________________
ભાવતીર્થ – અનુષ્ઠાન
૯૯
exact આંગળીઓ પડે, તો તે કળા સહજતાના કારણે સિદ્ધ થઈ ગણાય. એમ સાંસારિક તમામ કળાઓમાં પણ ક્રિયાનો ક્રમ છે જ. માત્ર તે વિકાર-વાસનાપૂર્તિના લક્ષ્યવાળી છે, તેથી તેનાં અંતિમ ફળ આવેગપૂર્તિ સિવાય કાંઈ જ નથી. જ્યારે અધ્યાત્મના ક્ષેત્રે ક્રિયાઓ દ્વારા આત્માના અમૂલ્ય ગુણોની શાશ્વત મૂડી સર્જવાની છે. એક પણ ગુણ આત્મસાત્ કરવો તે નાનુંસૂનું કામ નથી. પ્રાયઃ કરીને મહાસાધકોને પણ ભવોભવની સાધના જોઈએ છે. “તીર્થકરો જેવા ઉત્તમોત્તમ આત્માઓને પણ ગુણો આત્મસાત્ કરવા ક્રિયાના આ તમામ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. હા, અંતિમ ભવમાં તેમને ક્રિયાઓની practice કરવાની નથી. તીર્થકરો દીક્ષા લે તે ક્ષણથી જ તેમના આત્મામાં રત્નત્રયીના પરિપાકરૂપ સમતા પ્રગટી જાય છે. ત્યારબાદ દીક્ષાઅવસ્થામાં તેમની તમામ ક્રિયાઓ માત્ર અંદર રહેલા ગુણોની અભિવ્યક્તિરૂપ જ હોય છે; કારણ કે જનમ-જનમથી સાધના કરીને સિદ્ધ કરેલો ગુણ માત્ર સાહજિક વર્તન કરાવે છે. ગુણની ઉત્પત્તિથી અભિવ્યક્તિ સુધીની તમામ ક્રિયાઓ સાંગોપાંગ ગુણ સાથે ઓતપ્રોત છે. સર્વ કર્મનો ક્ષય કરવા અનુષ્ઠાનરૂપે આ ક્રિયાઓ સહુને જરૂરી છે.
સભા : દાખલો આપી સમજાવો.
સાહેબજી ઃ દૃષ્ટાંત દ્વારા સમજવું હોય તો પ્રાથમિક કક્ષાનો જીવ લેવો પડે જે સાધનાની શરૂઆત કરતો હોય. ત્યારબાદ આગળના ભાવોમાં ઉત્તરોત્તર વિકાસ સાધી જે શ્રેષ્ઠ કક્ષાએ પહોંચેલ હોય, તે જીવમાં આ બધા તબક્કા જોવા મળે. દા. ત. ભગવાન મહાવીરનો આત્મા નયસારના ભવથી જ્યારે ઋષભદેવ ભગવાનનો આત્મા ધના સાર્થવાહના ભવથી, શ્રેયાંસકુમારનો આત્મા નિર્નામિકાના ભાવથી વિકાસ પામ્યો. તે પહેલાં આ સૌના અનંતા ભવો થયા છે, પણ તેની કિંમત શૂન્ય છે; કારણ કે આધ્યાત્મિક વિકાસથી શૂન્ય દેવલોકનો ભવ હોય કે મનુષ્યનો હોય, રાજા-મહારાજાનો હોય કે તપસ્વી-ત્યાગી-સંયમી મહાત્માનો હોય, પણ તેની કિંમત શાસ્ત્ર આંકી નથી, તો નરક-નિગોદના કે ક્ષુદ્ર ભવોની તો વાત જ ક્યાં કરવી ? તે સર્વ ભવોમાં વિકાસ હોય તો માત્ર ભૌતિક જ હોય, જે અંતે માટીમાં મળનારો, મૂલ્યન્ય છે. તેથી તે ભવોની કોઈ ગણતરી શાસ્ત્રમાં નથી, પછી ભલે તે તીર્થકરના આત્માના હોય, છતાં તેની નોંધ સુદ્ધાં લેવાની શાસ્ત્રની તૈયારી નથી. આ પરથી ભવની સાર્થકતાનો જૈનશાસનમાં criteria (ધોરણ) શું છે ? તે નોંધી લેશો.
१. "तत्पूर्विका" तीर्थपूर्विका अर्हत्ता, तदुक्तानुष्ठानफलत्वात्,
(પંજવસ્તુ, કન્નોવ-૨૨૩૬, ટીવા) ૨. સમકિત પામે જીવ તે, ભવગણતીએ ગણાય, જો વળી સંસારે ભમે, તો પણ મુગતે જાય. lરા વીર જિણેસર સાહિબો, ભમીયો કાલ અનંત, પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત. llll
(વીરવિજયજી વિરચિત મહાવીર સ્વામીનું ર૭ ભવનું સ્તવન પ્રારંભિક દુહા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org