________________
૧૧૩
ભાવતીર્થ-અનુષ્ઠાન सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१||
(અર્નાતિત પ્રgo મ્હોd5-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
પરમપદને પામવા ઉત્તમ જીવો પણ અનેક ભવો અનુષ્ઠાનસેવનમાં પ્રચંડ પુરુષાર્થ કરે છે :
જીવને તારક તીર્થ મળે, તે તીર્થની ઉપાસના કરે, અને એક જ ભવમાં પરાકાષ્ઠા સુધીની ઉપાસના થાય તો તે જ ભવમાં પરમપદને પામી ભવચક્રનો અંત કરી શકે; પણ તેવા જીવો અતિ વિરલા હોય છે. બાકી મહાસાધકો પણ અનેક ભવો સુધી તારક તીર્થની ઉપાસના કરીને પરમપદે પહોંચતા હોય છે. શાસ્ત્રમાં આવતાં દૃષ્ટાંતો વાંચીને તમને થવું જોઈએ કે આટલા ઉત્તમ લાયક જીવો પ્રચંડ પુરુષાર્થ કરે છતાં એક ભવમાં સાધના પૂરી થતી નથી, પરંતુ થોડા ભવોમાં આરાધનાનો ક્રમ ટકી રહે તો અવશ્ય ભવચક્રનો અંત કરી શકાય છે.
"ઋષભદેવ ભગવાનનો જીવ, સૌ પ્રથમ ધનાસાર્થવાહના ભવમાં ધર્મ પામ્યા તે પહેલાં પણ શ્રેષ્ઠ પાત્રતા ધરાવે છે. હજુ તે વખતે જૈનશાસનના સાધનો કોઈ પરિચય નથી, ધર્મનો તાત્ત્વિક બોધ નથી, તોપણ આર્યપરંપરાના માર્ગાનુસારીના ગુણ એવા ઝળકે છે કે કલિકાલસર્વજ્ઞ ૫. પૂ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ વર્ણન કરતાં કહ્યું કે “આ ધનાસાર્થવાહ પૃથ્વીનું ભૂષણ છે'. કરોડોમાં કોઈકને જ મળે તેવા તેના ઔદાર્ય, વૈર્ય આદિ ગુણો છે. આવી પાત્રતા છતાં તેમને પણ શાસન મળ્યા પછી અનેક ભવો સાધના કરવી પડી છે; કારણ કે અનાદિના ભવોભવમાં અશુભ ક્રિયાઓ કરી કરીને સંચિત કરેલા દોષોના સંસ્કારો ગાઢ હોય છે. તેનો અપુનર્ભવેન મૂળમાંથી ઉચ્છેદ કરવો એ અતિ ભગીરથ કાર્ય છે, તે માટે પ્રતિસ્પર્ધી ગુણપોષક ક્રિયાકલાપનું પુનઃ પુનઃ સેવન અનિવાર્ય છે. સદનુષ્ઠાન જેટલી વાર કરીએ તેટલું ઓછું છે. જીવે પાપક્રિયાઓ જેટલી વાર સેવી છે, તેની સંખ્યાની અપેક્ષાએ સદનુષ્ઠાનના સેવનની સંખ્યા કોઈ વિસાતમાં નથી. અધર્મ કરતાં ધર્મનો પ્રભાવ પ્રબળ છે, એટલે જ સાચો ધર્મ અનંત १. तत्र चाऽऽसीत् सार्थवाहो, धनो नाम यशोधनः। आस्पदं सम्पदामेकं, सरितामिव सागरः ।।३६।। आसंस्तस्य महेच्छस्याऽनन्यसाधारणाः श्रियः । परोपकारैकफला, रुचो हिमरुचेरिव।।३७।। सदा सदाचारनदीप्रवाहैकमहीधरः । सेवनीयो न कस्याऽऽसीत्, स महीतलपावनः? ।।३८ ।। तस्मिन्नौदार्यगाम्भीर्यधैर्यप्रभृतयो गुणाः । आसन् बीजान्यमोघानि, प्रभवाय यशस्तरोः ।।३९।। कणानामिव रत्नानामुत्करास्तस्य वेश्मनि। गोणीनामिव देवाङ्गवाससामपि राशयः ।।४।। अश्वैरश्वतरैरुष्ट्रहिनैरपरैरपि। तस्य वेश्म व्यराजिष्ट, यादोभिरिव सागरः ।।४१।। धनिनां गुणिनां कीर्तिशालिनां च नृणामसौ। धुर्यत्वं धारयामास, प्राणोऽङ्गमरुतामिव ।।४२।।
(faષષ્ટિશતાવાપુરુષરિત્ર પર્વ-૨, સ-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org