________________
૧૧૧
ભાવતીર્થ-અનુષ્ઠાન લલિતાંગને છેલ્લે સમયે જાગૃતિ આવી, એટલે મિત્રદેવની પ્રેરણાથી નંદીશ્વરદ્વીપની યાત્રા કરવા ગયા છે. રસ્તામાં યાત્રા કરતાં કરતાં જ આયુષ્ય પૂરું થવાથી એવી જાય છે. મોટા સમ્રાટને ત્યાં કુમાર તરીકે જન્મે છે. થોડા સમય પછી સ્વયંપ્રભાદેવી પણ દેવલોકમાંથી અવીને ચક્રવર્તી અને તીર્થકર બંને પદવીને ધારણ કરનાર એવા રાજાને ત્યાં શ્રીમતી નામે રાજ કન્યા તરીકે જન્મે છે. રાજકન્યા મોટી થઈ યુવાવસ્થામાં આવી છે, સર્વકલાનિપુણ છે. એક વખત તેણીએ મહેલમાંથી ઉદ્યાનમાં રહેલા સુસ્થિતમુનિ નામના મહાત્માનો કેવલજ્ઞાન ઉત્પત્તિનો મહોત્સવ કરવા આવેલ દેવતાઓને જોયા. “મેં આવું ક્યાંક જોયું છે” એવું વિચારતાં વિચારતાં મૂચ્છિત થઈને જાતિસ્મરણ જ્ઞાનથી ભૂતકાળ યાદ આવ્યો. જોયું કે આગલા ભવમાં પોતે સ્વયંપ્રભા નામની દેવી હતી.
હવે અનુરાગપૂર્વક લલિતાંગ ક્યાં હશે તે વિચારે છે. ધર્મના ફળરૂપે આ ભવમાં તેને અનેક રાજકુમારો ઇચ્છે છે, પરંતુ જાતિસ્મરણના કારણે મનમાં લલિતાંગ જ રમે છે. વિચારે છે કે અમારા બંને વચ્ચે અત્યંત સ્નેહ હતો. મારો જન્મ અહીં થયો, તેથી તે પણ આ ક્ષેત્રમાં જ જન્મ્યો હોવો જોઈએ. કર્મનો સિદ્ધાંત છે કે અતિશય સ્નેહ હોય તેનો યોગ કરાવે. પુણ્ય બાંધીને હું ધર્મપ્રભાવે અહીં જન્મી છું, તેમ લલિતાંગ પણ કોઈ ઉત્તમ કુળમાં જન્મ પામેલ હશે; પરંતુ તેની શોધ કેવી રીતે કરવી ? મનમાં મૂંઝાય છે. તેને અતિ નિકટ તેની ધાવમાતા છે. તેને તે પોતાના અંતરની વાત કરે છે, અનેક રાજકુમારનાં માંગા આવે છે, પરંતુ કન્યા સૌને ના પાડે છે. ધાવમાતા તેના પૂર્વભવના પાત્રને શોધવાનો ઉપાય પૂછે છે, ત્યારે વિચક્ષણ એવી તે કહે છે કે “હું આગલા ભવના સંકેતરૂપ સુંદર ચિત્ર દોરી આપું, જેમાં આબેહૂબ ઘટના-પ્રસંગો હોય. તે ચિત્રનું જે રહસ્ય ખોલી આપે તેને મારા પૂર્વભવનો પતિ સમજવો.” - એકવાર ચક્રવર્તી પિતાની વર્ષગાંઠ નિમિત્તે અનેક દેશના રાજપરિવારો ભેગા થયા છે. તે વખતે આ ચિત્ર લઈને રાજકુમારી ધાવમાતાને આપે છે, અને કહે છે કે તમારે રાજમાર્ગ પર આ ચિત્ર લઈને ઊભા રહેવું. સુંદર ચિત્ર જોવા જે રાજકુમારો આવે તેને કહેવાનું કે “આ ચિત્રનાં રહસ્યો જે કહી આપશે તેની સાથે આ રાજકન્યા પરણશે'. ચિત્ર ઘણા જુએ છે પણ કોઈ રહસ્ય કહી શકતા નથી. તેમાં એક કપટી દુર્દાત નામનો રાજકુમાર હતો. આ કન્યા પોતાના પૂર્વભવના પાત્રને શોધતી હશે એમ માની તે ઢોંગથી ઢળી પડ્યો. પેલાને ઊભો કરીને ધાવમાતા પૂછે છે ત્યારે પેલો કહે છે કે “મને મારો પૂર્વભવ યાદ આવ્યો. આ મારી આગલા ભવની પત્ની હતી. અમે દેવલોકમાં હતાં, ક્રીડા કરતાં હતાં', વગેરે બધું બનાવટી વર્ણન કર્યું. ધાવમાતા હોશિયાર છે, એટલે પેલાને નંદીશ્વરદ્વીપથી પાછા ફરતાં લલિતાંગદેવનું દશ્ય બતાવીને કહે છે કે “આ દશ્યનો અર્થ શું ? પેલો ચૂપ થઈ ગયો, એટલે ધાવમાતાએ તેને કાઢી મૂક્યો. એમ કરતાં વાસ્તવમાં લલિતાંગ દેવનો જીવ વજજંઘ રાજકુમાર થયો છે તે આવ્યો. ચિત્ર જોતાં તેને એટલી અસર થઈ કે વિહ્વળ થઈને ઢળી પડ્યો. ધાવમાતાને બધા જવાબો આપે છે. જવાબ આપતી વખતે તેના મુખ પર વિરહનું દુઃખ, વ્યગ્રતા સ્પષ્ટ દેખાય છે. તે કહે છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org