________________
૯૧
ભાવતીર્થ - અનુષ્ઠાન
સભા : નવકારને ચૌદ પૂર્વનો સાર કહ્યો છે, નવકાર શાશ્વત છે, તેથી તીર્થ અવિચ્છિન્ન જ ગણાય ને ?
સાહેબજી : નવકારમાં ચૌદ પૂર્વનો સાર સ્પષ્ટ નથી, ગર્ભિત છે. તેથી સીધું અનુશાસન શક્ય ન બને. જ્યારે દશવૈકાલિકમાં ટૂંકમાં પણ મોક્ષમાર્ગ સ્પષ્ટ છે, ગર્ભિત નહીં.
સભા : તે કાળમાં પણ ભાવશ્રાવકો હશે જ ને ?
સાહેબજી નિસર્ગથી ભાવશ્રાવકપણું હોય, અહીં અધિગમની વાત ચાલે છે. આખું ધર્મતીર્થ, તેની સ્થાપના, પ્રવર્તન બધું અધિગમની અપેક્ષાએ છે. નિસર્ગનો મુદ્દો relevant (સુસંગત) નથી. પાંચ ભાવતીર્થ જ દ્રવ્ય-ગુણની અપેક્ષાએ જંગમતીર્થ ગણાય, શાસનના પ્રાણ ગણાય. સ્થાવરતીર્થ કે દ્રવ્યતીર્થનો પણ સમાવેશ શાસનમાં જ થાય છે, પરંતુ તેનું સ્થાન ખોળિયાના સ્થાને છે, જ્યારે ભાવતીર્થનું સ્થાન પ્રાણના સ્થાને છે.
સભા ઃ શાશ્વતી જિનપ્રતિમાઓ તો રહેવાની જ ને ?
સાહેબજી : હા, પણ તે ભાવતીર્થ નથી. સિદ્ધગિરિ જેમ શાશ્વત છે, તેથી છઠ્ઠા આરામાં બીજું બધું નાશ પામશે પરંતુ ગિરિરાજ રહેશે; તેમ શાશ્વતી પ્રતિમા કે શાશ્વત જિનમંદિરો પણ અવશ્ય રહેશે. અરે ! અશાશ્વત વસ્તુ પણ તીર્થવિચ્છેદકાળમાં ટકી શકે છે. સુવિધિનાથ ભગવાન અને શીતલનાથ ભગવાનના સમયમાં જે ક્ષણે શાસન નાશ પામ્યું તે જ દિવસે મંદિરો વગેરે પણ નાશ પામી ગયાં એવો કહેવાનો ભાવ નથી. ‘દ્રવ્યતીર્થનાં ઘણાં અંગો રહ્યાં હોય, પણ ભાવતીર્થરૂપ પ્રાણ જતાં રહ્યા”. કલ્પસૂત્ર આદિ આગમો, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર વગેરે ગ્રંથોમાં એટલું જ લખ્યું છે કે તે તે તીર્થકરોના વચ્ચેના આંતરામાં ચોથો આરો હોવા છતાં, ભરતભૂમિરૂપ અનુકૂળ ક્ષેત્ર હોવા છતાં, હૂડા અવસર્પિણીના પ્રભાવે જૈનશાસન વિચ્છિન્ન થયું. તે કાળનાં સર્વ જિનમંદિરો ધરાશાયી થઈ ગયાં, સ્થાવર તીર્થમાત્રનો નાશ થયો, તેવું લખ્યું નથી. ઊલટું લખ્યું કે “ગૃહસ્થગુરુ લોકોને જૈનધર્મનો છૂટોછવાયો ઉપદેશ આપતા હતા અને લોકો પણ તેમની પૂજા કરતા હતા’ છતાં તીર્થનો ઉચ્છેદ થઈ ગયો; કેમ કે મોક્ષમાર્ગનું સાંગોપાંગ વર્ણન કરનારાં આગમો ન હતાં.
સભાઃ સાંગોપાંગ માર્ગ ગૃહસ્થગુરુ ઉપદેશતાં ન હતાં ?
સાહેબજી : ના, તે કાળમાં કંઠોપકંઠ રખાતાં આગમો ગૃહસ્થગુરુ પાસે ન હોય. છૂટીછવાયી ધર્મની વાતો કરે, પરંતુ તેનાથી શાસન ચાલતું નથી. તમે હજુ ઉપદેશક તરીકે પાટ પર બેસનાર સાચા ધર્મગુરુની જવાબદારી તમે જાણતા જ નથી. શરણે આવેલાને છેલ્લે સુધીનો १. स्थविरश्रावकान् धर्ममथापृच्छन्नतद्विदः। पन्थानं पथसम्मूढाः पथिकान् पथिका इव।।१५५ ।। किञ्चित् कथयतां तेषां धर्ममात्मानुसारतः । अर्थपूजां विदधिरे ते जनाः श्रावकोचिताम्।।१५६।।
(ત્રિષષ્ટિશલ્લાવાપુરુષત્ત્વરિત્ર પર્વ-રૂ, સર્જ-૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org