________________
૧૦૪
ભાવતીર્થ-અનુષ્ઠાન સચવાયેલા ગુણોને અસ્મલિત કરવા દઢતાથી ક્રિયાઓ કરવી પડે. આ રીતે સુરક્ષિત થયેલા ગુણોની અભિવૃદ્ધિ કરવા પણ ક્રિયાની જરૂરિયાત છે જ. અંતે તે ગુણોને સિદ્ધ કરવા પુનઃ પુનઃ ક્રિયા જ સાધન બને છે. સિદ્ધ થયેલા ગુણોની સહજ અભિવ્યક્તિ પણ ક્રિયા દ્વારા જ થવાની. ગુણની પૂર્વભૂમિકાથી આરંભીને ગુણની પરાકાષ્ઠા સુધી ક્રિયા સહાયક છે. અત્યારે ઘણા નિશ્ચયનયના પરિણામનો દાવો કરે છે; કે “સાક્ષીભાવ કે જ્ઞાતા-દૃષ્ટાભાવમાં અમે રહીએ છીએ, અમારે ક્રિયા સાથે મતલબ નથી, પરંતુ તેવું કહેનારા ભૂલે છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે નિશ્ચયના ભાવની નિશાની સવાસો ગાથાના સ્તવનમાં વર્ણવતાં કહ્યું કે
“હેમ પરીક્ષા જિમ હુએ છે, સહત હુતાશન તાપ;
જ્ઞાનદશા તિમ પરખીયે જી, જિહાં બહુ કિરિયા વ્યાપ”. સોની કહે કે મારું સોનું સો ટચનું છે, top qualityનું છે, સંપૂર્ણ શુદ્ધ છે; પરંતુ તે નક્કી કરવા ખરી કસોટી તો તેને આગમાં તપાવીને ગાળવાની છે. સાચું સોનું આગમાં ઓગળે તોપણ તેના રૂપ-રંગ આદિ ગુણધર્મોમાં કોઈ ફેરફાર ન થાય. જે સોનું અગ્નિના તાપને સહન નથી કરી શકતું, તે કદી સાચું સોનું હોતું નથી. તે અસલીના બદલે નકલી જ હોય છે. તેમ સાચી જ્ઞાનદશા હોય અર્થાત્ નિશ્ચયનયની પરિણતિ હોય તો આગળ-પાછળ અને વચ્ચે ક્રિયાનો વ્યાપ સાધન કે ફલરૂપે હોય જ. ઘણાંને ક્રિયા-અનુષ્ઠાન ફાવતાં નથી એટલે નિશ્ચયની વાતો કરે; પણ શાસ્ત્ર કહે છે કે કોઈ ને કોઈ રૂપે ક્રિયાનો વ્યાપ હોય ત્યારે જ નિશ્ચયનય સાચો. સોનાની ઉપમાથી પૂ. ઉપાધ્યાયજી મહારાજા એ સમજાવવા માગે છે કે સાધનામાં આદિથી અંત સુધી બધે જ ક્રિયા છે, પહેલાથી ચૌદમા ગુણસ્થાનક સુધી ક્રિયા છે. ક્રિયા વિનાનો, પુરુષાર્થ વિનાનો ફળસિદ્ધિનો ઉપાય આ દુનિયામાં ક્યાંય છે જ નહીં. ભૌતિક ક્ષેત્રમાં પણ નથી અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ નથી. ટૂંકમાં જિનોક્ત અનુષ્ઠાન, ક્રિયા એ મોક્ષે જવા માટે રત્નત્રયીની જેમ રાજમાર્ગ છે. એક જ દેશનામાં નિર્નામિકાને પ્રારંભિક રત્નત્રયીની પ્રાપ્તિ ઃ
આ અનુષ્ઠાનને જુદી જુદી ભૂમિકામાં સેવનારા જીવ તરીકે આપણે શ્રેયાંસકુમારનું દૃષ્ટાંત વિચારતા હતા. નિર્નામિકાના પ્રથમ ભવમાં કેવલી ભગવંતે દેશના દ્વારા સમ્યક્તપૂર્વક દેશવિરતિનું १. अथ साऽऽसादयामास, संवेगमतिशायिनम्। अयोगोल इवाऽभेद्यः, कर्मग्रन्थिरभिद्यत।।५९२।। महामुनेः पुरः साऽथ, सम्यक् सम्यक्त्वमाददे। प्रतिपेदे जिनोपज्ञं, गृहिधर्मं च भावतः ।।५९३ ।। अहिंसादीनि पञ्चाऽपि, तदैवाऽणुव्रतानि सा। परलोकाध्वपाथेयभूतानि प्रत्यपद्यत।।५९४ ।। मुनिनाथं प्रणम्याऽथ, गृहीत्वा दारुभारकम्। जगाम कृतकृत्येव, मुदिता सा स्वमालयम्।।५९५ ।। ततः प्रभृति सा तेपे, तपो नानाविधं सुधीः। स्वनामेवाऽविस्मरन्ती, युगन्धरमुनेगिरम्।।। ।५९६।। न हि कश्चिदुपायंस्त, दुर्भगां यौवनेऽपि ताम्। कटुतुम्ब्याः पक्वमपि, फलमश्नाति कोऽथवा? ।।५९७ ।। ततो विशिष्टसंवेगा, तत्राऽद्रावेयुषः पुनः । युगन्धरमुनेरग्रे, साऽस्त्यात्तानशनाऽधुना।।५९८ ।।
(ત્રિષષ્ટિશતાવાપુરુષત્રિ પર્વ-૨, સ-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org