________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
એવો કાળ હતો જ્યારે ચતુર્વિધ સંઘ હાજર છે, શાસન વિદ્યમાન છે, ભાવતીર્થો અવિચ્છિન્નપણે ટકેલાં છે, તીર્થનાશ નથી થયો; છતાં જ્યારે ભરતક્ષેત્રમાં નેમિકુમાર છદ્મસ્થ અવસ્થામાં છે ત્યારે શ્રીકૃષ્ણ નારદને પૂછે છે કે મારી પટ્ટરાણી રુક્મિણીના પુત્રનું જન્મતાંવેંત જ અપહરણ કોણે કર્યું તે તમે કોઈ જ્ઞાની પાસેથી જાણી લાવો. ત્યારે નારદ કહે છે કે ભરતક્ષેત્રના ચતુર્વિધ સંઘમાં હાલ કોઈ કેવલજ્ઞાની નથી, મન:પર્યવજ્ઞાની નથી, વિશિષ્ટ અવધિજ્ઞાની નથી, ચૌદ પૂર્વધર નથી, અરે શ્રુતકેવલી પણ નથી, અર્થાત્ દૃષ્ટિવાદ પણ ઘસાયું છે.
સભા : દ્વાદશાંગી તો શાશ્વત છે ને ?
સાહેબજી : અર્થથી તે સનાતન શાશ્વત છે. પ્રસ્તુતમાં શબ્દથી ઉપલબ્ધ ન હોય તો તેને ગુરુગમથી ધારણ કઈ રીતે કરે ? ધારક વ્યક્તિ ઉપલબ્ધ નથી, એ અપેક્ષાએ આત્મામાં રહેતું જીવંત જ્ઞાન વિચ્છેદ પામ્યું તેમ કહેવાનો આશય છે. આગમમાં દૃષ્ટિવાદનો તે તે તીર્થંકરોના શાસનમાં વિચ્છેદ થયો તેનું વર્ણન છે.
નારદે શ્રીકૃષ્ણને આગળ કહ્યું કે કંસના નાના ભાઈ અતિમુક્તક મુનિ જે વિશેષજ્ઞાની હતા, તે પણ હાલમાં મોક્ષે ગયા, તેથી અત્યારે આનો જવાબ આપવાની શક્તિ આખા ભરતક્ષેત્રમાં બીજાની (નેમિકુમારને છોડીને) નથી. આના પરથી અનુમાન કરી શકશો કે ચોથા આરામાં પણ વિશેષજ્ઞાની કેટલા દુર્લભ હતા ! `આ દ્વાદશાંગી શાસ્ત્રો જ એટલાં વિશાળ છે કે ધારણ કરતાં તેલ નીકળી જાય. આખું મુંબઈ પુસ્તકોથી ભરાઈ જાય તોપણ જગા ઓછી પડે એટલાં શાસ્ત્રો ચૌદપૂર્વમાં આવે. આ તમામ શાસ્ત્રજ્ઞાન મગજમાં રાખવાનું છે, libraryમાં (પુસ્તકાલયમાં) નહીં. આ જમાનામાં તો micro data storageની સિસ્ટમો વિકસાવી છે, એટલે અબજો પુસ્તકો નાની જગામાં ભરી શકાય છે, પણ તે storage જડ પર છે. સારા વૈજ્ઞાનિકો લખે છે કે જેમ જેમ મશીનો (કોમ્પ્યુટરો) શોધાઈ રહ્યાં છે તેમ તેમ માણસ ઢબુ (ડોબો) બનતો જાય છે, મગજશક્તિથી અશક્ત બનતો જાય છે, છતાં તેને આધુનિક વિકાસમાં ખતવાય છે. ચોથા આરામાં પણ દ્વાદશાંગી પરિપૂર્ણ ટકાવવી કેટલી દુષ્કર હતી તેનો અંદાજ આપ્યો. આ પરથી પ્રાણરૂપ આ પાંચ ભાવતીર્થોની સુરક્ષાનું મૂલ્ય સમજી શકાશે.
રત્નત્રયી ને અનુષ્ઠાન, વ્યવહારનયનાં ત્રણ
સભા : નિશ્ચયનયનાં આ બે ભાવતીર્થ
ભાવતીર્થ વિના ન રહી શકે ?
૯૩
૧. पूर्वाणि च क्रमेण प्रथममेकेन १, द्वितीयं द्वाभ्याम् २, तृतीयं चतुर्भिः ४, चतुर्थमष्टभिः ८, पञ्चमं षोडशभि: १६, षष्ठं द्वात्रिंशता ३२, सप्तमं चतुःषष्ठ्या ६४, अष्ठममष्टाविंशत्यधिकशतेन १२८, नवमं षट्पञ्चाशदधिकशतद्वयेन २५६, दशमं द्वादशाधिकैः पञ्चभिः शतै: ५१२, एकादशं चतुर्विंशत्यधिकैर्दशभिः शतैः १०२४, द्वादशमष्टचत्वारिंशदधिकैर्विंशत्या शतैः २०४८, त्रयोदशं षण्णवत्यधिकैश्चत्वारिंशता शतै: ४०९६, चतुर्दशं द्विनवत्यधिकैरेकाशीत्या शतैः ८१९२, च हस्तिप्रमाणमषीपुञ्जर्लेख्यं । सर्वसंख्यया तु चतुर्दश पूर्वाणि षोडशसहस्त्रैस्त्र्यशीत्यधिकैस्त्रिभिः शतैर्हस्तिप्रमाणमषीपुजैर्लेख्यानि ।
Jain Education International
( कल्पसूत्र सूत्र - ९, उ. धर्मसागरजी कृत किरणावली टीका )
For Personal & Private Use Only
www.jainelibrary.org