________________
૯૪
ભાવતીર્થ-અનુષ્ઠાન સાહેબજી : નિશ્ચયનય નિસર્ગ અને અધિગમ બંને પ્રકારની રત્નત્રયી કે બંને પ્રકારના પંચાચારનો સંગ્રહ કરે છે, તેથી તેની અપેક્ષાએ આ બંને ભાવતીર્થો શાશ્વત છે; પરંતુ જ્યારે તીર્થકર સ્થાપિત ધર્મતીર્થનો સંદર્ભ લઈએ, તો તેમના થકી સ્થપાયેલ શાસનમાં જ્યાં સુધી મોક્ષમાર્ગ ટકે ત્યાં સુધી બધાં ભાવતીર્થ પણ ટક્યાં કહેવાય. તે અપેક્ષાએ પાંચે ભાવતીર્થ એકબીજા વિના રહેતાં નથી, એકના વિચ્છેદમાં પાંચેનો વિચ્છેદ સમજવાનો. ઉત્કૃષ્ટ પાંચ ભાવતીર્થ રહે ત્યાં સુધી પૂર્ણ મોક્ષરૂપ ફળ આપનાર તીર્થ ટકે. જ્યારે ઉત્કૃષ્ટ ભાવતીર્થનો વિચ્છેદ થાય, પરંતુ ઘસાયેલાં પાંચ ભાવતીર્થ રહે ત્યાં સુધી ઘસાયેલાં પાંચનું સાધનાને અનુરૂપ ફળ મળે. આ દૃષ્ટિકોણથી જ કલ્પસૂત્ર આદિ આગમમાં દરેક તીર્થંકરના શાસનમાં મોક્ષમાર્ગ ક્યારે શરૂ થયો અને કેટલી પાટપરંપરા સુધી ટક્યો તેનું વિધાન કરેલ છે. પાંચમું ભાવતીર્થ : ક્રિયાકલાપરૂપ અનુષ્ઠાન :
*હવે પાંચમું ભાવતીર્થ સમજીએ : તેને પણ જીવંત તીર્થ કહ્યું છે. અચિંત્ય તારકશક્તિયુક્ત તીર્થ છે. સમગ્ર તારકતા પાંચ-પાંચ ભાવતીર્થથી જ છે, પરંતુ અપેક્ષાએ એક કરતાં એક તીર્થ ચડિયાતું છે. ચોથા કરતાં પાંચમું તીર્થ ચડિયાતું છે, જે જૈનશાસનના ક્રિયાકલાપરૂપ અનુષ્ઠાન છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માના ગુણો કહ્યા, પણ તે ગુણ સીધા ગ્રહણ થતાં નથી. ગુણને પામવા પુરુષાર્થ કરવો પડે, જે અનુષ્ઠાનરૂપ છે. ગુણોને સ્થિર કરવા હોય, દઢ કરવા હોય કે
૧. અવવનં-૧થીવત્ત શિયાળનારૂં |
(ગાવશ્યનિવૃત્તિ નિવૃત્તિન્નોવા-૭૮૭, ટીકા) * 'एवमेव' अविध्यनुष्ठाने क्रियमाण एव 'असमञ्जसविधानात्'-विहितान्यथाकरणादशुद्धपारम्पर्यप्रवृत्त्या सूत्रक्रियाया विनाशः, 'स' एष तीर्थोच्छेदः । न हि तीर्थनाम्ना जनसमुदाय एव तीर्थम्, आज्ञारहितस्य तस्यास्थिसंघातरूपत्वप्रतिपादनात्, किन्तु सूत्रविहितयथोचितक्रियाविशिष्टसाधुसाध्वीश्रावकश्राविकासमुदायः, तथा चाविधिकरणे सूत्रक्रियाविनाशात्परमार्थतस्तीर्थविनाश एवेति तीर्थोच्छेदालम्बनेनाविधिस्थापने लाभमिच्छतो मूलक्षतिरायातेत्यर्थः । ।१४ ।।
|
(ચોવિંશિl, શ્નો-૨૪ ટીવા) * ननु शुद्धक्रियाया एव पक्षपाते क्रियमाणे शुद्धायास्तस्या अलाभादशुद्धायाश्चानङ्गीकारादानुश्रोतसिक्या वृत्त्याऽक्रियापरिणामस्य स्वत उपनिपातात्तीर्थोच्छेदः स्यादेव, यथाकथञ्चिदनुष्ठानावलम्बने च जैनक्रियाविशिष्टजनसमुदायरूपं तीर्थं न व्यवच्छिद्यते।
(ચોવિંશિ, સ્નો-૫ ટીવા) * तीर्थोच्छेदभिया हन्ताविशुद्धस्यैव चादरे। सूत्रक्रियाविलोपः स्याद् गतानुगतिकत्वतः ।।१३।।
(અધ્યાત્મસાર, ઘાર-૨૦) » ‘વિધિ જોતાં કલિયુગમાં હોવે. તીરથનો ઉછે. જિમ ચાલે તિમ ચલવે જઇયેં, એહ ધરે મતિભેદ રે ? જિનજી ! ૪ ઈમ ભાષી તે મારગ લોપે, સુત્રક્રિયા સવિ પીસી; આચરણા-શુદ્ધિ આચરિયે, જોઈ યોગની વીસી રે. જિનજી ! ૫
(સિદ્ધાંતવિચાર રહસ્યગર્ભિત ૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ-૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org