________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૦૯ નથી. લાખો સેવક દેવતા હાજર છે, જે કહે તે તહેનાતમાં હાજર કરે તેમ છે; પરંતુ ચેન પડતું નથી. લાખોનો સ્વામી એવો દેવતા આક્રંદ કરે છે. તે વખતે આગલા ભવનો સુબુદ્ધિ મંત્રી, જેણે તે ભવમાં ધર્મ પમાડેલો, તે સંયમની આરાધના કરી ઊંચા દેવલોકમાં ગયો છે, તે આવ્યો. આવીને પહેલાં પોતાની ઓળખાણ આપે છે, ભૂતકાળ યાદ કરાવે છે. સંયમની માત્ર ૨૫ દિવસની આરાધનાના પ્રભાવે આવા ઉત્તમ ભવમાં આવ્યો છે તે યાદ કરાવે છે. ત્યારે લલિતાંગ કહે છે કે મને મારી દેવી મેળવવાનો ઉપાય બતાડો. મોટા દેવતાનાં શક્તિ-જ્ઞાન વધારે હોય છે. મંત્રીનો જીવ એવો સમ્યગ્દષ્ટિ દેવતા લલિતાંગને સમજાવે છે કે એક તુચ્છ સ્ત્રી કે કામભોગ ખાતર આવા દુઃખી થવું, ગાઢ શોક કરવો તે તારા જેવાને શોભતું નથી. હિતશિક્ષા આપે છે કે આગલા ભવમાં તેં અલ્પ સમય ધર્મ કર્યો, તે વખતના સુખનો વિચાર કર. વિકારોમાં સાચી શાંતિ આપવાની તાકાત નથી, તે સમજાવે છે. લલિતાંગ કબૂલ કરે છે કે તમારી વાત સાચી છે, પણ મોહના આવેગને કારણે મારાથી રહી શકાતું નથી. મને આખા દેવલોકમાં સ્વયંપ્રભા જ દેખાય છે. તારે મને સુખી કરવો હોય તો સ્વયંપ્રભા મળે તેવો ઉપાય દેખાડ, પછી ધર્મ કરીશ. તીર્થંકરનો આત્મા, આગલા ભવમાં સમકિત સાથે ચારિત્રની આરાધના કરી છે, તેવા જીવને પણ નિમિત્ત મળતાં કેટલી અસર થાય છે ! મોહની ભારે તાકાત છે. મોહ જેને પંજો ફેલાવી પકડે પછી જીવ આવેગોમાંથી છૂટી શકતો નથી. સમકિતી એવો મિત્રદેવ સમજી ગયો કે આને માર્ગે લાવવા અત્યારે તેની ઇચ્છા સંતોષી મન શાંત કરાવ્યા સિવાય છૂટકો નથી. તેથી ઉપયોગ મૂકીને તપાસ કરી કે સ્વયંપ્રભાદેવીના સ્થાન પર જન્મી શકે તેવું પુણ્ય સંચિત કરેલો જીવ કોણ છે ? ત્યારે તેને અનશન કરી રહેલી નિર્નામિકા દેખાઈ. કર્મના સિદ્ધાંત પ્રમાણે, પુણ્ય-પાપથી આત્માએ ન બાંધ્યા હોય તેવા વિપાક દેવતા પણ આપી શકતા નથી. તેથી તે દેવતાએ પુણ્ય બાંધેલા જીવની શોધ ચલાવી નિર્નામિકાને પસંદ કરી. હવે લલિતાંગને. કહે છે કે તું નિર્નામિકાને જઈને તારું રૂપ-ઐશ્વર્ય દેખાડ, જેથી તે તારા પ્રત્યે આકર્ષિત થાય અને તારા સંયોગનું નિયાણું કરે. નિર્નામિકા માટે આ કટોકટીનો પ્રસંગ છે. તેને યુવાનીમાં પણ કોઈ પરણવા તૈયાર નહોતું, આખી જિંદગી ભોગથી વંચિત રહેવું પડ્યું છે. અત્યારે સામાન્ય દેવ નહીં, પણ વૈમાનિક દેવોના અધિપતિસ્થાને રહેલો મહાપુણ્યશાળી અને કામદેવ જેવા રૂપવાળો લલિતાંગ આકર્ષવા પ્રયત્ન કરે છે. આવા પ્રબળ નિમિત્તમાં મહાવિરાગીનાં મન ટકે. નિર્નામિકાના આત્મા પર ધર્મક્રિયાથી ટકેલા ગુણો એવા દૃઢ નથી કે તેને અત્યારે નિર્લેપ બનાવે. લલિતાગે રૂપ-ઐશ્વર્ય દેખાડ્યાં એટલે તે આકર્ષિત થઈ. લલિતાંગ દેવ તેને કહે છે કે મારી ઇચ્છા હોય તો મનમાં સંકલ્પ કર કે આ ધર્મના પ્રભાવે મરીને આની પત્ની થઉં.
સભા : આ નિયાણું છે ને ?
સાહેબજી : હા, નિયાણું છે, સામાન્ય સંયોગોમાં તેણે નિયાણું નથી કર્યું. આખી જિંદગી ભોગ વિના ગઈ તોપણ તેણે ધર્મના ફળરૂપે કાંઈ માંગ્યું નહોતું. સામાન્ય સંયોગોમાં તે ઇચ્છા કરે તેમ જ નથી. તમારી જેમ મામૂલી નિમિત્તમાં નિયાણું કરનાર તરીકે તેને નહિ વિચારતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org