________________
ભાવતીર્થ -અનુષ્ઠાન
૯૫ તેની અભિવૃદ્ધિ કરવી હોય તો તેનો ઉપાય પણ અનુષ્ઠાન જ છે. સંક્ષેપમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારમાં તમામ અનુષ્ઠાનો આવી જાય; પરંતુ વિવક્ષાથી વિસ્તાર કરીએ તો પંચાચાર આવે. આ અનુષ્ઠાન ભાવતીર્થ શા કારણથી છે ? તેની તારકતા પણ સમજવા જેવી છે. આ પણ નિશ્ચયનયનું ભાવતીર્થ છે. પર્યાયાર્થિકનય ઉસ્થિત નિશ્ચયનય આત્માને નહીં, પણ આત્માના ગુણો કે આત્મામાં રહેલી ક્રિયાને જ મોક્ષનું કારણ માને છે; કારણ કે વિશુદ્ધ ક્રિયા પણ આત્માનો એક પર્યાય જ છે.
સભા : નિશ્ચયનય ક્રિયાકલાપને માને ?
સાહેબજી : જ્ઞાનશિયામ્યાં મોક્ષદા એ સૂત્રમાં જ્ઞાનને ક્રિયાના સાધન તરીકે સ્વીકાર્યું છે. સાધનને માને તે વ્યવહારનય છે. ક્રિયા જ્ઞાનની સાધ્ય છે. સાધ્યને માને તે નિશ્ચયનય છે. અથવા જ્ઞાન પણ ક્રિયા દ્વારા જ મોક્ષનું કારણ છે. તેથી મોક્ષનું અનંતર કારણ ક્રિયા છે, જ્યારે જ્ઞાન પરંપર કારણ છે. પરંપર કારણને માને તે વ્યવહારનય, અનંતર કારણને માને તે નિશ્ચયનય. તેથી નિશ્ચયનયના મતે ક્રિયાકલાપરૂપ અનુષ્ઠાન જ મોક્ષનું અવંધ્ય કારણ છે. વ્યવહારનય જ્ઞાનથી મોક્ષ કહે છે, નિશ્ચયનય ક્રિયાથી મોક્ષ કહે છે. નિશ્ચયનય સમ્યક્યારિત્રથી મોક્ષ કહે છે, જ્યારે વ્યવહારનય સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનથી મોક્ષ કહે છે. આ વાતને શાસ્ત્રકારોએ ખૂબ વિસ્તારથી ચર્ચા કરી યુક્તિપૂર્વક સિદ્ધ કરેલી છે.
સભા : Reverse (ઊલટું) લાગે છે.
સાહેબજી : તમે ભાવ અને ક્રિયાનો સંદર્ભ ઘૂંટ્યો છે ? કોઈ પૂછે કે ભાવથી મોક્ષ કે પ્રવૃત્તિરૂપ ક્રિયાથી મોક્ષ ? તો નિશ્ચયનય કહેશે કે ભાવથી મોક્ષ છે, ભાવશૂન્યક્રિયા નિરર્થક છે. ક્રિયા વિના માત્ર ભાવથી મોક્ષે ગયાના દાખલા નિશ્ચયનય ટાંકશે, જ્યારે વ્યવહારનય ભાવના સાધન તરીકે ક્રિયાને સ્વીકારે છે. તે ક્રિયાથી મોક્ષ કહે છે. બહુધા જીવોને ક્રિયા દ્વારા જ ભાવ આવે છે, માટે ક્રિયા એ જ રાજમાર્ગ છે, એ તેની દલીલ છે; પરંતુ તે દૃષ્ટિકોણ જુદો છે. અહીં ફળની પ્રાપ્તિમાં અનંતર કારણ અને પરંપર કારણની અપેક્ષાએ જ્ઞાનક્રિયામ્યાં મોક્ષા
૧. પર્વ જ્ઞાનવાદના પરેવત્તે સત્યાવાર્થ: પ્રહजेणं चिय नाणाओ किरिया तत्तो फलं च तो दो वि। कारणमिहरा किरियारहियं चिय तं पसाहेज्जा ।।११३६ ।। येनैव च यस्मादेव कारणात् ज्ञानात् क्रिया भवति, ततस्तस्याश्च क्रियायाः समनन्तरमिष्टं फलमवाप्यते; तत एव ते ज्ञानक्रिये द्वे अप्यभीष्टफलस्य मोक्षादेः कारणं भवतः । अन्यथा ज्ञान-क्रियाभ्यां मोक्षभवनपरिकल्पनमनर्थकमेव स्यात्, क्रियारहितमेव ज्ञानमात्मलाभानन्तरमेव झगित्यभीष्टफलं केवलमपि प्रसाधयेत्, क्रियावदिति।।११३६ ।।
अपिच, नाणं परंपरमणंतरा उ किरिया तयं पहाणयरं। जुत्तं कारणमहवा समयं तो दोन्नि जुत्ताई।।११३७ ।। यदि ज्ञानं परम्परया कार्यस्योपकुरुते, क्रिया त्वानन्तर्येण, ततो यदेवानन्तरमुपकुरुते तदेव प्रधानं कारणं युक्तम्। अथ समकं युगपद् द्वे अपि ज्ञान-क्रिये कार्योत्पत्तावुपकुरुतः, तर्हि द्वयोरपि प्राधान्यं युक्तम्, न त्वेकस्य ज्ञान-स्येति।।११३७।।
(વિશેષાવશ્યમાણ મા-૨, સ્નો-૨૨૩૬-૨૨૨૭, મૂત-ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org