________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૧૩ એક વાર જીવાનંદ વૈદ્યને ત્યાં સૌ મિત્રો ભેગા થયા છે ત્યારે સાક્ષાત્ ચિનોક્ત આચારની મૂર્તિ એવા ગુણાકર નામના નિરપેક્ષ મુનિ ભિક્ષાર્થે પધાર્યા છે. તેમને સુકોમળ દેહ છતાં ઉગ્ર કષ્ટ સહન કરતાં આખા શરીરે ગળતો કોઢ રોગ થયો છે. વૈદ અને મિત્રોએ ભેગા થઈ વંદનપૂર્વક ઉલ્લાસથી મહાત્માને ભિક્ષા વહોરાવી. તેમના સમિતિ-ગુપ્તિયુક્ત આચાર પર છએને બહુમાન છે. તીર્થકરકથિત આચાર, લાયક જીવોને પણ સ્વયં સ્ફર દુષ્કર છે, છતાં વર્તનરૂપે જીવંત આચાર જુએ તો અવશ્ય બહુમાન થાય અને ગુણોની ઓળખ કરાવે તેવો છે. તેથી સદ્ભાવ પામેલા રાજપુત્રે વૈદમિત્રને કહ્યું કે “તારા વૈદપણાના જ્ઞાનમાં ધૂળ પડી, કે આવા નિર્દોષ મહાત્માનો રોગ પણ તું મટાડતો નથી. ખરેખર આ મહાત્મા ચિકિત્સાશાનનો સદુપયોગ કરવાનું શ્રેષ્ઠ પાત્ર છે. ત્યારે જીવાનંદ કહે છે કે “આ મહાત્માની દવા કરવા હું પણ ઉત્સુક છું. માત્ર એમનો રોગ ઘણો ઊંડો છે, અને સાધુના આચાર સાથે સંગત થાય તેવો ઉપચાર કરવો હોય તો ઘણી મોંઘી વસ્તુની જરૂર પડે. તેમાંની તમામ મારી પાસે નથી, મારી પાસે એક લક્ષપાક તેલ છે. રાજકુમાર અને મંત્રીપુત્ર આદિ મિત્રો કહે છે કે “અમે બાકીની વસ્તુઓ લાવી આપીએ. લક્ષપાક તેલનું મૂલ્ય એ કાળમાં લાખ સુવર્ણમુદ્રા હતું. લાખ વાર ઔષધોની ભાવના આપી-આપીને બનાવેલ હોય. આવું મૂલ્યવાન તેલ મહાત્માની ભક્તિમાં વાપરવાની તેની તૈયારી છે; પરંતુ ગોશીષચંદન અને રત્નકંબલ જે બંનેની પણ લાખ-લાખ સુવર્ણમુદ્રા કિંમત છે, આજના રૂપિયા ગણો તો અબજો થાય, જે તેની પાસે નથી. તોપણ મિત્રોએ કહ્યું કે અમે લાવી આપીએ”. “તે ખરીદવા મોટા વેપારીને ત્યાં ગયા. માલની માંગણી કરી. આવી બહુમૂલ્ય ઉત્તમ વસ્તુઓની માગણીથી પેલો વેપારી આશ્ચર્ય પામીને પૂછે છે કે “તમારે આની શી જરૂર છે ? ત્યારે આ યુવાનો કહે છે કે અમારે મહાત્માની વૈયાવચ્ચ કરવી છે. તે માટે १. वाणिअओ संभंतो भणति-किं देमि?, ते भणंति-कंबलरयणं गोसीसचंदणं च देहि, तेण भण्णति-किं एतेहिं कज्जं?, भणंति-साहुस्स किरिया कायव्वा, तेण भणितं-अलाहि मम मोल्लेण, इहरहा एव गेण्हह, करेह किरियं, ममवि धम्मो होउत्ति, सो वाणियगो चिंतेइ-जइ ताव एतेसिं बालाणं एरिसा सद्धा धम्मस्सुवरिं, मम णाम मंदपुण्णस्स इहलोगपडिबद्धस्स नत्थि, सो संवेगमावण्णो तहारूवाणं थेराणं अंतिए पव्वइओ सिद्धो।
(માવયનિવૃત્તિ પૂર્વ ભાગ મા-૧, ૨૭૨-૭૨, ટીવા) * रत्नकम्बलगोशीर्षे, मूल्यमादाय यच्छ नः। इत्युक्तस्तैर्वणिग्वृद्धस्ते ददानोऽब्रवीदिदम्।।७४८।। दीनाराणां लक्षमेकं, प्रत्येकं मूल्यमेतयोः । गृह्णीत ब्रूत वस्तुभ्यां, किमाभ्यां वः प्रयोजनम् ? ।।७४९।। तेऽप्यूचुर्मूल्यमादत्स्व, दत्स्व गोशीर्षकम्बलौ। एताभ्यां हि महासाधुचिकित्सा नः प्रयोजनम् ।।७५०।। श्रुत्वा तद्वचनं श्रेष्ठी, विस्मयोत्तानलोचनः । रोमाञ्चसूचितानन्दश्चेतसैवमचिन्तयत्।।७५१।। क्वैषां यौवनमुन्मादप्रमादमदनोन्मदम्? मतिविवेकवसतिर्वयोवृद्धोचिता क्व च? ।।७५२।। जराजर्जरकायाणां, मादृशां योग्यमीदृशम्। कुर्वन्त्यमी यत् तदहोऽदम्यैर्भारोऽयमुह्यते।।७५३ ।। चिन्तयित्वेति सोऽवोचदिमौ गोशीर्षकम्बलौ। गृह्येतामस्तु वो भद्रं, भद्रा ! द्रव्येण चाऽस्तु वः ।।७५४ ।। अनयोर्वस्तुनोर्मूल्यमादास्ये धर्ममक्षयम्। धर्मभागीकृतः साधु, युष्माभिः सोदरैरिव।।७५५ ।। श्रेष्ठिश्रेष्ठोऽर्पयित्वाऽथ, तेषां गोशीर्षकम्बलौ। भावितात्मा प्रवव्राज, वव्राज च परं पदम्।।७५६।।
(ત્રિષષ્ટિશાપુરુષરત્ર પર્વ-૨, સ-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org