________________
ભાવતીર્થ-અનુષ્ઠાન ફલશ્રુતિરૂપે આચરણ પણ છે. શાસ્ત્રાનુસારી અનુષ્ઠાન ગુણનું કારણ પણ છે અને ગુણની ફલશ્રુતિ પણ છે. જૈનશાસનમાં દર્શાવેલ ક્રિયાકલાપ એ પણ તારક ભાવતીર્થ જ છે. અહીં ક્રિયાકલાપથી શાસ્ત્રાનુસારી ક્રિયા લેવાની, મન ફાવે તેવું અનુષ્ઠાન નહીં; તે તીર્થ ન બને. આ જગતમાં જ્યાં સુધી તીર્થકરકથિત ક્રિયા-અનુષ્ઠાન જીવંત હશે ત્યાં સુધી જ તીર્થ ટકશે; કારણ કે રત્નત્રયી પણ આત્માના અદૃશ્ય ગુણો છે. તેને ઓળખવા, શ્રદ્ધાન કરવા, પ્રાપ્ત કરવા, પ્રાપ્ત થયેલાને સ્થિર કરવા, સ્થિર પામેલા ગુણને સુરક્ષિત કરવા, સુરક્ષિત ગુણની અભિવૃદ્ધિ કરવા અને અભિવર્તિત ગુણની અભિવ્યક્તિ કરવા ઉપાય ક્રિયાકલાપ જ છે; જે વર્તન સ્વરૂપ છે, પ્રત્યક્ષ જોઈ-જાણી શકાય છે. મોક્ષે જવું હોય તો સાધના કરવી પડશે. સાધના પુરુષાર્થરૂપ છે, જે ગુણપોષક અનુષ્ઠાન જ છે. તેના દ્વારા જ આત્મા વિકાસ સાધી શકે છે. જેમ કોઈને ક્ષમા ગુણ જોઈતો હોય તો તેને અનુરૂપ વર્તનથી જ તેણે પુરુષાર્થનો પ્રારંભ કરવો પડે. શરૂઆતમાં તે ક્રિયા અભ્યાસરૂપ હોય. ગુણ ન હોવા છતાં ગુણને કેળવવા કરાતી ક્રિયા તે અભ્યાસ છે. તેનાથી ગુણ ન હોય તો ધીરે-ધીરે પેદા થાય. પછી પેદા થયેલો ગુણ તે જ ક્રિયાને વધારે સારી રીતે કરાવે, જેનાથી એ ગુણ સ્થિર થાય. સ્થિર ગુણવાળાની ક્રિયા દૃઢતાપૂર્વકની અસ્મલિત થાય, જેથી તે ગુણ આત્મામાં સુરક્ષિત થઈ જાય; અને સુરક્ષિત થયેલો ગુણ આપમેળે પોતાની અભિવ્યક્તિરૂપે સહજક્રિયા કરાવે. આમ, સિદ્ધ થયેલા ગુણોની અભિવ્યક્તિ તે જ અસંગઅનુષ્ઠાન છે, જેમાં ગુણમય ક્રિયાઓ સ્વભાવરૂપે જ પ્રવર્તે છે. અનુષ્ઠાનના પણ સાધનારૂપે ક્રમિક તબક્કા છે, પરંતુ એટલું ચોક્કસ છે કે જેને ગુણ જોઈતો હોય તેણે તેને અનુરૂપ ક્રિયાના શરણે જવું પડે. દયાગુણ કેળવવા અહિંસાનું વર્તન જ આવશ્યક છે. રોજ મારામારી કરે, જીવોની હિંસા કરે, અન્ય જીવો પ્રત્યે કઠોર વર્તન કે કૂર આચારવાળો બને, તો દયાગુણ પ્રગટે પણ
१. स्थैर्याधानाय सिद्धस्यासिद्धस्यानयनाय च। भावस्यैव क्रिया शान्तचित्तानामुपयुज्यते।।१२।। क्रियाविरहितं हन्त, ज्ञान-मात्रमनर्थकम्। गतिं विना पथज्ञोऽपि, नाप्नोति पुरमीप्सितम्।।१३।। स्वानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते। प्रदीपः स्वप्रकाशोऽपि, तैलपूर्त्यादिकं यथा।।१४ ।। बाह्यभावं पुरस्कृत्य, येऽक्रिया व्यवहारतः । वदने कवलक्षेपं, विना ते तृप्तिकाङ्क्षिणः ।।१५।। गुणवद्बहुमानादेनित्यस्मृत्या च सत्क्रिया। जातं न पातयेद्भावमजातं जनयेदपि।।१६।। क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया। पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ।।१७।। गुणवृद्ध्यै ततः कुर्यात्, क्रियामस्खलनाय वा। एकं तु संयमस्थानं, जिनानामवतिष्ठते।।१८।।
(મધ્યાત્મોપનિષદ્ર, વિહાર-૩) * क्रियाविरहितं हन्त, ज्ञानमात्रमनर्थकम्। गतिं विना पथज्ञोऽपि, नाप्नोति पुरमीप्सितम्।।२।। स्वानुकूलां क्रियां काले, ज्ञान-पूर्णोऽप्यपेक्षते। प्रदीपः स्वप्रकाशोऽपि, तैलपू[व]ादिकं यथा।।३।। बाह्यभावं पुरस्कृत्य, ये वदने कवलक्षेपं, विना ते तृप्तिकांक्षिणः ।।४ ।। गुणवद्बहुमानादेर्नित्यस्मृत्या च सत्क्रिया। जातं न पातयेद् भावमजातं जनयेदपि।।५।। क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया। पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः।।६।। गुणवृद्ध्यै ततः कुर्यात, क्रियामस्खलनाय वा। एकं त संयमस्थानं, जिनानामवतिष्ठते।।७।।
(જ્ઞાનસાર, ૩ -૧ મૂત)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org