________________
૧૧૨
ભાવતીર્થ-અનુષ્ઠાન “મારી પૂર્વભવની પત્ની એવી તે દેવી ક્યાં હશે ? મને યાદ કરતી હશે ? તેના વિના મારું જીવન સૂનું સૂનું છે'. આ પરથી ધાત્રી સમજી ગઈ કે આ જ રાજકુમાર, રાજકુમારીનું પ્રિય પાત્ર છે. ત્યારબાદ પિતા દ્વારા ધાવમાતાએ બંનેનો વિવાહ કરાવ્યો. બંને સજ્જન, ગુણિયલ, ભદ્રિક પ્રકૃતિનાં છે. જીવનમાં તીવ્ર કલુષિત ભાવ નથી. રાગ અને સાનુકૂળ સંયોગોથી બંને ભોગોમાં મસ્ત છે. ઘણાં વર્ષો વીતી ગયાં. રાજપુત્રો આદિ પરિવાર પણ થયો. ત્યારબાદ એક વાર એક નગરથી બીજા નગરે રાજા-રાણી પરિવાર સાથે જતાં હતાં. રસ્તામાં જ્ઞાની મહાત્મા મળ્યા. દેશના સાંભળી. વૈરાગ્ય થવાથી દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. રાજ્યમાં જઈ જવાબદારીથી નિવૃત્ત થઈ દીક્ષા લઈશું એવા નિર્ણય સાથે રાજ્યમાં પહોંચી રાત્રે મહેલમાં સૂતાં છે. દીક્ષાના ભાવ સાથે સૂતાં છે, છતાં હજુ સમકિત નથી પામ્યાં. સમકિત કેટલું દુર્લભ છે તેનો આ દાખલો છે. તે વખતે સત્તાની ખટપટને કારણે તેમના પુત્રે જ મહેલમાં ઝેરી ધુમાડો કર્યો. તે શ્વાસમાં જવાથી બંને મૃત્યુ પામ્યાં. શુભભાવમાં મરીને બંને યુગલિક થયાં.
આ દૃષ્ટાંત દ્વારા એ સમજવાનું છે કે નિર્નામિકાના ભાવમાં ધર્મ પામ્યા પછી આજીવન સક્રિયાઓ કરીને ગુણો ટકાવ્યા; છતાં દેવના ભવમાં, રાજા-રાણીના ભવમાં, યુગલિકના ભવમાં અને ત્યારબાદ દેવના ભવમાં લગભગ સાંસારિક ભોગ-ક્રિયાઓમાં સમય વીતી ગયો. રત્નત્રયીરૂપ આત્માના ગુણોની વિશેષ પ્રાપ્તિ કે વૃદ્ધિ થઈ નહીં; કારણ કે વિપરીત ક્રિયાઓમાં જ સમય વ્યતીત થયો. જન્માંતરમાં પુનઃ પુનઃ ધર્મક્રિયાઓના સેવન વિના ગુણોની પ્રાપ્તિ કે વૃદ્ધિ સંભવે નહિ; પરંતુ ઉત્તમ ભવિતવ્યતાના યોગે દરેક ભાવોમાં આયુષ્યબંધ અવસરે પાછા ધર્મઆરાધનામાં કે શુભ પરિણામમાં રમે છે, તેથી ફરી સામગ્રીયુક્ત ભવની પ્રાપ્તિ થાય છે. આ પણ બધાને સુલભ નથી હોતું. ઉપરાંત દરેક ભવમાં પ્રકૃતિની સુંદરતાજન્ય સજ્જનતા, સાત્ત્વિકતા આદિ ગુણો ટકેલા રહ્યા છે, જે અમુક માત્રામાં પુણ્યબંધ પણ કરાવે છે; છતાં આ ભવોમાં મોક્ષમાર્ગમાં ઉત્તમ વિકાસ સાધી શક્યા નથી. પૂર ઝડપથી વિકાસ તો હવે પછીના ભાવોમાં થશે. જીવાનંદ આદિ છ મિત્રોની મહાત્માની ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ :
ઋષભદેવ પ્રભુનો આત્મા આઠમા ભવમાં દેવલોકમાંથી આવીને નવમા ભવમાં એક મહાનગરમાં વૈદના દીકરા જવાનંદ તરીકે જન્મે છે. નિર્નામિકાનો જીવ તે જ નગરમાં કેશવ નામે શ્રેષ્ઠિપુત્ર તરીકે જન્મે છે. આ ભવમાં તેમની સાથે બીજા ચાર ઉત્તમ જીવો જોડાયા છે. તે જ નગરનો રાજપુત્ર, મંત્રીપુત્ર, નગરશેઠનો પુત્ર અને સાર્થવાહનો પુત્ર, ચારે જીવો જોડાયા છે. છએને બાલ્યકાળમાં સહવાસથી ગાઢ મૈત્રી થઈ છે. યુવાવસ્થામાં પણ સગા ભાઈઓની જેમ પરસ્પરને
ત્યાં રહે છે. છએ સ્વભાવથી ખાનદાન, સજ્જન, પાપપ્રવૃત્તિઓથી દૂર રહેનારા, યુવાનીના ઉન્મત્તતાદિ દોષોથી રહિત, સૌમ્ય પ્રકૃતિવાળા છે. બુદ્ધિ, ચાતુર્ય, કલા, વિદ્યા આદિને ઉત્તમ રીતે પામેલા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org