________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૦૩
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१||
(પતિત પ્રd) ૨To જ્ઞોdy-૧) અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. પાંચે પાંચ ભાવતીર્થો લોકોત્તર :
તીર્થકરનામકર્મરૂપ પુણ્યના પ્રભાવે તીર્થકરો જગદુદ્ધારની પ્રવૃત્તિ કરે છે. સ્વયં વીતરાગ હોવાથી તેમને કોઈ કામના-ઇચ્છા નથી. વીતરાગ એનું નામ, જેના મનમાં કોઈ રાગ-દ્વેષ ન હોય. રાગ-દ્વેષનો જેણે ઉચ્છેદ કર્યો તે વીતરાગ. રાગ-દ્વેષથી આપણાં મન ઘેરાયેલાં છે, પછી તે શુભ રાગ-દ્વેષ હોય કે અશુભ હોય. શુભ રાગ-દ્વેષ શુભ કામના જન્માવે, અશુભ રાગ-દ્વેષ અશુભ કામના જન્માવે. પ્રભુ અર્ધનું બન્યા તે પહેલાં તેમણે પોતાના આત્મા પરથી મોહનો ઉચ્છેદ કર્યો છે. તેથી તેમને કામનાનો સંભવ નથી. તેમને અભિલાષારૂપે કોઈ પ્રવૃત્તિ નથી. પણ પુણ્ય એવું ઉત્કૃષ્ટ ઉદયમાં છે જે તેમના હાથે ઉત્કૃષ્ટ સત્કાર્ય કરાવે છે. આમ, સહજતાથી પરોપકારની પ્રવૃત્તિ કરતાં તીર્થકરો જગતને પાંચ લોકોત્તર વસ્તુનું પ્રદાન કરે છે, જે ભાવતીર્થો છે. ગણધર, દ્વાદશાંગી, તેમને અનુસરનારો ચતુર્વિધ શ્રીસંઘ, રત્નત્રયી અને અનુબંધશુદ્ધ ક્રિયાકલાપ : આ પાંચ ભાવતીર્થો લોકોત્તર છે. આ દુનિયામાં જેટલાં ધર્મતીર્થો છે, તે તેમના અનુયાયીઓને હિતનો ઉપદેશ આપે છે; સૌ પાસે ગુરુવર્ગ, શાસ્ત્ર, અનુયાયીઓનો સમૂહ, આરાધનાનો માર્ગ અને અનુષ્ઠાનો છે; પરંતુ તે સૌમાં લૌકિકતા છે, ભવચક્રથી પાર પમાડે તેવી સાંગોપાંગ તારકતા નથી. તીર્થકરોએ જે પાંચનું પ્રદાન કર્યું છે તેની તુલનામાં તે કાંઈ નથી. તેને ઓળખો તો તેની લોકોત્તરતા સમજાય. પાંચ-પાંચ લોકોત્તર તીર્થમાં અચિંત્ય તારકશક્તિ છે, શરણે આવેલા જીવમાત્રને સંસારસાગરથી તારવાની ક્ષમતા પાંચે પાંચ તીર્થો ધરાવે છે.
આ પાંચ લોકોત્તર તીર્થમાંથી છેલ્લા તીર્થનો આપણે વિચાર કરીએ છીએ. રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ પામવો હોય તેણે પહેલાં સમ્યગ્દર્શન આદિ ગુણોના પ્રગટીકરણ માટે અભ્યાસરૂપે દર્શનાચાર આદિ સેવવા પડે. આચારરૂપે અભ્યાસ કરતાં કરતાં તે ભવમાં, વર્ષો પછી, કે જન્માંતરમાં ગુણો પ્રગટે. ગુણ પ્રાપ્ત થયા પછી તેને સાચવવા ક્રિયાઓનું સેવન કરવું પડે.
१. उपकाराऽर्हलोकानामभावात्तत्र च प्रभुः । परोपकारैकपरः प्रक्षीणप्रेमबन्धनः ।।१४ ।। तीर्थकृत्रामगोत्राऽऽख्यं कर्म वेद्यं महन्मया। भव्यजन्तुप्रबोधेनानुभाव्यमिति भावयन्।।१५।। धुसन्निकायकोटीभिरसंख्याताभिरावृतः । सुरैः संचार्यमाणेषु સ્વબ્બપુ તથમાદ્દા.
(ત્રિષ્ટિશત્તાશાપુરુષાત્રિ પર્વ-૨૦, સજી-ધ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org