________________
૧૦૨
ભાવતીર્થ-અનુષ્ઠાન બોધપાઠ ઝીલે છે. મહાત્માએ તેને છેક નરકગતિ સુધીનાં દુઃખોનું વર્ણન કરી સંસારની ભયાનકતા દર્શાવી. આપણે બીજા જીવોનાં દુઃખો વિચારતાં શીખીએ તો આપણાં મોટા ભાગનાં દુઃખોનો જીવનમાં આપમેળે ભાગાકાર થઈ જાય. આ બોધપાઠ ગ્રહણ કરવા જેવો છે. ત્યારબાદ કેવલીએ તો તેને દેવલોકનાં સુખ પણ અસાર સમજાવ્યાં. આ સંસારમાં સુખ મળે તે વાત જ વાહિયાત છે. દરિયામાં મીઠા પાણીની ઇચ્છા રાખવી નિરર્થક છે, કારણ કે દરિયો ખારા પાણીથી જ ભરેલો છે; તેમ ચારે ગતિરૂપ સંસાર દુઃખ-વિડંબણા-આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરેલો છે. કદાચ તમામ ભૌતિક અનુકૂળતા પુણ્યથી મળે, તોપણ અંદર તો વાસના ને કષાયોની હોળી સળગતી જ રહેવાની; કારણ કે સંસારનો પાયો જ દુઃખ છે. અહીં નિર્નામિકામાં મુનિના ઉપદેશથી કર્મલઘુતા થઈ, ત્યાં જ પ્રથમ સમ્યક્ત પામી. મહાત્માના ઉપદેશ અનુસાર સમ્યક્ત સહિત દેશવિરતિ ભાવથી સ્વીકારી છે. વિચાર કરો, એક જ દેશનામાં આ જીવ પાંચમું ગુણસ્થાનક પામી ગયો.
સભા : પાત્રતા હતી ?
સાહેબજી : હા, અને પાત્રતા પણ જ્ઞાની મળવાથી ખીલી. એમ ને એમ ધર્મ પામવાની તેના જીવનમાં કોઈ શક્યતા ન હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org