારે ધર્મની વાતો કરે છે. ઉત્તમ કુળમાં ઊછરીને બુદ્ધિસંપન્ન, કલાસંપન્ન થયેલા છે. પોતપોતાના વિષયમાં નિષ્ણાત છે. સહુને તેમના પ્રત્યે અપાર માન થાય તેવું યોગ્ય વર્તન છે. યુવાનીમાં ઉછાંછળાપણું, ઉન્માદ, ઇન્દ્રિયોના વિકારો, કામ-ભોગની વાતો હોય; તેના બદલે મહાત્માની અજોડ ભક્તિ, જિનમંદિર નિર્માણ, સતત જિનભક્તિ આદિ ગૃહસ્થજીવનનાં સુકૃતો કરી નાની ઉંમરમાં જ વૈરાગ્યપૂર્વક સૌએ ઉદાર ભોગોનો ત્યાગ કરી ચારિત્ર સ્વીકાર્યું.
પ્રારંભથી જ સંયમમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચારનું ગ્રહણશિક્ષા, આસેવનશિક્ષા દ્વારા નિપુણ બનીને સેવન કરે છે. ગ્રહણશિક્ષા એટલે theoritical knowledge (શાસ્ત્રીય જ્ઞાન) અને આસેવનશિક્ષા એટલે practical observance (ક્રિયારૂપ આચરણ). આ બંને દ્વારા પંચાચારનું એવું સેવન કર્યું છે કે જેનાથી રત્નત્રયીના ગુણો પ્રગટ્યા, ટક્યા, સચવાયા, સુરક્ષિત થયા અને અભિવૃદ્ધિ પણ પામ્યા. ઊંઘમાં પણ અહિંસા આદિના પરિણામો ચલાયમાન ન થાય તેવા દૃઢ કર્યા છે. ખાવા-પીવાની પ્રવૃત્તિ સમયે પણ સત્ય મનમાંથી ખસે નહીં, અસત્ય સ્કુરે જ નહીં, તેવું તત્ત્વ ઓળઘોળ કર્યું છે. તમે ઘરમાં બેઠા મકાનને જોઈને હરખાઓ, તે બાંધકામનાં વખાણ કરો તો તે પણ અસત્યના ભાવો છે. આ પરથી વિચારો સતત ગુણને સુરક્ષિત રાખવો, એ ગુણ સાથેની ખૂબ તન્મયતા માગે છે. તે કરાવવાની તાકાત ક્રિયામાં છે. અનુષ્ઠાનના પુનઃ પુનઃ સેવનથી આત્મા ગુણમાં જ રમ્યા કરે, બહાર નીકળે જ નહીં તેવો પરિણામ દઢ થાય. આ છએ જીવો સહજતાથી ચારિત્ર પાળે છે. હજારો-લાખો વર્ષો સુધી પ્રમાદરહિતપણે પંચાચાર સેવે છે. તે સેવી-સેવીને આત્મામાં ગુણોને એવા ઓળઘોળ કર્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org