________________
૯૮
ભાવતીર્થ-અનુષ્ઠાન
નહીં અને પ્રગટેલો ટકે પણ નહીં, પરંતુ અહિંસાની ક્રિયા કરનાર ધીરે-ધીરે કોમળતાના ભાવને પામે. સૌમ્યતાગુણ કેળવવા સૌમ્ય વર્તન જરૂરી. કઠોર વર્તન કરનાર ક્રૂરતાના ભાવને પામે. સીધો સાદો નિયમ છે કે સહુ કોઈને ગુણોનો વિકાસ કરવા ગુણપોષક ક્રિયાઓ અપનાવવી જ પડવાની. રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની એકાંતે પોષક ક્રિયાઓ તે જ જિનોક્ત અનુષ્ઠાન છે.
પ્રભુએ ચતુર્વિધ સંઘ સ્થાપ્યો, તેમાં રહેલા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને માત્ર સભ્યપદનો બિલ્લો આપી મોક્ષની બાંહેધરી નથી આપી, પરંતુ તેમને રત્નત્રયીનું વિધિપૂર્વક પ્રદાન કરી તેને અનુરૂપ ક્રિયાકલાપ ઉપદેશ્યો છે. તેમાં જે સમ્યક્ પુરુષાર્થ કરે તે જ તરે. તીર્થકરો કોઈને જાદુમંતર-છૂમંતર કરીને કે કાનમાં ફૂંક મારીને મોક્ષે પહોંચાડતા નથી. તે પોતે પણ રત્નત્રયી અને તેના સાધક આચારનું અવલંબન લઈને તર્યા છે, આપણને પણ આ બંનેનું આલંબન લેશો તો જ તરશો તેમ સ્પષ્ટ કહે છે. જૈનશાસનમાં કલ્યાણનો માર્ગ સહુ માટે સરખો છે, તેમાં કોઈની monopoly કે reservation નથી.
કોઈએ દયાળુ બનવા અહિંસાની ક્રિયા અપનાવી, જેથી હૃદયમાં કોમળતા પેદા થઈ; પરંતુ તેને જાળવી રાખવી હોય તો ફરી એ ક્રિયાને જ આચરવી પડે. તેના બદલે કઠોર ક્રિયાઓ ચાલુ કરે તો આવેલો ગુણ ભાગી જાય. ગુણને પેદા કરવા પણ ક્રિયા જોઈએ અને ટકાવી રાખવા પણ ક્રિયા જોઈએ. તમે રોજ બધા સાથે ઝઘડવાની ક્રિયા કરો, બથંબથ્થા કરો; છતાં તમારામાં દયા કે ક્ષમા ગુણ આવી જાય તેવું ન બને. ગુણને અનુરૂપ આચરણ જોઈએ. આ રાજમાર્ગ છે. અરે ! ખાલી ગુણના જ્ઞાનથી પણ ગુણ આવી જતા નથી. પ્રારંભ જ અભ્યાસક્રિયાથી કરવો પડે. સંગીત શીખવું હોય તો માત્ર સંગીતનાં lecture સાંભળો તે ન ચાલે, વાજું લઈને pracitce કરવા બેસવું પડે. તમને સંસારમાં ખબર છે કે ક્રિયાની ડગલે ને પગલે જરૂર પડે. તમે સાંસારિક ક્રિયાઓના અભ્યાસુ પણ છો અને નિપુણ પણ છો. વારંવાર ક્રિયાઓ કરી કરીને જ સંસારમાં બધું શીખ્યા છો. અરે ! સ્ત્રીઓને રસોઈના કામ માટે પણ પહેલાં practice કરવી પડે છે. વળી, જ્યારે જ્યારે ફળ જોઈતું હોય ત્યારે પણ તેને યોગ્ય ક્રિયા જ એકમાત્ર શરણ છે. કોઈને તબલાં વગાડવાની કળામાં નિષ્ણાત બનવું હોય, ઉસ્તાદ નંબર વન બનવું હોય તો તેણે તે કળા પ્રત્યે આકર્ષણ ને જાણકારી મેળવવી જરૂરી છે; પરંતુ આકર્ષણ અને જાણકારી ગમે તેટલી મેળવે પણ હાથમાં તબલાં લઈ વગાડવાની practice ન કરે ત્યાં સુધી આવડે જ નહીં. Practiceરૂપે ઘણો સમય વગાડવાની ક્રિયા કરે પછી આવડી તો જાય; પરંતુ ત્યારબાદ તબલાં મૂકી દે તો થોડા સમયમાં ભૂલી જાય. ભૂલવું ન હોય અને આવડત ટકાવી રાખવી હોય તો ક્રિયા ચાલુ રાખવી પડે. અમુક સમય પછી ભુલાઈ ન જાય તેવી કળા હસ્તગત થયા પછી, જો તે કળામાં ક્યારે પણ જાણતાં-અજાણતાં ભૂલચૂક ન થાય તેવી mastery મેળવવી હોય, તો એ જ તબલાં વગાડવાની ક્રિયાને હજી દઢતાથી સેવવી પડે. ઊંઘમાં પણ તબલાંનો તાલ ન ભુલાય, વગર વિચારે આંગળીઓ ચલાવે તોપણ તાલ પ્રમાણે જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org