________________
૧૧૪
ભાવતીર્થ - અનુષ્ઠાન
ઔષધ તરીકે જોઈએ છે. વેપારી પ્રૌઢ ઉંમરનો છે. તેને થાય છે કે ધૂળ પડી મારા જીવનમાં, મને આટલી ઉમરે જે સુકૃતના ભાવ નથી થતા તેવો ભાવ આ શ્રીમંત કુટુંબના નબીરા જુવાનિયાઓને થાય છે. ખરેખર આ છએની ઉંમર અને સંયોગો એવા છે કે “જો ગુણિયલ ન હોય તો વિકારોમાં સબડતા હોય, ઇન્દ્રિયોની મોજ-મજામાં પરોવાયેલા હોય. તેને બદલે પોતાનું વિપુલ ધન ખર્ચીને મહાત્માની ભક્તિના ઉમળકા સેવે છે. તેથી અનુમોદના કરીને તે વેપારી કહે છે કે “આ બંને વસ્તુ ખુશીથી લઈ જાઓ. મારે તેની કિંમત નથી જોઈતી'. આ નિમિત્તથી વેપારીને એવી શુભભાવની ધારા જાગી કે તેણે સર્વત્યાગ કરી સદ્ગુરુ પાસે દીક્ષા લઈ સાધના કરી, થોડા સમયમાં પરમપદની પ્રાપ્તિ કરી.
આ છએ મિત્રોએ મહાત્માની એવી ચિકિત્સા કરી કે જેથી તેઓ સંપૂર્ણ નિરોગી કંચનવર્ણી કાયાવાળા બન્યા. આ સુકૃતથી તેમણે જબરદસ્ત પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું. મહાત્માની વૈયાવચ્ચે થયા પછી વધેલા ગોશીષચંદન અને રત્નકંબલ, બુદ્ધિશાળી એવા તેઓએ બજારમાં વેચી, જે પૈસા આવ્યા તેમાંથી સુવર્ણ ખરીદી, સાથે પોતાનું દ્રવ્ય જોડી, તે જ નગરમાં ઉન્નત શિખરવાળું ભવ્ય જિનાલય બંધાવ્યું. ત્યાં રોજ ત્રિકાળ જિનપૂજા ભાવપૂર્વક કરે છે. યુવાનીમાં પણ સદાચારમય જીવન જીવતા એવા તેઓને અમુક સમયે વૈરાગ્ય થયો, તેથી સંસાર છોડી દીક્ષા લીધી. ઉત્તમ ચારિત્રધર્મની આરાધના કરે છે. ઇન્દ્રિયોનો જય કેળવી કષાયોનો ઉચ્છેદ કરવા, ધીરતાપૂર્વક ઉપસર્ગ-પરિષદને સહન કરે છે. લાખો વર્ષો સુધી પંચાચારની ક્રિયાઓને ભાવથી પુનઃ પુનઃ સેવે છે. કઠોર તપ-ત્યાગ, જીવનમાં થાક્યા વિના આચરે છે. આ ભવમાં છએ મહાત્માઓએ રત્નત્રયીના ગુણોને પ્રગટાવી, સાચવી, સુરક્ષિત કર્યા છે. હવે અનુષ્ઠાનો દ્વારા તેમના આત્મામાં ગુણો ઓળઘોળ થયા છે. ક્રિયાની નિપુણતાના કારણે અમ્મલિત થયા છે. તમે એક-બે સામાયિક કરો કે ક્યારેક પૌષધ કરો, તોપણ થોડી ક્રિયાઓથી થાકી જતા હો છો. લાખો-કરોડો વર્ષો સુધીના, દિવસ-રાતના સતત ક્રિયામય જીવનની કલ્પના કરી શકો છો ? આ જીવોનો સામાન્ય પુરુષાર્થ નથી; છતાં પણ થાક્યા વિના, ધૈર્ય ગુમાવ્યા વિના, બેબાકળા થયા १. ते षडप्येकदा जातसंवेगाः साधुसन्निधौ। धीमन्तो जगृहुर्दीक्षा, मर्त्यजन्मतरोः फलम्।।७८१।। ते विजहुः पुरि पुरो, ग्रामे ग्रामाद् वने वनात्। तिष्ठन्तो नियतं कालं, राशौ राशेरिव ग्रहाः ।।।।७८२।। शाणैरिव तपोभिस्ते, तूर्यषष्ठाष्टमादिभिः । चारित्ररत्नं विदधुनिर्मलं निर्मलादपि।।७८३ ।। अपीडयन्तो दातारं, प्राणधारणकारणात्। पारणे जगृहुर्भिक्षां, ते मधुव्रतवृत्तयः ।।७८४ ।। अवलम्बितधैर्यास्ते, क्षुत्पिपासातपादिकान्। परीषहान् सहन्ते स्म, प्रहारान् सुभटा इव।।७८५।। सेनाङ्गानीव चत्वारि, मोहराजस्य सर्वतः। चतुरोऽपि कषायांस्ते, जिग्युरस्त्रैः क्षमादिभिः ।।७८६।। कृत्वा संलेखनामादौ, द्रव्यतो भावतश्च ते। भेजिरेऽनशनं कर्मशैलनिर्नाशनाशनिम।।७८७।। समाधिभाजस्ते पञ्चपरमेष्ठिनमस्क्रियाम्। स्मरन्तस्तत्यजुर्देहं, न हि मोहो महात्मनाम्।।७८८।। षडपि द्वादशे कल्पेऽच्युतनामनि तेऽभवन्। शक्रसामानिकास्तादग, न सामान्यफलं तपः ।।७८९।।
(ત્રિષષ્ટિશતાવાપુરુષરિત્ર પર્વ-૨, સ-)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org